જશ્નની ખુશીઓ બદલાઇ માતમમાં : ભાઇના જન્મદિવસ પર ઓફિસથી જલ્દી નીકળી હતી ન્યુઝ એન્કર, ફ્યુલ ટેન્કરે કચડી દીધી

ગુજરાત રાજય અને દેશભરમાંથી ઘણીવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બનતુ હોય છે કે ઘરમાં કોઇ ખુશી અને જશ્નનો તહેવાર હોય અને કોઇ અકસ્માતી ઘટના બનતા તે ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઇ જતો હોય છે. એક ન્યુઝ એન્કર સાથે એવું જ બન્યુ છે. રાયપુરની ન્યૂઝ એન્કર મહિમા શર્માનું ભિલાઈના સુપેલા પાસે રોડ અકસ્માતમાં મોત થયું હતું. મહિમાના કેટલાક સહકર્મીઓએ જણાવ્યું કે તે આખો દિવસ ખૂબ જ ખુશ હતી. ભિલાઈમાં રહેતા તેના ભાઈનો જન્મદિવસ હતો.

આ ઉજવણી કરવા માટે તે ઓફિસથી વહેલી નીકળી ગઈ હતી. તે તેના ભાઈના જન્મદિવસના ઉત્સાહમાં સ્કૂટી દ્વારા ભિલાઈ જવા નીકળી હતી. રસ્તામાં તે લપસી ગઇ અને બીજી બાજુથી આવી રહેલા ફ્યુઅલ ટેન્કરની ઝપેટમાં આવી ગઇ. મહિમા રાયપુરમાં એકલી રહેતી હતી, મૂળ મધ્યપ્રદેશના કટનીની રહેવાસી મહિમા ગયા વર્ષે અભ્યાસ પૂરો કર્યા પછી થોડા મહિનાઓ પહેલા મીડિયા ઈન્ડસ્ટ્રીમાં જોડાઈ હતી.

થોડા સમય પહેલા મહિમા કોલ સેન્ટરમાં પણ કામ કરતી હતી. મહિમા રાયપુરમાં સ્થાનિક ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ પર કેટલાક ન્યૂઝ શો હોસ્ટ કરતી હતી. રાયપુર મ્યુનિસિપલ કોર્પોરેશનના અધ્યક્ષ પ્રમોદ દુબેએ જણાવ્યું કે કોવિડ સમયગાળા દરમિયાન મહિમાએ તેમની મદદ માટે કેટલાક લોકોનો સંપર્ક કર્યો હતો. તે લોકોને મદદ કરવામાં પોતાનો હાથ અજમાવતી હતી.

મહિમાના સહકર્મીઓએ જણાવ્યું કે ઓફિસમાં કામ કરતી વખતે તે હંમેશા મૈત્રીપૂર્ણ વલણ રાખતી હતી. ભિલાઈના નંદની રોડ વિસ્તારમાં રહેતા રિક્ષા ડ્રાઈવર અભિષેક સિંહ ઉર્ફે રિંકુની નજર સામે આ અકસ્માત થયો હતો. તેમણે જણાવ્યું કે હું રાઈડ લેવા સુપેલા જઈ રહ્યો હતો. મહિમા તેના સ્કૂટર પર મારી સામે જ હતી. સાંજે જીઈ રોડ પાસે મહિલાનું સ્કૂટર સ્લીપ થતાં તે રોડ પર પડી હતી.

ઓટો ડ્રાઈવરે જણાવ્યું કે આ સ્થિતિમાં મહિમા પાવર હાઉસ તરફથી આવી રહેલા હિન્દુસ્તાન પેટ્રોલના ટેન્કરના આગળના પૈડા નીચે આવી ગઈ અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું. અભિષેકે મહિલાને તેના આઈડી કાર્ડથી ઓળખી અને પોલીસને જાણ કરી. હાલ પોલીસે ટેન્કર જપ્ત કર્યું છે અને કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, મહિમાના મોતથી મીડિયા જગતમાં શોકનો માહોલ છે. પત્રકારોએ તેના નિધન પર શ્રદ્ધાંજલિ પણ આપી છે.

Shah Jina