રાજકોટ-અમદાવાદ હાઈ-વે ઉપર ટ્રક અને ટેન્કર વચ્ચે ભયાનક અકસ્માત થતા આગના ભડકા ઉઠ્યા, ટ્રક બળીને થઇ ગઈ ખાખ

દેશભરમાંથી ઠેર ઠેર અકસ્માતની ઘણી ઘટનાઓ સામે આવતી રહે છે, ત્યારે ગુજરાતમાં પણ અકસ્માતના ઘણા બનાવો સામે આવવા લાગ્યા છે. હાલ એવા જ એક ભયાનક અકસ્માતની ખબર રાજકોટ-અમદાવાદ હાઈ-વે પરથી આવી છે જ્યાં ટ્રક અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા આગની લપટો ઉઠી હતી અને ટ્રક બળીને ખાખ થઇ ગઈ હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ-રાજકોટ હાઈવે ઉપર કુવાડવા ગામ નજીક સાત હનુમાનજી મંદિર પાસે એક ટ્રક અને પેટ્રોલ ભરી જતા ટેન્કર વચ્ચે ગુરુવારની રાત્રે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે ટ્રકમાં આગ લાગી ઉઠી હતી અને આગની લપટો ભભકવા લાગી હતી. જેની જાણ રાજકોટ ફાયર બ્રિગેડને કરતા ફાયર બ્રિગેડની ગાડીએ સ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો.

આ અકસ્માતના કારણે હાઇવે ઉપર ટ્રાફિક જામના દૃશ્યો પણ સર્જાયા હતા.આગ પર કાબૂ મેળવી લેવાયા બાદ પોલીસે ટ્રાફિક પૂર્વવત કર્યો હતો. બનાવને પગલે ઘટનાસ્થળે લોકોને ટોળાં પણ એકઠા થઈ ગયા હતા.

પોલીસ દ્વારા ટોળાને વિખેરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે જોત જોતામાં જ ટ્રક અને ટેન્કર બાળીને ખાખ થઇ ગયા હતા. આ અકસ્માતની અંદર સિમેન્ટ ભરેલા ટ્રકના ચાલક છગનભાઇ મકવાણા આગના કારણે દાઝી ગયા હતા, તેમને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

Niraj Patel