રાજકોટમાં હોસ્પિટલની અંદર બેડ ના મળતા દર્દીઓ પોતાના ઘરેથી લઈને આવે છે ખાટલા, વીડિયો તમને પણ ભાવુક કરી દેશે

રાજકોટમાં દયનીય સ્થિતિ, ઘરેથી ખાટલા લાવી દર્દી સુવે છે- જુઓ ભયાનક તસવીરો

કોરોના વાયરસની બીજી લહેર દિવસે દિવસે ખુબ જ ઘાતક બની રહી છે. ત્યારે આ દરમિયાન ઘણા એવા દૃશ્યો સામે આવે છે જે જોઈને આપણને પણ કંપારી છૂટી જાય. મોટાભાગની હોસ્પિટલો આ સમયે ફૂલ થઇ ગઈ છે અને દર્દીને હોસ્પિટલની બહાર હવે રાહ જોઈને બેસી રહેવું પડે છે. જેના પણ ઘણા દૃશ્યો સામે આવે છે.

આવું જ કંઈક હાલ રાજકોટના ચૌધરી હાઈસ્કૂલના મેદાનમાં પણ જોવા મળ્યું. જ્યાં દર્દીઓ વેઇટિંગમાં જોવા મળી રહ્યાં છે. સારવાર માટે ટળવળતા દર્દીઓની હાલત ખૂબ જ દયનીય જોવા મળી રહી છે કોઈ રિક્ષામાં તો કોઇ ગાડીમાં તો કોઇ એમ્બ્યુલન્સમાં દર્દીઓને લઇ આવી આખી આખી રાત લાઇનમાં ઉભા રહે છે. હોસ્પિટલમાં બેડના અભાવે દર્દીઓ હવે ઘરેથી ખાટલા લાવી હોસ્પિટલ પંટાંગણમાં ઓક્સિજનના બાટલા સાથે સારવાર લઇ રહ્યાં છે.

સારવાર માટે રાહ જોઈ રહેલા એક દર્દીનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે જેમાં જોવા મળી રહ્યું છે કે એક દર્દીના સગા પોતાની સાથે ખાટલો પણ લઈને આવ્યા છે અને વીડિયોની અંદર તે જણાવી રહ્યા છે કે તે રાત્ર 9 વાગ્યાથી લાઈનમાં ઉભા રહ્યા છે છતાં પણ હજુ તેમનો વારો નથી આવ્યો.

આ દર્દીને મેદાનમાં જ ખાટલો નાખીને સીવડાવેલા જોઈ શકાય છે. સાથે તેમને ઓક્સિજન પણ આપવામાં આવી રહેલું વીડિયોમાં જોવા મળી રહ્યું છે.

રાજકોટ સિવિલમાં કોવિડ હોસ્પિટલના એન્ટ્રી ગેઇટથી ચૌધરી હાઈસ્કૂલ મેદાનમાં ગઇકાલ રાતના 9 વાગ્યાથી 50થી વધુ એમ્બ્યુલન્સ હોસ્પિટલ બહાર લાઇનમાં ઉભી છે. ત્યારે 12-12 કલાક સુધી લાઇનમાં ઉભા રહેતા દર્દીઓની હાલત કફોડી બની ગઇ છે. તેમાં મોટાભાગના તમામ દર્દીઓ ઓક્સિજન પર છે અને એમ્બ્યુલન્સમાં જ સારવાર આપવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Viral Video (@_viral_video_meme)

Niraj Patel