રાજકોટમાં 20 વર્ષિય યુવતિએ ગળેફાંસો ખાઇ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાંથી સામે આવી હકિકત

લક્ષ્મીનગરમાં 20 વર્ષીય શિતલે ગળાફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું, સ્યુસાઈડનોટમાં ચોખ્ખું લખી દીધું કે મારી મૃત્યુ પાછળ….

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા કિસ્સાઓ સામે આવે છે, જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ તો કેટલીકવાર આર્થિક તંગી સહિત પારિવારિક કારણો પણ હોય છે. ત્યારે આજ કાલ તો ઘણા સગીરવયના વિદ્યાર્થીઓ પણ કોઇ નાની અમથી વાતે આપઘાત કરી લેતા હોય છે. હાલ રાજકોટમાંથી આપઘાતનો કિસ્સો સામે આવ્યો છે. જેમાં નાનામવા રોડ પર આવેલ લક્ષ્મીનગર વિસ્તારમાં રહેતી 20 વર્ષીય શિતલ પારઘીએ પોતાના ઘરે ઉપરના માળે આવેલ રૂમમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

ઘટનાની જાણ થતાં જ માલવીયાનગર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. જણાવી દઇએ કે, શિતલના પિતા મહાનગરપાલિકાના રોશની વિભાગમાં હેલ્પર તરીકે ફરજ બજાવે છે. કપડા ધોયા બાદ શિતલએ તેની નાની બહેનને કહ્યું કે, હું કપડા સુકવવા ઉપર જવું છું. જે બાદ એક કલાક જેટલો સમય વીતી ગયો અને પછી પણ છતાં શિતલ નીચે ન આવતા તેની નાની બહેન ઉપર જોવા ગઈ હતી. જ્યાં તેણે શિતલનો મૃતદેહ લટક્તો જોયો અને પછી બુમાબુમ કરી.

બૂમાબૂમ કરતા આજુબાજુના લોકો પણ દોડી આવ્યા અને 108ને જાણ કરી. જો કે, ત્યાં સુધી ચેનું મોત થઇ ગયુ હતુ. શિતલના મૃતદેહને પોલિસે પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલે ખસેડ્યો અને તપાસમાં સામે આવ્યુ કે, શિતલ સ્વભાવથી તામસી હતી. ઉલ્લેખનીય છે કે, મૃતકે આપઘાત પહેલા સુસાઇડ નોટ પણ લખી હતી, જેમાં લખ્યું હતું કે, મારા આ પગલાં પાછળ પરિવારનું કોઈ વ્યક્તિ જવાબદા૨ નથી. જો કે, તેમ છત્તાં સાચું કારણ જાણવા પોલિસે તપાસ હાથ ધરી છે.

Shah Jina