રાજકોટ આપઘાત : યુવાને ટ્રેન નીચે ઝંપલાવી મોતને કર્યુ વહાલુ, સ્યૂસાઇડ નોટમાં પત્ની અને દીકરા વિશે એવુ એવુ લખ્યુ કે…

રાજકોટ શહેરમાં અજીબોગરીબ આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો છે. પત્નીના અન્ય પુરુષ સાથેના સંબંધ અને પુત્રોના  માનસિક ત્રાસના કારણે મિસ્ત્રી કામ કરતા જયસુખભાઇએ ટ્રેન હેઠળ પડતું મુકી પોતાનું જીવન ટુંકાવ્યું છે. હાલ સમગ્ર મામલે ભક્તિનગર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.

રાજકોટ શહેરના મવડી ચોક પાસે આવેલ ઉદયનગર ખાતે રહેતાં જયસુખભાઇ વાડોદરીયા નામના યુવાને આજે સવારે ગોંડલ રોડ પી.ડી.એમ. કોલેજના ફાટક પાસે ટ્રેન હેઠળ પડતું મુકી જિંદગી ટૂંકાવી લીધી છે. આપઘાત પહેલા આ યુવાને એક સ્યૂસાઇડ નોટ ​​​​​​ લખી હતી. જેમાં પત્નીના આડા સંબંધોને લઇને વાત કરવામાં આવી છે અને બે પુત્રોના અસહ્ય મારથી પોતે કંટાળી ગયાના ચોંકાવનારા આક્ષેપો કર્યા છે.

જયસુખ ભાઈ પાસેથી મળેલી ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું હતું કે, શ્રીમાન પોલીસ કમિશનર સાહેબ. અમારી સ્યુસાઈડ નોટમાં સાચી હકીકત જણાવીશ તો તેનો અમલ વહેલાસર કરવા બાબત. હું છેલ્લા ત્રણ વર્ષથી પરેશાન છું. મારી પત્ની જયશ્રી બંને પુત્ર સુમિત અને વિરલ મને અસહ્ય પરેશાન કરે છે. છેલ્લા બે દિવસથી મને ઢોરમાર મારવામાં આવ્યો છે તે વિશે મારા પાડોશમાં પૂછપરછ કરવા વિનંતી. તેમજ મારા બંને પુત્રોને આકરામાં આકરી સજા થાય તેવી મારી નમ્ર વિનંતી છે.

વધુમાં જણાવ્યું હતું કે, ગઇકાલે સાંજે ચાર વાગ્યા આસપાસ મારા રૂમનું બારણું બંધ કરીને મને ઢોર માર મારવામાં આવ્યો. મારી પત્ની ગાળો દઇ હાથમાં સાવરણી અને પ્લાસ્ટિકનો પાઇપ લઇને તૂટી પડી હતી. નાના છોકરાએ મારા મોઢાના 6 દાંત પાડી નાંખ્યા હતાં. મોટા પુત્ર સુમિતે કમરપટ્ટાથી માર માર્યો હતો. કમરપટ્ટાના 6-7 કટકા થઇ ગયા તોય બંધ થયો ન હતો. મારો વાંક ગુનો શું હતો તો મને ઢોર માર મારવામાં આવ્યો? પાંચ દિવસથી ખાવાનું નથી આપ્યું. આજીવન કેદની સજા થાય મારા મોટા પુત્રને એવું હું ઇચ્છુ છુ઼ં.

તો સાથે જ ચિઠ્ઠીમાં કેટલાક રાજભા મંગલ પાંડે સરોજ પૂનમ નાગજી હંસાબેન મનુભાઈ મહેશ્વરી સહિતના નામો પણ લખવામાં આવ્યા છે. ચિઠ્ઠીમાં લખવામાં આવ્યું છે કે મારો મોબાઇલ મારા મોટા પુત્ર સમિત પાસેથી લઈ લેજો તેમાંથી તમને તમામ સબૂત મળી જશે. મારી બાપદાદાની મિત્રો પી મકાન જયશ્રી અને તેના પ્રેમી મેરુ ફાંગલીયા એ 180000 માં પણ આવેલું છે. જેની મકાનની કિંમત રૂપિયા 30 થી 40 લાખ થાય છે. તે મકાન મેરુ ના ભત્રીજા હિરેન તેની પત્નીના નામે લખાવી લીધેલ છે.

Shah Jina