રેલવે સાથે શરૂ કરો આ બિઝનેસ, વર્ષે થશે લાખોની કમાણી, ફક્ત 12 પાસ વ્યક્તિ કમાઈ શકે છે મહિને 80 હજાર રૂપિયા

જો તમે કમાણીની તક શોધી રહ્યા છો તો તમે ભારતીય રેલવે કેટરિંગ અને પર્યટન નિગમ (IRCTC) માં જોડાઈને ઘણું કમાઈ શકો છો. વાસ્તવમાં, ઘણા લોકો IRCTC એજન્ટ બનીને સારી કમાણી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે ભારતીય રેલવેની પેટાકંપની IRCTC ને રેલવે ટિકિટ બનાવવા માટે એજન્ટ બનવું પડે છે, એટલે કે તમારી પોઝિસન રેલ ટ્રાવેલ સર્વિસ એજન્ટની હશે.

વાસ્તવમાં, ટિકિટ કાપવા માટે એજન્ટની નિમણૂક કરવામાં આવે છે. આમાં એજન્ટને ટિકિટ કાપવા પર કમિશન મળે છે. આ દ્વારા એજન્ટો ઇ-ટિકિટ બુક કરી શકે છે. આમાં સ્લીપર ક્લાસની ટિકિટ બુક કરવા માટે 20 રૂપિયા અને એસી ટિકિટ બુક કરવા માટે 40 રૂપિયા કમિશન મળે છે. તો ચાલો જાણીએ તમે કેટલી કમાણી કરી શકો છો.

જાણો, કેવી રીતે થાય છે આવક? : નોંધનીય છે કે આરટીએસએ યોજના મૂળરૂપે 1985 માં અમલમાં આવી હતી. આમાં એજન્ટને ટ્રેનની ટિકિટ બુક કરવાના બદલામાં કમિશન મળતું હતું. જ્યારે કોઈ એજન્ટ યૂઝર્સ લોગીન કરે છે, ત્યારે IRCTC એપ્લિકેશન ડિજિટલ સર્ટિફિકેટને પ્રમાણિત કરશે અને જો પ્રમાણિત હશે, તો તે તેને ટિકિટની સંખ્યા પર કોઈ પ્રતિબંધ લાદ્યા વગર માત્ર ઈ-ટિકિટ બુક કરવાની મંજૂરી આપશે. IRCTC એજન્ટ તરીકે, તમને નોન-એસી ક્લાસમાં રૂ. 20 પ્રતિ PNR અને AC વર્ગમાં PNR દીઠ રૂ. 40 નું કમિશન મળે છે. આ સિવાય, એજન્ટોને રૂ. 2,000 થી ઉપરની કિંમતના ટ્રાન્ઝેક્શનની રકમનો 1% પણ મળે છે.

80,000 રૂપિયા સુધી કમાણી થઈ શકે છે : એક મહિનામાં એજન્ટો બુક કરી શકે તેની સંખ્યાની કોઈ મર્યાદા નથી. તેથી કોઈ એક મહિનામાં અમર્યાદિત સંખ્યામાં ટિકિટ બુક કરી શકે છે. એજન્ટોને દરેક બુકિંગ અને ટ્રાન્ઝેક્શન પર કમિશન મળે છે. એક એજન્ટ દર મહિને રૂ. 80,000 સુધીની નિયમિત આવક મેળવી શકે છે. જો કામ ધીમું હોય કે મંદી હોય તો પણ સરેરાશ 40-50 હજાર રૂપિયા કમાઈ શકાય છે.

એજન્ટ કેવી રીતે બનવું? : તમને જણાવી દઈએ કે જો કોઈ વ્યક્તિ IRCTC એજન્ટ બનવા માંગે છે, તો તેણે 12 પાસ હોવું જરૂરી. જો તમે એજન્ટ માટે અરજી કરી રહ્યા છો તો તમારે પહેલા IRCTC ની સત્તાવાર વેબસાઇટ પર જવું પડશે. ત્યાં તમારે આ માટે અરજી ફોર્મ ભરવાનું રહેશે. આ માટે, તમારે પાન કાર્ડ, આધાર કાર્ડ, મોબાઇલ નંબર, માન્ય ઇમેઇલ આઈડી, ફોટો, રહેણાંક સરનામાનો પુરાવો, Declaration form વગેરે જેવા દસ્તાવેજોની જરૂર પડશે.

એજન્ટ બનવા માટે મારે શું કરવું? : બુકિંગ એજન્સીઓ માટે બે યોજનાઓ છે, પ્રથમ યોજના હેઠળ, એક વર્ષ માટે એજન્સી ચાર્જ છે, એટલે કે 3,999 રૂપિયા. બીજા પ્લાનમાં, બે વર્ષ માટે એજન્સી ચાર્જ 6,999 રૂપિયા છે. તમને જણાવી દઈએ કે જો તમે IRCTC ના એજન્ટ બનવા માંગો છો, તો પહેલા તમારે ડિમાન્ડ ડ્રાફ્ટ એટલે કે DD બનાવવો પડશે.

YC