ગામડાની છોકરીએ મમ્મીને ફોન કરીને કહ્યું, ‘હું એકલી મરી જઈશ અને તમને ખબર નહીં પડે.’ તેણે રડતાં કહ્યું, ‘આવી જા…

મારા ગામમાં સમાચાર ફેલાયા તો બધાએ કહ્યું, ‘નાક કપાવી દીધુ.’ પછી આ છોકરીએ કરી બતાવ્યુ એવું કે પરિવાર સાથે ગામનું નામ પણ થયુ રોશન

આજના જમાનામાં છોકરાઓ કરતા છોકરીઓને જરા પણ ઓછી નથી માનવામાં આવતી. આજે તો દેશના બધા સેક્ટરમાં છોકરીઓ જોવા મળે છે. આજે તો છોકરાઓ કરતા છોકરીઓ ઘણી આગળ નીકળી ગઇ છે. શહેરમાં તો માતા-પિતા તેમની છોકરીઓને ભણાવી ગણાવી સારી નોકરી મળે તે માટે પ્રયત્ન કરતા હોય છે અને ઘણી છોકરીઓ એવી છે જે ખૂબ ઊંચા પોસ્ટ પર છે અને માતા-પિતાનું નામ રોશન કરી રહી છે, પણ ગામડામાં આવું નથી હોતુ. ત્યાં લોકો એવું માને છે કે છોકરી રસોઇના કામ કાજ અને છોકરાઓનો ઉછેર કરવા જ બની છે. પરંતુ આ બધાથી ઉપર એક રાજસ્થાનના ગામડાની છોકરીઓ એવું કરી બતાવ્યુ કે તે ગામડાની પહેલી એવી મહિલા બની જે વિદેશમાં કામ કરે છે.

હ્યુમન્સ ઓફ બોમ્બેએ આ છોકરીની કહાની શેર કરી છે. હ્યુમન્સ ઓફ બોમ્બે અનુસાર તે છોકરી કહે છે, રણબીર કપૂરે કહ્યું હતુ ને કે, ‘મારે ઉડવું છે, મારે દોડવું છે, બસ રોકાવું નથી.’ મારે પણ એ જ જોઈએ છે. પણ… હું રાજસ્થાનના એક ગામની હતી – જ્યાં સ્ત્રીઓ પાસેથી માત્ર રસોઈ, સાફ-સફાઈ અને બાળકોને ઉછેરવાની અપેક્ષા રાખવામાં આવે છે. તેથી આ ધારણાઓને તોડવી સરળ નહોતી. પણ હું લડવા તૈયાર હતી, તેથી જ્યારે મેં મારું સ્કૂલિંગ પૂરું કર્યું, ત્યારે બધાએ કહ્યું કે આના લગ્ન કરાવી દો, પણ આ મારું સપનું નહોતું. તેથી મેં પપ્પાને કહ્યું, ‘હું શહેરમાં જઈશ.’ તે સંમત પણ થયા, પણ એક કિંમત ચૂકવ્યા પછી તેમણે મારી સાથે સંબંધ તોડી નાખ્યો.

પરંતુ તે એક કિંમત હતી જે હું ચૂકવવા તૈયાર હતી. હું દિલ્હી ગઇ, પણ ગામડાનું અંગ્રેજી હોવાને કારણે મને ઇન્ટરવ્યુમાં રિજેક્ટ કરવામાં આવશે અને મારા દેખાવના આધારે જજ કરવામાં આવશે. તેથી યૂટયૂબ અને કેટલાક મિત્રોની મદદથી મેં મારી જાતને અપગ્રેડ કરી અને જુલાઈ 2018માં મને કેબિન ક્રૂમાં નોકરી મળી. ઉત્સાહિત થઇ મેં ઘરે ફોન કર્યો, પણ તેઓએ ધ્યાન આપ્યું નહીં. વાસ્તવમાં જ્યારે મારા ગામમાં આ સમાચાર ફેલાયા કે બધાએ કહ્યું, ‘નાક કપાવી દીધુ.’ મારા પરિવારે મારી સાથે સંપૂર્ણપણે સંબંધ કાપી નાખ્યો.

આ બાબતોને વધુ ખરાબ કરવા મારુ પ્રશિક્ષણ પણ અટકી ગયુ, મારી પાસે પાસપોર્ટ નહોતો. હું ફરીથી બેરોજગાર થઇ ગઇ. એવો સમય હતો જ્યારે હું ખાધા વિના દિવસો પસાર કરતી. હું ખોવાયેલી અને ઉદાસ મહેસૂસ કરી રહી હતી. મેં મારા પરિવારને યાદ કર્યો. 2019ની પહેલી રાત, મેં હિંમત એકઠી કરી મમ્મીને ફોન કર્યો અને કહ્યું, ‘હું એકલી મરી જઈશ અને તમને ખબર નહીં પડે.’ તેણે રડતાં કહ્યું, ‘આવી જા. મને ખબર નથી કે શું બદલાઇ ગયુ, પણ મને લાગે છે કે તેઓને સમજાયું કે હું મારા સપનાને છોડી રહી નથી. પપ્પાએ પણ કહ્યું, ‘તારે જે કરવું હોય તે કર.’ હું મજબૂત બની અને કેટલાક મોડેલિંગ ગીગ્સ લીધા, અને બોડી ડબલ તરીકે કામ કર્યું.

જ્યારે મેં કેબિન ક્રૂ તરીકે મારી પ્રથમ ડોમેસ્ટિક ફ્લાઇટ લીધી, ત્યારે મારા જીવને પણ ઉડાન ભરી. વર્ષ 2022માં મને અબુ ધાબીમાં કેબિન ક્રૂ તરીકે બીજી નોકરી મળી. વિદેશમાં કામ કરતી હું મારા ગામની પહેલી મહિલા બની. મારા માતા-પિતાને મારા પર ખૂબ ગર્વ છે. પાપાએ મને ગળે લગાવીને કહ્યું, ‘શાબાશ!’ એક વર્ષ થઈ ગયું છે, અને ત્યારથી અત્યાર સુધી મેં 23 દેશોમાં પ્રવાસ કર્યો છે અને મારા પિતા માટે કાર ખરીદી છે. મને ઘરે છોકરીઓની શાળાઓ અને કોલેજોમાં બોલવા માટે પણ આમંત્રણ આપવામાં આવે છે. એકવાર હું મારા પરિવારને મળવા ગઇ હતી ત્યારે એક છોકરીએ કહ્યું, ‘દીદી, તમે અમારી પ્રેરણા છો.’ તે એ ક્ષણ હતી જ્યારે મેં વિચાર્યું કે, તમામ સંઘર્ષ, ઘણા આંસુ અને એકલતાની રાતો મૂલ્યવાન હતી. જો તેનો અર્થ મારા જેવી અન્ય મમતા માટે પરિવર્તનની દીવાદાંડી હોય તો મારે બદલાવની કિરણ બનવુ છે.

સૌજન્ય આભાર : હ્યુમન્સ ઓફ બોમ્બે

Shah Jina