શાહી જીવન જીવવાનો શોખીન છે ‘તારક મહેતા’નો ટપ્પુ, મહાભારતમાં પણ જોવા મળી ચૂક્યો છે, જાણો કેટલી લે છેે ફિસ

મહાભારતમાં પણ જોવા મળી ચૂક્યો છે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નો ટપ્પુ, તમે નોટિસ કર્યો ?

ટીવી શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ લોકપ્રિય કોમેડી શો છે. તે ઘણા વર્ષોથી દર્શકોના દિલમાં વસેલો છે. આ શોમાં જે સૌથી વધુ લોકપ્રિય પાત્ર છે તે છે ટપ્પુ સેનાના લીડર ટપ્પુ ઉર્ફે રાજ અનડકટનું…

રાજનો શોમાં મહત્વપૂર્ણ રોલ છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ટપ્પુનો રોલ હંમેશા શોની જાન રહ્યો છે. તેવામાં તેના ચાહકો જાણવા ઇચ્છે કે, રાજને શો કરવા માટેની કેેટલી ફિસ મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

જનસત્તાના રીપોર્ટ અનુસાર, રાજ એક દિવસના શુટના 55 થી 60 હજાર રૂપિયા સુધીની ફિસ લે છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શોમાં ટપ્પુના રોલમાં ભવ્ય ગાંધીને ખૂબ પ્રેમ મળ્યો હતો અને જયારે શોમાં રાજ અનડકટને લાવવામાં આવ્યો તો પ્રોડયુસર્સને એ વાતનો ખ્યાલ હતો કે, રાજને દર્શકો ટપ્પુના રોલમાં અપનાવી લે અને એવું જ થયું. રાજ શોમા આવતા જ શોનો એક ખાસ હિસ્સો બની ગયો. રાજે ચાહકોના દિલમાં તેની એક અલગ જગ્યા બનાવી છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

રાજ અનડકટે ભવ્ય ગાંધીને રિપ્લેસ કર્યો હતો. જેઠાલાલના આ દીકરાને લોકોએ ખૂબ પ્રેમ આપ્યો છે. રાજ આ શો પહેલા કેટલાક ટીવી ધારાવાહિક કરી ચૂક્યો છે. પરંતુ શું તમે જાણો છે કે, ‘મહાભારત’ શોથી તેનું એક ખાસ કનેકશન છે.

 

View this post on Instagram

 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

રાજે આ વાતનો ખુલાસો કર્યો છે. ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ પહેલા તે ‘એક રિશ્તા સાજેદારી કા’ અને ‘એક મુઠ્ઠી આસમાન’માં કામ કરી ચૂક્યો છે. જો કે, ઘણા ઓછા લોકો જાણે છે કે, રાજ ‘મહાભારત’ માં પણ જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Raj Anadkat (@raj_anadkat)

રાજે સ્પોટબોય સાથે વાતચીત કરતા જણાવ્યુ હતુ કે, તે વર્ષ 2013માં પ્રસારિત થયેલ શો ‘મહાભારત’માં 100 કૌરવોમાંના એક ભાઇ બન્યા હતા. રાજે ત્રીજા નંબરના ભાઇનું પાત્ર નિભાવ્યુ હતું. તે વધારે મહત્વપૂર્ણ કિરદાર ન હતું. જો કે, તેના ચાહકોએ જયારે ‘મહાભારત’ નો રીપિટ ટેલિકાસ્ટ જોયો ત્યારે ચાહકોએ તેને ઓળખી લીધો હતો.

Image source

રાજે જણાવ્યુ હતુ કે, જયારે પહેલીવાર સ્ક્રીન પર તેઓ આવ્યા હતા ત્યારે પરિવારમાં બધાની આંખોમાં આસુ આવી ગયા હતા. રાજે કહ્યુ કે, એકવાર કૈઝયુઅલી તેણે તેની માતાને કહ્યુ હતુ કે, તે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં કામ કરશે. જો કે, તેે વિશ પણ તેની પૂરી થઇ ગઇ.

 

Shah Jina