રાજકોટમાં હરિહર ચોકમાં લક્ઝુરિયસ એન્ડેવર ગાડી સાંઢની જેમ આવી…આટલા બધા વાહનોને લીધા અડફેટે

ધબકારો ચુકવી દેતા ઘટનાના CCTV ફુટેજ આવી ગયા સામે, યુવરાજ ગોવાળીયા ઝડપાયો…એક બાળકની હાલત આવી કરી નાખી

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતોના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર વાહનચાલકોની બેદરકારીને કારણે અથવા તેજ રફતાર ગતિને કારણે અકસ્માત સર્જાતા હોય છે. કેટલીક વાર વાહનોમાં ટેક્નિકલ ખામીને કારણે પણ અકસ્માત થાય છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે.

રાજકોટના ગીચ વિસ્તાર એવા હરિહર ચોક નજીક લક્ઝુરિયસ કારે ભયાનક અકસ્માત સર્જ્યો, જેમાં પૂરપાટ ઝડપે જતી એન્ડઓવર કારના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવી દીધો અને તેને કારણે કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ.

કારનો તો અકસ્માતને કારણે કચ્ચરઘાણ બોલાઇ ગયો હતો અને સાથે સાથે વીજપોલ પણ ધરાશાયી થઈ ઢસડાયો હતો. બે એક્ટિવા સહિત ચાર વાહનોને પણ કારે અડફેટે લીધા હતા. જેમાં કાર ચાલક સહિત બે વ્યક્તિને ઇજા પહોંચી હતી અને તેમને સારવાર હેઠળ હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટનાની પ્રાપ્ત માહિતી પ્રમાણે રાજકોટના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ હરિહર ચોકમાંથી આ અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં એક સાત વર્ષના બાળકને પણ ઈજા પહોંચી છે.

આ મામલે પોલીસ દ્વારા હરિઓમ ભાઈ લોહાણાની ફરિયાદના આધારે અકસ્માત સર્જનાર યુવરાજભાઈ ગોવાળિયાની સામે આઇપીસીની કલમ 279, 337, 338, 427 તથા મોટર વ્હીકલ એક્ટની કલમ 184, 177 તેમજ 185 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.  જણાવી દઇએ કે, અકસ્માત સર્જનાર યુવરાજને પણ ઈજા પહોંચતા તેને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. આરોપી ડીસમીસ પોલીસમેન હોવાનું પણ સામે આવ્યું છે. તેના વિરૂદ્ધ હત્યા મારામારી દારૂ સહિતના અનેક ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે.

પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે આ ઇજાગ્રસ્ત ચાલક બીલખા ગામનો યુવરાજ અશોક ગોવાળિયા છે અને તે ચિક્કાર દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. એકસાથે ૫ – ૫ બાઇકનો બૂકડો બોલાવ્યા પહેલા કારચાલકે 7 વર્ષના નવાબ સમીરભાઇ બ્લોચને ઠોકરે ચડાવ્યો હોય તેને પગમાં ગંભીર ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે.

ત્યાં નોકરી કરતા એક વ્યક્તિએ જણાવ્યું છે કે આથી અમો બધા નીચે આવીને જોતા આ ફોર્ડ એન્ડેવર ટાઇટેનીયમ ફોરવ્હીલ કાર નં. જીજે-25-એએ-9801ના ચાલકે બેહદ ઘણી સ્પીડમાં ગાડી ચલાવી આવી અને અમારા અર્હમ ફાયનાન્સિયલ સેન્ટરની સામે આવેલ ઇલેક્ટ્રિસિટીનો જી.ઇ.બી.નો લોખંડનો થાંભલા સાથે અથડાઇને થાંભલાને મૂળમાંથી ઉખેડી નાખી આ લાઇટના થાંભલા સહિતની કાર અમારા કોમ્પલેક્ષની દીવાલ સાથે અથડાયેલ હોય અને

આ કારે અમારી ઓફિસમાં કામ કરતા માણસોના તથા મારા બાઈક કે જે આ દીવાલ પાસે બહારની સાઇડમાં પાર્ક કરેલ હતા તે કુલ અલગ અલગ કંપનીના કુલ પાંચ મોટર સાયકલો ઉપર ચડી ગઈ હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર બાઈક ટોટલ લોસ હોય આશરે જેનુ નુકસાન રૂપિયા 2.50 લાખ જેટલું ગણાય. તેમજ આ જગ્યાએ આ ખતરનાક એક્સીડંટ ને લીધે લાઇટ જતી રહેતા જી.ઇ.બી.ના અધીકારીઓ તથા સ્ટાફ આવેલ જેમા જીતેન્દ્રભાઇ ભટ્ટ નામના ડેપ્યુટી એન્જિનિયર ત્યાં આવેલ અને તેઓ થાંભલા વગેરેને કુલ રૂપીયા 1.50 લાખનું નુકસાન થયેલની વાત કરેલ છે.

જયારે આ ઘટના બની તે સમયે તરત જ બહાર આવેલા લોકોએ જોયું તો એક ભાઇ ત્યાં ગાડીમાંથી બહાર નીકળી બકવાસ કરતો હતો અને લથડીયા ખાતો હતો. તેને નાની-મોટી ઇજા થયેલ હોય 108માં સરકારી દવાખાને સારવારમાં લઇ ગયા હતા. જે નશો કરેલ હોય તે જાણવા મળ્યું છે. બાદમાં મને જાણવા મળ્યું કે, આ કાર અકસ્માતમાં પંચનાથ મેઈન રોડ ઉપર ચાલીને જતો એક બાળક કે જેનું નામ નવાબ સમીરભાઇ બ્લોચને કારે અડફેટે લીધેલ હોય અને તેને પણ પગમાં તથા શરીરે ઇજા થતા તેને સરકારી હોસ્પિટલમાં દાખલ કરેલ છે. તેને જમણા પગમાં ફ્રેક્ચર થયેલનુ જાણવા મળેલ છે.

હોસ્પિટલ દ્વારા આરોપીને રજા અપાતા પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવશે. હરિહર ચોક વિસ્તાર ખૂબ જ ગીચતાભર્યો વિસ્તાર છે અને આ વિસ્તારમાં કાર ચાલક ખૂબ જ પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યો હતો. આ દરમિયાન સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવતા જ કાર વીજપોલ સાથે ધડાકાભેર અથડાઇ અને ચાર ટુ-વ્હિલરનો કચ્ચરઘાણ પણ નીકળી ગયો.

Shah Jina