ખબર

હે ભગવાન જેનો ડર હતો એજ થયું, હવે ગુજરાતના પાડોશી રાજ્યએ પણ લગાવી દીધું સંપૂર્ણ લોકડાઉન, જતા પહેલા જરા જોઈ લો શું ખુલ્લું છે અને શું બંધ

કોરોનાના કેસ દેશભરમાં સતત વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા ઘણી જગ્યાએ રાત્રી કર્ફયુ લગાવી દેવામાં આવ્યા છે, તો ઘણા રાજ્યોની અંદર સદંતર લોકડાઉન પણ લગાવી દેવામાં આવ્યું છે. ત્યારે હાલ મળેલી ખબર પ્રમાણે ગુજરાતના પાડોશી રાજ્ય રાજસ્થાનમાં પણ સંપૂર્ણ લોકડાઉન જાહેર કરી દેવામાં આવ્યું છે.

કોરોના વાયરસના વધતા મામલાઓ જોતા રાજસ્થાનમાં કડક લોકડાઉન લગાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ લોકડાઉન 10 મેથી લઈને 24 મે એટલે કે બે અઠવાડિયા સુધી લાગુ રહેશે.

રાજસ્થાન સરકાર દ્વારા રાજ્યમાં થનારા બધા જ પ્રકારના લગ્ન સમારંભ ઉપર 31 મે સુધી પ્રતિબંધ મૂકી દીધો છે. જો કે ઘરની અંદર અને કોર્ટમાં લગ્ન કરવાની મંજૂરી આપવામાં આવી છે. પરંતુ આવા લગ્નની અંદર ફક્ત 11 લોકોને જ જોડાવવાની પરવાનગી આપવામાં આવી છે. તો આવા લગ્નમાં બેન્ડ વાજા, વરઘોડો અને મીઠાઈ વાળાને બોલાવવાની પરવાનગી નથી આપવામાં આવી.

કારખાનામાં કામ કરવાની પરવાનગી આપવામાં આવી છે, પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ ઉપર કડક રોક લગાવી દેવામાં આવી છે. મેડિકલ સેવાઓ સિવાયના તમામ પ્રકારના ખાનગી અને સરકારી ટ્રાન્સપોર્ટના સાધન જેમ કે બસ, જીપ વગેરે પૂરી રીતે બંધ રહેશે. આંતરરાજ્ય અને રાજ્યની અંદર માલસામાનનું પરિવહન કરનારા ભારે વાહનોની અવર જવર, માલના લોડિંગ અન અનલોડિંગની મંજૂરી હશે.