ભરતપુર : ડોક્ટર દંપતિની કરવામાં આવી ગોળી મારીને હત્યા, પત્ની પર પતિની પ્રેમિકા અને તેના બાળકને જીવતા સળગાવવાનો આરોપ

ડોક્ટર દંપતિની હત્યાનો LIVE વીડિયો, બે બદમાશોએ મારી 6 ગોળીઓ… જયારે આ હત્યારા ભાગ્યા ત્યારે હજુ એક કાંડ કરતા ગયા..જુઓ વીડિયો

રાજસ્થાનના ભરતપુરમાં દિનદહાડે ડોક્ટર પતિ-પત્નીની કેટલાક લોકોએ હત્યા કરી દીધી. બાઇક પર સવાર બદમાશોએ ડોક્ટર દંપતિની ગાડી રોકાવી અને ગાડીનો કાચ નીચે કરાવ્યો તેમજ ઉપરા ઉપરી 6 ગોળીઓ ચલાવી દીધી. આ ઘટના ભરતપુરના નીંમ ગેટ વિસ્તારની બતાવવામાં આવી રહી છે.

ડો. સીમા અને ડો. સુદીપની સ્થળ પર જ મોત થઇ ગઇ હતી. એવું જણાવવામાં આવી રહ્યુ છે કે, ડો.સીમા પર તેના જ પતિની પ્રેમિકા અને તેના બાળકને જીવતા સળગાવવાનો આરોપ છે. જે માટે બંને જેલ પણ ગયા હતા. આ જ વાતનો બદલો લેવા માટે ડો.સુદીપની પ્રેમિકાના ભાઇએ આ હત્યાને અંજામ આપ્યો હોઇ શકે છે, એવું જણાવવામાં આવી રહ્યુ છે.

નોંધનીય છે કે, ડોક્ટરના અવૈદ્ય સંબંધોનો ખુલાસો સાત નવેમ્બર 2019ના રોજ તેમની પત્ની સીમા ગુપ્તાને પડી હતી. સીમા ગુપ્તા તેમની માતા સાથે સૂર્યા સિટી સ્થિત મકાન પર પહોંચ્યા હતા. જયાં ડોક્ટરની પ્રેમિકા અને તેનો સાત વર્ષિય દીકરો હતો.

જયાં થિનરની બોટલ ફેકવાને કારણે મકાનમાં આગ લાગી ગઇ હતી અને પ્રેમિકા અને તેનો દીકરો જીવતા સળગી ગયા હતા. કેટલાક મહિના પહેલા જ ત્રણે અલગ અલગ મહિનામાં જમાનત પર બહાર આવ્યા હતા

જાણકારી અનુસાર, સાંજે લગભગ 5 વાગ્યાના અરસામાં શ્રીરામ પ્રાઇવેટ હોસ્પિટલથી ગાડી લઇને તેઓ નીકળી રહ્યા હતા. જયાં નીમ ગેટ પર પહોચવા પર બાઇક સવાર બે બદમાશોએ ગાડીને રોકી અને પહેલા ડોક્ટરના કાન આગળ પિસ્તોલથી ગોળી મારી અને તે બાદ પત્ની પર બે-ત્રણ ફાયર કર્યા.

તે લોકો હવામાં ફાયર કરતા રસ્તા પરથી ભાગવામાં સફળ રહ્યા. લોકોએ આ ઘટનાની સૂચના પોલિસને આપી અને તેમને મેડિકલ કોલેજ પહોંચાડવામાં આવ્યા, પરંતુ ડોક્ટરોએ તેમને મૃત ઘોષિત કરી દીધા હતા.

ઉલ્લેખનીય છે કે, ભરતપુરમાં દિનદહાડે થયેલ આ ઘટનાના એક દિવસ પહેલા અહીંથી ભાજપા સાંસદ રંજીતા કોલીના વાહન પર અજ્ઞાત લોકોએ ઇંટોથી હુમલો કર્યો હતો. પોલિસે શુક્રવારે કહ્યુ કે, આ ઘટનામાં સાંસદ કોલીને કોઇ ઇજા તો નથી પહોંચી પરંતુ તેઓ અચેત થઇ ગયા હતા અને તેમને આરબીએમ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જુઓ વીડિયો

Shah Jina