રાજકોટમાં એક મિત્રએ બીજા મિત્રની બૈરી સાથે ના કરવાનું કર્યુ, ખાર રાખી મિત્રની કરી હત્યા

ગુજરાતમાંથી અવાર નવાર હત્યાના ઘણા કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર હત્યાનું કારણ પ્રેમ સંબંધ કે પછી અંગત અદાવત સહિત અનેક હોઇ શકે છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી હત્યાનો એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટ ફરી એક વખત રક્તરંજિત થયુ હોવાનું સામે આવ્યું છે. જુગાર રમવા જેવી સામાન્ય વાત પર એક મિત્રએ બીજા મિત્રની પત્નીનો હાથ પકડી લેતા પતિ અને તેના મળતિયાએ પથ્થરના ઘા ઝીંકી એક વ્યક્તિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. હાલ તો પોલીસે બંને આરોપીને સકંજામાં લઇ તપાસ શરૂ કરી છે.

તસવીર સૌજન્ય : ન્યુઝ 18 ગુજરાતી

સોહિલ રજાકભાઈ મેમણ નામના યુવકની તિક્ષણ હથિયારના ઘા દ્વારા હત્યા થઇ હોવાનું સામે આવ્યું છે. આ મામલે આઈપીસીની કલમ 302 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. રાજકોટના ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઘંટેશ્વર 25 વારીયા ટેનામેન્ટમાં મિત્રના હાથે જ મિત્રની હત્યા થઈ. ઘટનાની જાણ થતા જ ગાંધીગ્રામ પોલીસ પહોંચી હતી અને જરૂરી પંચનામાની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત મૃતકની લાશને પીએમ અર્થે ખસેડી હતી.

પ્રતિકાત્મક તસવીર

પ્રાપ્ત માહિતી અનુસાર, મૃતક સોહિલે આરોપી પ્રકાશ ઉર્ફે બકુલ નથુભાઈ સોલંકીની પત્નીનો હાથ પકડ્યો હતો અને તે બાબતે બોલાચાલી થતા આરોપી પ્રકાશ દ્વારા બોથડ પદાર્થ દ્વારા સોહીલને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. સોહિલ મેમણની પત્ની મુમતાઝે જણાવ્યું કે, બપોરે તેનો પતિ ઘર નજીક બકુલ દેવીપૂજકના ઘરે જુગાર રમવા ગયો અને ત્યારે બકુલના ઘરમાં જગ્યા ન હોવાને કારણે તેને બહાર જવાનું કહેતા સોહિલે બકુલની પત્નીનો હાથ પકડી લીધો હતો અને તેને જુગાર રમવા બેસવા દેવાનું કહ્યુ હતુ.

પ્રતિકાત્મક તસવીર

આ મામલો બિચકાતા બકુલે તે મારી પત્નીનો હાથ કેમ પકડ્યો કહી માથાકૂટ શરૂ કરી અને મામલો ઉગ્ર બનતા બનારસ નામના શખ્સે બકુલ અને સોહિલ બંનેને મારકૂટ કરી ઝઘડતા અટકાવ્યા. જો કે, સોહિલ ત્યાંથી રેલવેના પાટા તરફ જતાં બકુલ તેના મળતિયા રસિક સાથે ગયો અને સોહિલને પકડી તેને પથ્થરના ઘા ઝીંક્યા. સોહિલ લોહીલુહાણ થતા તેનું મોત થયુ હતુ.

Shah Jina