17 વર્ષના કિશોરની એવી બેરહેમી પૂર્વક હત્યા કરી કે સાંભળીને જ ચોંકી જશો, આરોપીઓએ શરીર પર એટલા ચાકુના વાર કર્યા કે…

ગુજરાત સહિત દેશભરમાંથી અનેક ગુનાહિત પ્રવૃત્તિઓ સામે આવતી રહેતી હોય છે. આવી પ્રવૃત્તિઓમાં ચોરી અને હત્યાના કિસ્સાઓ બનતા હોય છે. ત્યારે હાલ એક કેવો કિસ્સો સામે આવ્યો છે, જે રૂવાંડા ઊભા કરી દેનારો છે. ઘટનાની વિગત એવી છે કે, એક 17 વર્ષના કિશોરની નિર્દયતાથી હત્યા કરી દેવામાં આવી છે. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં જોઇ શકાતુ હતુુ કે યુવકો રાજકુમારને તીક્ષ્ણ છરી વડે હુમલો કરીને નિર્દયતાથી મારતા જોવા મળે છે. આ ઘટના રાજસ્થાનના કોટા શહેરની છે જે ખરેખર હૃદયદ્વાવક છે.

પરિજનોના જણાવ્યા અનુસાર મૃતક રાજકુમારનો મૃતદેહ મંગળવારે અનંતપુરા ફોરલેન પહેલા બંધા-ધરમપુરા ગામની દિશામાં ખાણ નજીકથી મળી આવ્યો હતો. ફક્ત મિત્રો જ તેને ત્યાં લઈ ગયા. ત્યાં તેણે પહેલા દારૂ પીધો અને પત્તા રમ્યા. પછી ષડયંત્રના કારણે, મિત્રોએ જ રાજકુમારની નિર્દયતાથી હત્યા કરી. મંગળવારે જ મૃતદેહ મળ્યા બાદ પોલીસે પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પોલીસ કેસ નોંધીને તપાસ કરી રહી છે. પોલીસ અધિકારીઓનો દાવો છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે અને ગુનો બહાર આવશે.

કેશવપુરાનો રહેવાસી મૃતક રાજકુમાર 12મા ધોરણનો વિદ્યાર્થી હતો. તેના પિતા ઓમપ્રકાશ શર્મા કોટા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પોસ્ટેડ છે. મૃતક રવિવારે કેશવરાયપાટનથી સ્વજનો સાથે પરત ફર્યો હતો. શા માટે તેની હત્યા કરવામાં આવી? હજુ સુધી જાહેર કરી શક્યા નથી. સાંજે 4 વાગ્યાની આસપાસ રાજકુમાર ઘરેથી નીકળ્યો અને પાછો ફર્યો નહીં. પરિવાર થોડા સમય સુધી રાજકુમારને ફોન કરતો રહ્યો, પરંતુ મોબાઈલ સ્વીચ ઓફ હતો. રવિવારે રાત્રે 11 વાગ્યા સુધી રાજકુમારની શોધખોળ ચાલી હતી.

પિતા ઓમપ્રકાશએ સોમવારે મહાવીર નગર પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. સગીરનો કેસ હોવાથી પોલીસે અપહરણનો ગુનો પણ નોંધ્યો હતો. મંગળવારે તે મૃત મળી આવ્યો હતો. જ્યાં મૃતદેહ મળ્યો ત્યાં 100 મીટર સુધી લોહી ફેલાયું હતું,. નજીકમાં તૂટેલી દારૂની બોટલો અને ઢાંકણા મળી આવ્યા હતા. કાર્ડ પણ મળી આવ્યા હતા.

પરિજનોનું કહેવું છે કે એક મહિના પહેલા રાજકુમારના હાથમાંથી પડોશી યુવકનો મોબાઈલ પડી જતાં તૂટી ગયો હતો. આ બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો. હત્યારાઓ પાક્કા ઈરાદા સાથે આવ્યા હતા અને તેમણે હત્યા કરવાના સમયે વીડિયો પણ શૂટ કર્યો હતો. આ વીડિયો લગભગ 1 મિનિટ 22 સેકન્ડનો છે, જેમાં જોઇ શકાય છે કે, હત્યારા ક્રુરતાથી રાજકુમાર પર ચાકૂના વાર કરી રહ્યા છે. એક બીજો બદમાશ પેટમાં ચાકૂ મારવાની વાત કરી રહ્યો છે. તેમાં એવું પણ બોલતા સંભળાઇ રહ્યુ છે કે, આને તો મારીને જ જઇશ.

Shah Jina