તારક મહેતાના ચાહકો માટે ખરાબ સમાચાર, ટપ્પુએ છોડ્યો તારક મહેતા શો…

“તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા” શો ટીવીનો લોકપ્રિય અને કોમેડી શો છે. આ શો છેલ્લા 14 વર્ષથી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. આ શો જેટલો લોકપ્રિય છે, તેટલા જ તેના પાત્રો પણ લોકપ્રિય છે. આ શોના બધા કલાકારો તેમના મજાકિયા અંદાજ માટે જાણિતા છે. શોના દર્શકોએ તો ટપ્પુસેનાને મોટી થતી જોઇ છે, જો કે શોના ટપ્પુ અને સોનુંના પાત્રના કલાકારો બદલાઇ ચૂક્યા છે અને દર્શકો નવા કલાકારોને પ્રેમ પણ આપી રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે શોના દર્શકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.

અભિનેતા રાજ અનડકટ તારક મહેતા શોમાં જેઠાલાલના પુત્ર ટપ્પુની ભૂમિકા ભજવે છે. અગાઉ ભવ્ય ગાંધીએ ટપ્પુની ભૂમિકા ભજવી હતી, પરંતુ 2017માં રાજ અનડકટે તેનું સ્થાન લીધું હતું. ત્યારે એક અહેવાલ મુજબ રાજ પણ હવે શો છોડી રહ્યો છે. જો કે શો છોડવાનું તેનું સાચું કારણ હજુ સુધી જાણી શકાયું નથી. એવી અટકળો ચાલી રહી છે કે તેની ડેટિંગની અફવાઓને કારણે તેને સિરિયલમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે અથવા તેને બહાર કરી દેવામાં આવ્યો છે.

મીડિયા રીપોર્ટ્સ અનુસાર, જ્યારે પોર્ટલે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત કુમાર મોદીનો સંપર્ક કર્યો. ત્યારે જવાબમાં અસિત મોદીએ કહ્યું, ‘મને કંઈ ખબર નથી. નોંધનીય છે કે ભવ્ય ગાંધીના શો છોડ્યા બાદ રાજ અનડકટ ટપ્પુની ભૂમિકા ભજવી રહ્યો છે. ચાહકો પણ રાજ અનડકટને ખૂબ પસંદ કરી રહ્યા છે. આવી સ્થિતિમાં રાજ અનડકટનો શો છોડવો એ ફેન્સને ખૂબ જ પરેશાન કરી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, છેલ્લા ઘણા સમયથી રાજ શો છોડવાનું વિચારી રહ્યો હતો અને આ માટે તેણે પ્રોડક્શન હાઉસને વાત પણ કરી હતી. શરૂઆતમાં સિરિયલના મેકર્સ પણ આ વાતને લઇને અસમંજસમાં હતા અને આ જ અરસામાં રાજનો કોન્ટ્રાન્ક્ટ પણ રિન્યૂ થવાનો હતો, પણ તેણે પોતે જ રિન્યૂ કરવાની ના પાડી દીધી અને શોને અલવિદા કહેવાનો નિર્ણય લઇ લીધો. એટલું જ નહીં, તે ક્રિસમસ પહેલાં પોતાનું શૂટિંગ પણ પૂરું કરી લેવાનો છે અને તે બાદ તે શોમાં જોવા મળશે નહિ.

ઉલ્લેખનીય છે કે, હજુ બે-ત્રણ મહિના પહેલાં જ શોના નટુકાકા’ ઘનશ્યામ નાયકનું 3 ઓક્ટોબરના રોજ નિધન થયું હતું. તેઓ છેલ્લા ઘણા સમયથી કેન્સરની બીમારી સામે લડી  રહ્યા હતા. ત્યારે તેમની આ દુનિયામાંથી વિદાય બાદ હવે રાજ શોમાંથી વિદાય લઇ રહ્યો છે.

Shah Jina