હે ભગવાન … દિવસ રાત મહેનત કરતો બિચારો ખેડૂત ડુંગળી યાર્ડમાં ડુંગળી વેચવા ગયો તો પૈસા ન મળ્યા, પોતાના ખિસ્સામાંથી આટલા ચૂકવવા પડ્યા..જાણો સમગ્ર વિગત અંદર આર્ટિકલમાં
ગુજરાતમાં આજ કાલ ડુંગળીના ભાવ પર ઘણી ચર્ચા જોવા મળી રહી છે. ગઇકાલે જ જામનગરમાંથી એવો કિસ્સો સામે આવ્યો, જેમાં બજરંગપુર ગામના ખેડૂત સવજીભાઈ દોમડિયા અને તેમના પુત્ર શૈલેષભાઈએ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં 166 કિલો ડુંગળી વેચી અને આના તેમને ખાલી 10 રૂપિયા જ મળ્યા.
ત્યારે હવે વધુ એક ઘટના સામે આવી છે, જેમાં ખેડૂતને ડુંગળીના પૈસા તો ન મળ્યા પણ તેને સામેથી 131 રૂપિયા ચૂકવવાનો વારો આવ્યો. બુધવારના રોજ રાજકોટ યાર્ડમાં ધુતારપુર ગામના ખેડૂત ડુંગળી વેચવા માટે આવ્યા હતા અને આ દરમિયાન તેમને રાતી પાઇ ન મળી પણ સામે રૂ.131 ચૂકવવાનો વારો આવ્યો. જમનભાઈ કુરજીભાઈ 1 માર્ચના રોજ રાજકોટ યાર્ડમાં 472 કિલો ડુંગળી લઈને આવ્યા હતા અને આનો એક મણનો ભાવ 21 રૂપિયા મળ્યો હતો.
ડુંગળી વેચવાના 495 રૂપિયા મળ્યા અને ખરાજત 626 થઇ હતી. તેથી ખેડૂતને 131 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. આને લઇને ખેડૂતની આંખમાંથી પાણી આવી ગયુ હતુ. ખેડૂતના જણાવ્યા અનુસાર, તેને જે પૈસા ચૂકવવા પડ્યા એ ખાલી ઘરેથી જ યાર્ડ સુધીનો ખર્ચ છે. આ ઉપરાંત વાવેતરનો ખર્ચ, મજૂરી એ તો આમાં છે જ નહિ. ઘણા ખેડૂતો પોતાનો પાક ઉકરડામાં ફેંકી દે છે.
ખેડૂતને ટ્રકનું ભાડું રૂ.590 અને ઉતરાઈ ખર્ચ રૂ.36 મળીને ખરાજત રૂ.626 થઈ હતી અને ડુંગળીના રૂપિયા 495 જ આવ્યા, જેથી ખેડૂતને સામેથી 131 રૂપિયા ચૂકવવા પડ્યા હતા. ખેડૂતને પોતાના ખિસ્સામાંથી પૈસા આપવા પડતા તેની આંખમાં આંસુ આવી ગયા હતા.