નાના ભાઇની મોત પર ઘરે આવેલા મોટા ભાઇએ પણ તોડ્યો દમ, બંનેના એકસાથે એક જ ચિતા પર થયા અંતિમ સંસ્કાર, ધ્રુસકેને ધ્રુસકે રડ્યુ આખુ ગામ

એકસાથે ઉઠી બે સગા ભાઇઓની અર્થી, નાના ભાઇની મોત પર ઘરે આવેલા મોટા ભાઇએ પણ તોડ્યો દમ, પરિવારમાં મચી ગયો કોહરામ

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર મોતના ચકચારી કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર પરિવારમાં એવી એવી ઘટનાઓ બનતી હોય છે કે કોઇ પણ સાંભળી ચોંકી જાય. હાલમાં એક ઘટના સામે આવી, જેમાં બે સગા ભાઇઓનું મોત થતા એક જ ચિતા પર બંનેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. નાના ભાઇના મોત પર મોટો ભાઇ ઘરે પહોંચ્યો હતો, પણ તેનું પણ તે સમયે મોત થઇ ગયુ. બંને ભાઇઓની એકસાથે અર્થી ઉઠતા ઘરમાં તો કોહરામ મચી ગયો હતો. રાજસ્થાનના બાડમેરના સિણધરી વિસ્તારના હોડૂ ગામનો 26 વર્ષિય સુમેર સિંહ ગુજરાતના સુરતમાં કામ કરતો હતો.

તે ગત મંગળવારે પગ લપસી જવાને કારણે ધાબા પરથી પડી ગયો હતો અને તેણે સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. તેના લાશને અંતિમ સંસ્કાર માટે સારણો લઇ જવામાં આવી. નાના ભાઇના મોત પર મોટા ભાઇ સોહન સિંહને ગામ બોલાવવામાં આવ્યો હતો. બુધવારે સવારે સોહન સિંહ ઘરેથી કેટલાક મીટરની દૂરી સ્થિત ટાંકીમાંથી પાણીની ડોલ ભરી રહ્યો હતો ત્યારે તે અચાનક તેમાં પડી ગયો અને તેનું પણ મોત થઇ ગયુ. 28 વર્ષિય સોહન સિંહ જયપુરમાં સેકંડ ગ્રેડનો અભ્યાસ કરી રહ્યો હતો અને કોમ્પિટીશનની તૈયારી કરી રહ્યો હતો.

પિતાની તબિયત ખરાબ હોવાનું બહાનું બનાવી સોહન સિંહને ગામ સ્થિત તેના ઘરે બોલાવવામાં આવ્યો હતો. આ ઘટના બાદ તો પરિવાર પર દુખોનો પહાડ તૂટી પડ્યો હતો. એવું કહેવામા આવી રહ્યુ છે કે, જ્યારે ઘણીવાર સુધી તે ઘરે ન પરત ફર્યો તો કેટલાકે ટાંકી પાસે જઇ જોયુ તો તેની લાશ પાણીમાં તરી રહી હતી. આ મામલે તરત જ પોલિસને જાણ કરવામાં આવી અને પોલિસે લાશને બહાર નીકાળી પોસ્ટમોર્ટમ માટે મોકલી તપાસ શરૂ કરી. કેટલાક ગામના વડીલો અનુસાર બંને ભાઇઓ વચ્ચે ખૂબ જ સારો મેળાપ હતો.

સોહન સિહ ભણવામાં હોશિયાર હતો અને સુમેર સિંહ અભ્યાસમાં થોડો કમજોર હતો. મોટા ભાઇ સોહનના અભ્યાસનો ખર્ચ નાનો ભાઇ સુમેર ઉઠાવતો હતો. સિણધરી પોલિસ સ્ટેશન અધિકારી અનુસાર, એક ભાઇનું મોત સુરતમાં છત પરથી પડવાને કારણે થયુ અને બીજા ભાઇનું મોત પાણીની ટાંકીમાં પડવાને કારણે થયુ. પરિવારજનોનું કહેવુ છે કે પગ લપસી જવાને કારણે સોહન ટાંકીમાં પડી ગયો અને તેનું મોત થયુ. ત્યાં આત્મહત્યાની પણ આશંકા સેવાઇ રહી છે.

એવામાં પોલિસ આ મામલાની તપાસ કરી રહી છે. બે ભાઇઓના મોત બાદ જ્યારે ઘરમાંથી બંનેની એકસાથે અર્થી ઉઠી તો ચારેબાજુ કોહરામ મચૂ ગયો. પરિવારના લોકોની રડી રડીને હાલત ખરાબ હતી. બંનેની લાશને અંતિમ સંસ્કાર માટે લઇ જવામાં આવી અને તે બાદ એક ચિતા પર મુખાગ્નિ આપી તેમને અંતિમ વિદાય આપવામાં આવી.

Shah Jina