રાજકોટના આ કપલે કર્યા એવા લગ્ન કે ચારે કોર થઇ રહી છે વાહ વાહ… કોઇ જ ખોટો ખર્ચ નહિ અને કોઇ તામ-જામ નહિ…

વાહ, દુલ્હા-દુલ્હન ધામધૂમથી નહીં ગરીબોની સેવા કરીને લેશે સાત ફેરા! ખોટા ખર્ચાઓ નહિ કરે, જુઓ બધા ફોટાઓ

હાલ દેશભરમાં લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને લોકો લગ્ન પ્રસંગ આવે એટલે લગ્નમાં લાખો રૂપિયાનો ખર્ચો કરે છે. દુલ્હા-દુલ્હન પણ તેમના લગ્નને યાદગાર બનાવવા માટે અલગ અલગ થીમનુ આયોજન કરે છે અને પ્રી વેડિંગ ફોટોશૂટ સહિત ડેસ્ટિનેશન વેડિંગ પણ કરે છે. પણ આજે એક એવા કપલની વાત અમે તમને કરીશું કે જેણે લગ્નમાં જાહોજલાલી અને ખોટો ખર્ચ કે તામ-જામ ન કરી ગરીબોની સેવા કરીને પછી સાત ફેરા ફર્યા.

કાલાવડ તાલુકાના આણંદપર અને સાંઢવાયાના કપલના લગ્ન 7,8 અને 9 માર્ચે યોજાયા. આ અનોખા માંગલિક પ્રસંગે ગોબરભાઈ જેસડિયાના પુત્ર અમિતભાઈના લગ્ન રાધા સાથે થયા. અમિત અને રાધાના લગ્નની કંકોત્રી ખૂબ જ ખાસ અને પ્રેરણાદાયી હતી. એક બાજુ તો આજના જમાનામાં લોકો સ્વાર્થ માટે કોઈનું પણ ખરાબ કરતા હોય છે, તો એવામાં અમિત અને રાધાએ એવું કર્યુ કે લોકો તેમની વાહ વાહ કરી રહ્યા છે.

અમિત અને રાધાના લગ્નની કંકોત્રી પણ સામે આવી છે, જેમાં કપલ પોતાના લગ્નના દિવસે કયા કયા સેવાકીય કાર્યો કરવાના છે તે પણ જણાવવામાં આવ્યુ છે. આ લગ્નનું આયોજન કાલાવડના આણંદપર અને સાંઢવાયા ગામમાં આગામી 7,8 અને 9 માર્ચના રોજ કરવામાં આવ્યું, પરંતુ આ લગ્ન ભવ્ય વરઘોડા કે જાહોજલાલી સાથે નહિ પણ એક અલગ રીતે થયા.

લગ્નની કાર્ડની અંદર પરિવારના સ્નેહીજનોના નામ તેમજ લગ્નની વિધિઓ અને પ્રસંગોની જગ્યાએ લગ્નની અંદર “મારા જીવનનો ઉદ્દેશ” કરીને “જીવન અંજલિ થાજો”ની પંક્તિઓ લખેલી હતી અને આ સાથે જ આણંદપર ગામની ગૌ શાળામાં ત્રણ દિવસ સુધી લીલુ ઘાસ આપવું, ગામની શાળામાં બાળકોને નાસ્તા પેટી અને નાસ્તો આપવો તેમજ પક્ષીને ચણ નાખવું સાથે ઝુંપડપટ્ટીના બાળકોને નાસ્તો આપવો સહિત કાલાવડ વૃધ્ધાશ્રમમાં વડિલોને નાસ્તાનું વિતરણ કરવાનું પણ લખવામાં આવ્યુ હતુ.

અમિતભાઇએ જણાવ્યું કે તેઓ આણંદગામના વતની છે અને તેમના લગ્ન તે એકદમ સાદાઈથી કરવા માગતા હતા, તેઓ કહે છે કે તે ગરીબ પરિવારમાંથી આવે છું. એક સમય એવો હતો કે તેમને કોઇ રાશન પણ નોતુ આપતુ. તેઓ કહે છે કે હું જેને માનુ છું એવા મા ખોડલ અને મારા બહેન જે અત્યારે આ દુનિયામાં નથી તે જીજ્ઞાબેનની દયાથી મારે અત્યારે ખુબ સારૂ છે. અને એટલે જ વિચાર્યું કે કપરા સમયમાં તેમને ઘણા લોકોએ મદદ કરી હતી અને અત્યારે તેમનો સમય છે તો તે પણ બધાને મદદ કરે.

માટે જ તેમણે તેમના લગ્ન પ્રસંગમાં 7,8 અને 9 માર્ચના રોજ ગામની ગૌશાળામાં ગાયોને ઘાસચારો, ગામની સ્કુલમાં બાળકોને લંચ બોક્સનું વિતરણ સહિત અનેક કામ કર્યા. તેમણે તેમના સસરા અને તેમની પત્ની રાધાને પણ આ બધી વાત કરી હતી અને તે લોકોએ આ વાતમાં અમિતભાઇને ઘણો સાથ અને સહકાર આપ્યો.

અમિતભાઇ કહે છે કે આમ પણ તે દર મહિને કોઇને કોઇ રીતે ગરીબ અને જરૂરિયાતમંદોની સેવા કરતા રહે છે. તેઓ ઉતરાયણમાં પતંગ, શિયાળામાં ગરીબોને ધાબળા આપવા જેવી સેવાકીય પ્રવૃતિ કરે છે.

Shah Jina