ખુબસુરત સાળીએ જીજુને લલચાવીને રાત્રે એકલા બોલાવ્યા, દેશની સૌથી મોટી મર્ડર હિસ્ટ્રી સાંભળીને છક થઇ જશો

જીજાજી-સાળી અડધી રાત્રે સુમસામ જગ્યા પર મળ્યા, પછી 110 દિવસ બાદ થયો ચોંકાવનારો ખુલાસો

દુનિયામાં ઘણા એવા અપરાધો થતા હોય છે કે,  જેના કિસ્સા સાંભળીને આપણા રૂંવાડા ઊભા થઇ જાય છે. 1 વર્ષ પહેલા આવો જ કંઇક કિસ્સો રાજસ્થાનમાં બન્યો હતો. બનેવી-સાળીના સંબંધને કલંકિત કરી દે તેવો આ કિસ્સો ગયા વર્ષે સામે આવ્યો હતો. સુમસામ જગ્યા પર અડધી રાત્રે પકડાઇ ગયા જીજાજી અને સાળી, પછી એવી વાત સામે આવી કે બધા જ હેરાન રહી ગયા.

રાજસ્થાનની એક યુવતિએ બુંદીના પોલિસ કોન્સ્ટેબલ જીજાજીના પ્રેમમાં પહેલા પોતાની બહેનનું ઘર ઉજાડ્યુ અને પછી જીજાજીની હત્યા કરી તેનો મૃતદેહ એવી જગ્યાએ દાટ્યો કે રાજસ્થાન પોલિસ ચાર મહિના સુધી કોઇ જ સાબિતી એકઠી કરી શકી નહિ. ચાર મહિનાથી લાપતા બુંદી પોલિસ કોન્સ્ટેબલ અભિષેક શર્માનો સડેલી હાલતમાં મૃતદેહ સવાઇ માધોપુર જિલ્લાના બોંલીથી મળી આવ્યો હતો.

કોન્સ્ટેબલની સાળી અને તેની મિત્રએ મળી હત્યા કર્યા બાદ મૃતદેહને એક જૂના મહેલની પાસે જમીનમાં દાટી દીધો હતો.રાજસ્થાનના બુંદી પોલિસ કોન્સ્ટેબલ અભિષેક શર્માની મોતની આરોપી સાળી અને સાળીના મિત્રને રિમાંડ પર લેવામાં આવ્યા છે. બંનેએ પોલિસ પૂછપરછમાં એવા એવા ખુલાસા કર્યા છે કે, જેને સાંભળીને તમે હેરાન રહી જશો.

Image source

બુંદી એએસપીએ જણાવ્યુ કે, બુંદી પોલિસ કોન્સ્ટેબલ અભિષેકની મોત તેની સવાઇ માધોપુરના બોંલી નિવાસી સાળી શ્યામા વર્માએ તેના મિત્ર-પ્રેમી નાવેદ રંગરેજ સાથે મળીને કરી હતી. શ્યામાએ પોલિસ પૂછપરછમાં જણાવ્યુ કે, તેના તેના જીજાજી સાથે પ્રેમસંબંધ હતા. તે વીસ દિવસ તેના ઘરે પણ રહી હતી.

એ દરમિયાન જ તેની બહેન દિવ્યાને તેમના પ્રેમસંબંધ વિશેની જાણ થઇ હતી. આ વાતને લઇને પતિ પત્ની વચ્ચે ઝઘડો પણ થયો હતો. તે બાદ દિવ્યાએ તેના પતિ વિરૂદ્ધ કેસ દાખલ કરાવ્યો અને ગામમાં આવીને રહેવા લાગી. શ્યામા અભિષેકની પત્નીની ફોઇની દીકરી હતી. પોલિસ તપાસમાં અભિષેકના શ્યામા સાથેના સંબંધ વિશે ખુલાસો થયો હતો. શ્યામાએ બહેનનું ઘર ઉજાડ્યા બાદ અભિષેકને છોડવા વિશે વિચાર્યુ પણ અભિષેક તૈયાર ન થયો. આ બાબત પર શ્યામાએ તેના સાથી સાથે મળીને તેને મોતને ઘાટ ઉતાર્યો હતો.

Image source

પોલિસે યુવતિ સાથે પૂછપરછ કરી તો તેણે તેના સાથી સાથે મળીને હત્યા કરી હોવાની વાત પણ કબૂલી હતી. આ પર પોલિસે તે બંનેની ધરપકડ કરી અને બાદમાં મૃતદેહ નીકાળ્યો. ગયા વર્ષમાં બનેલા આ કિસ્સામાં મૃતદેહ લગભગ 110 દિવસ જૂનો જણાવવામાં આવી રહ્યો છે. પૂછપરછમાં સામે આવ્યુ કે, તે બંનેએ હત્યા કરી મૃતદેહને જૂના મહેલ પાસે દાટી દીધો હતો. રાજસ્થાનના બુંદીના બીબનવા રોડ નિવાસી પોલિસ કોન્સ્ટેબલ અભિષેક શર્મા 28 ઓગસ્ટ 2019ના રોજ રહસ્યમયી રીતે ગાયબ થઇ ગયા હતા. 30 વર્ષિય અભિષેક 11 વર્ષ પહેલા રાજસ્થાન પોલિસમાં ભરતી થયા હતા. તે વર્તમાનમાં બુંદી પોલિસ લાઇનમાં તૈનાત હતા.

Image source

અભિષેકની બહેન શીતલ શર્મા અને માતા દમયંતી શર્માએ જણાવ્યુ કે, તે કયારેય પણ વિચારી શકતા ન હતા કે અભિષેક આવા ષડયંત્રમાં ફસાઇ જશે. શ્યામાએ પહેલા તો તેની બહેન અને જીજાજીનું ઘર ઉજાડ્યુ અને બાદમાં તેને જ મોતને ઘાટ ઉતારી દીધો.

Shah Jina