દીકરા- દીકરીઓને આવી હાઈ ફાઈ પાર્ટીમાં જવાની પરમિશન આપતા પહેલા આ વીડિયો જોજો: VIP રોડ પર છોકરાઓ-છોકરીઓ એક બીજાને ઢીબી નાખતા દેખાયા
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે જ્યાં કોઇ પણ વીડિયો આવતા જ વાયરલ થઇ જાય છે. ઘણીવાર દેશમાંથી મારપીટના કેટલાક વીડિયો વાયરલ થતા હોય છે, જેમાંથી કેટલાક ખૌફનાક હોય છે તો કેટલાક ચોંકાવનારા. હાલ એક મારપીટનો જ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે, જેમાં કેટલાક છોકરા-છોકરીઓ રસ્તા પર જોરદાર ઝઘડતા જોવા મળે છે. છોકરીઓ છોકરાઓ પર હુમલો કરી રહી છે અને છોકરાઓ પણ છોકરીઓને મારતા જોવા મળે છ. વીડિયોમાં એકબીજાને ગાળો અને અપશબ્દો બોલવાનો તેમજ બોટલો તોડવાનો અવાજ પણ આવી રહ્યો છે.
આ મામલો શનિવારે મોડી રાતનો જણાવવામાં આવી રહ્યો છે અને હોટલ ગ્રાન્ડ ઈમ્પેરિયાની બહારનો હોવાનું કહેવામાં પણ આવી રહ્યું છે. આ વીડિયો છત્તીસગઢની રાજધાની રાયપુરનો છે. વીડિયો વાયરલ થયા બાદ રાયપુર પોલીસે મામલાની નોંધ લીધી છે. પોલીસ વીડિયોમાં દેખાતા યુવકોને શોધી રહી છે. રવિવારથી સોશિયલ મીડિયામાં આ વીડિયો ફરી રહ્યો છે. જેમાં રાયપુરના વીઆઈપી રોડ પાસે આવેલી ગ્રાન્ડ ઈમ્પેરિયા હોટલની સામે મોડી રાત્રે છોકરા-છોકરીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારપીટ થઈ હતી.
જેમાં કેટલાક છોકરાઓ કાર તરફ દોડતા જોવા મળે છે તો કેટલીક છોકરીઓ લાતો મારતી જોવા મળે છે. તેલીબંધ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જે જણાવ્યું કે તેલીબંધ પોલીસ સ્ટેશને વાયરલ વીડિયોની નોંધ લીધી છે.અજ્ઞાત યુવકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે, CCTV ફૂટેજ પરથી યુવક યુવતીઓની ઓળખ કરવામાં આવી રહી છે. સાથે જ એ પણ જણાવ્યું કે વાયરલ વીડિયો ક્યારેનો છે તે અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી મળી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ટી કરીને પરત ફરી રહેલા છોકરા-છોકરીઓનું આ જૂથ અંદરોઅંદર લડવા લાગ્યું હતું.
કેટલાક છોકરાઓ નશાની હાલતમાં છોકરીઓ સાથે ગેરવર્તણૂક કરતા હતા. આ પછી યુવતીઓએ પણ માર માર્યો હતો. કેટલાક સ્થાનિક લોકોએ પોલીસ પેટ્રોલિંગ ટીમને પણ આ અંગે જાણ કરી હતી. જોકે, પોલીસને જોઈને તમામ છોકરા-છોકરીઓ ભાગી ગયા હતા. રાયપુર પોલીસનો દાવો છે કે આ મામલે ફરિયાદ કરવા કોઈ આગળ આવ્યું નથી. જેને કારણે સુઓમોટો સંજ્ઞાન લઈને અજાણ્યા લોકો સામે કેસ નોંધીને આ બાબતની તપાસ કરવામાં આવી રહી છે.
સ્થાનિક લોકોનું કહેવુ છે કે, આ લાઇનની હોટલમાં રાત્રે 2 વાગ્યા સુધી પાર્ટી રોકટોક વગર ચાલતી રહે છે. આ રીતના ઝઘડા થવાના કિસ્સાઓ પણ સામાન્ય વાત છે. જ્યારે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો તો પોલિસ કાર્યવાહી પર સવાલ ઉઠવા લાગ્યાસ પોતાની કિરકિરી થતી જોઇ પોલિસે આ મામલે ધારા 160 અંતર્ગત અજ્ઞાત યુવક યુવતિઓ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો, જો કે, આ છોકરા છોકરીઓ હાલ ક્યાં છે તેની કોઇ માહિતી પોલિસ પાસે પણ નથી.
यह वीडियो रायपुर के सुप्रसिद्ध V.I.P. रोड का है. जिसमे कुछ युवको द्वारा कुछ लड़कियों के साथ मारपीट कर रहे हैं। राजधानी रायपुर में इन दिनों युवा जोश चरम पर है। कभी चाकू कभी लात घुसे का शिकार हर दिन कोई न कोई हो ही जाता है। फिलहाल @RaipurPoliceCG ने इस मामले पर स्वतः संज्ञान लेलिया pic.twitter.com/SlTYcGrgpV
— Amit Mishra (Sahara News) (@AmitMis59003637) June 5, 2022
ઉલ્લેખનીય છે કે, VIP રોડમાં આવી પહેલા પણ કેટલીક ઘટનાઓ સામે આવી ચૂકી છે. એકવાર તો કોરોના લોકડાઉન દરમિયાન આ વિસ્તારમાં હવામાં ફાયર થયુ હતુ. તે બાદ ખૂબ બબાલ પણ મચી હતી. વીઆઇપી રોડમાં ઘણીવાર દારૂના નશામાં ધૂત અકસ્માત પણ થઇ ચૂક્યો છે. જો કે, આ વખતની મારપીટ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ, જે બાદ પોલિસ પર પણ સવાલ ઉઠવા લાગ્યા.