અંબાણી પરિવારના પ્રિ-વેડિંગ ઇવેન્ટમાં ચોરી કરવા ગિલોલ ગેંગના ત્રાટકી જામનગર, અંદર જવું શક્ય ન બનતા કર્યુ એવું કે…

ગુજરાતમાંથી ઘણીવાર ચોરી અને લૂંટફાટની ઘટના સામે આવતી હોય છે. ત્યારે હાલમાં જ ગત રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક આંતરરાજ્ય ગેંગની ધરપકડ કરવામાં આવી છે. આ ગેંગ તામિલનાડુથી જામનગર અંબાણી પરિવારના પ્રિ-વેડિંગ ઇવેન્ટમાં ચોરી કરવાના પ્લાન સાથે આવી હતી. પરંતુ ઇવેન્ટમાં અંદર જવું શક્ય ન બનતા જામનગર બસ સ્ટેન્ડમાં એક ચોરીને અંજામ આપ્યો. આ પછી રાજકોટ પહોંચી માલવિયાનગર વિસ્તારમાં એક લક્ઝ્યુરિયસ કારને નિશાન બનાવી અને 10 લાખની ચોરીને અંજામ આપ્યો. (તમામ તસવીરો : સૌજન્ય, દિવ્ય ભાસ્કર)

જો કે, સીસીટીવી ફૂટેજ અને ટેક્નિકલ સોર્સીસના આધારે પોલીસે ગિલોલ ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા છે અને મુખ્ય સૂત્રધાર ફરાર થઇ જતા તેની શોધખોળ હાથ ધરી છે. રાજકોટ પોલીસ કમિશનરે આ મામલે જણાવ્યુ કે- ગત 2 માર્ચ 2024ના રોજ સાંજના 4.45 વાગ્યા આસપાસ અમૃત સાગર પાર્ટીપ્લોટ પાસે મર્સિડીઝ કારના પાછળના દરવાજાનો કાચ તોડી રોકડ 10 લાખ અને લેપટોપ તેમજ ચેકબુક અને ઓફિસના અન્ય કાગળો સહિત કુલ 11.50 લાખની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી.

આ પછી પોલીસ CCTV ફૂટેજ અને ટેક્નિકલ સોર્સના આધારે તપાસ કરી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પીઆઇ અને પીએસઆઈના માર્ગદર્શન હેઠળ તપાસ કરી રહી હતી. આ દરમિયાન રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી કે આ ગેંગ તામિલનાડુની ગિલોલ ગેંગ છે અને આ પછી રાજકોટ ક્રાઇમ બ્રાન્ચને ચોક્કસ બાતમી મળતા તેમણે વોચ ગોઠવી ગ્રીન લેન્ડ ચોકડી નજીકથી ગિલોલ ગેંગના 5 સભ્યોને ઝડપી પાડ્યા. જેમાં જગન અગમુડિયાર, દિપક અગમુડિયાર, ગુનશેકર ઉમાનાથ, મુરલી મોદલિયાર અને ઓગમરમ મૂત્રયારનો સમાવેશ થાય છે.

જો કે, મુખ્ય આરોપી મધુસુદન ઉર્ફે વિજી સુગુમારન ફરાર થઇ ગયો હતો અને હવે તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ પાસેથી 5.04 લાખ રૂપિયા રોકડ અને 6 અલગ-અલગ કંપનીના લેપટોપ, અલગ-અલગ કંપનીના 5 મોબાઈલ મળી કુલ 8.62 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પોલીસ તપાસમાં આરોપીઓ પહેલા તામિલનાડુથી જામનગર પહોંચ્યા હોવાનું સામે આવ્યું અને અંબાણી પરિવારના પ્રિ-વેડિંગ ઇવેન્ટમાં જવા પ્રયાસ કર્યો પરંતુ સઘન સુરક્ષા વ્યવસ્થાને પગલે તેઓ ઇવેન્ટમાં ઘુસી ન શક્યા અને પ્લાન નિષ્ફળ ગયો.

આ પછી તેઓ રિલાયન્સથી પરત જામનગર બસ સ્ટેન્ડ પહોંચ્યા અને બસ સ્ટેન્ડ ખાતે ચોરીને અંજામ આપ્યો. એટલું જ નહિ રાજકોટ 2 માર્ચના રોજ સાંજના 4.45 વાગ્યા આસપાસ અમૃત સાગર પાર્ટી પ્લોટ પાસે મર્સિડીઝ કારના પાછળના દરવાજાનો કાચ તોડી કારમાંથી રોકડ રૂપિયા 10 લાખ, લેપટોપ તેમજ ચેકબુક તથા ઓફિસના અન્ય કાગળો સહિત કુલ 11.50 લાખની ચોરી કરી. પૈસાની લાલચમાં અને થોડા સમયમાં જ આરોપીઓ શ્રીમંત બનવા માગતા હતા અને એટલે તેઓ લક્ઝુરિયસ કારના કાચ તોડી ચોરી કરવાની ટેવ ધરાવે છે.

જેમાં એક વ્યકિત ટીમનો લીડર હોય છે, જે બહારથી પોતાના પાંચ માણસોની ટીમને હેન્ડલ કરતો હોય છે. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગિલોલ ગેંગના 5 આરોપીની ધરપકડ કરી રાજકોટ, જામનગર, અમદાવાદ અને દિલ્હીના 2 ગુના સહિત કુલ 5 ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો છે. જ્યારે આ જ ગેંગ દ્વારા છેલ્લા 5 મહિનામાં દિલ્હી રાજકોટ જામનગર અમદાવાદ મળી કુલ 11 ગુનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત પોલીસને આપી હતી.

Shah Jina