જોવામાં સ્વીટને અંદરથી ખતરનાક, વૈશાલીએ માતાને જણાવી હતી રાહુલની હકિકત, મોત પહેલા ખોલ્યુ રાઝ

શું જરૂર પડી કુંવારા છોકરાઓને છોડીને 2 બાળકોના પિતા સાથે અફેર કરવાની? અભિનેત્રીની માતાએ અંદરની વાત બધાને જણાવી દીધી

‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ ફેમ વૈશઆલી ઠક્કરે શનિવારના રોજ રાત્રે ઇન્દોરમાં પોતાના ઘરમાં ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી હતી. વૈશાલીની આત્મહત્યા બાદથી આ કેસમાં રોજ નવા ખુલાસા થઈ રહ્યા છે. હવે વૈશાલીની માતાએ મીડિયા સાથે વાત કરતા આરોપ લગાવ્યો છે કે 8 દિવસ પહેલા જે યુવતીએ તેના મિત્રને આત્મહત્યા કરતા અટકાવ્યો,

તે યુવતીને કેટલી હદે હેરાન કરવામાં આવી હશે કે તેણે પોતે જ આત્મહત્યા જેવું પગલું ભર્યું. વૈશાલી ઠક્કરની માતાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે, જ્યારે પ્રથમ લોકડાઉન બાદ વૈશાલી મુંબઈથી ઈન્દોર આવી હતી, ત્યારે તે દરમિયાન તે રાહુલ નવલાણીને મળી હતી અને ત્યારબાદ બંનેની મિત્રતા વધી હતી. રાહુલ પહેલેથી જ પરિણીત હતો અને તેના બે બાળકો પણ છે.

તેણે વૈશાલીને કહ્યું કે હું મારી પત્નીને છૂટાછેડા આપીને તારી સાથે લગ્ન કરીશ, પરંતુ જ્યારે વૈશાલીને લાગ્યું કે રાહુલ તેની પત્નીને છૂટાછેડા નહીં આપે તો તે તેનાથી દૂર થઈ ગઇ. તે બાદ વૈશાલીની સગાઈ થઈ હતી અને આ પછી રાહુલ વૈશાલીને હેરાન કરવા લાગ્યો. જોકે અમને તેના વિશે ખબર નહોતી.

બાદમાં વૈશાલીએ કહ્યું હતું કે છેલ્લા અઢી વર્ષથી રાહુલ તેને ખૂબ પરેશાન કરી રહ્યો છે. આ પછી રાહુલને ફોન કરીને સમજાવવામાં આવ્યો પરંતુ તે માન્યો નહોતો અને તેની પત્ની દિશાએ પણ કહ્યું હતું કે તે વૈશાલીની જિંદગી બગાડી દેશે. વૈશાલીએ આત્મહત્યા કરતા પહેલા તેની માતાને કહ્યું હતું કે રાહુલ ડર ફિલ્મના શાહરૂખ ખાન જેવો છે.

રાહુલ જેટલો બહારથી સ્વીટ છે તેટલો અંદરથી ખતરનાક છે. રાહુલ દ્વારા વૈશાલીને એટલી હેરાન કરવામાં આવી રહી હતી કે લાંબા સમયથી વૈશાલી પોતાની જાતને શાંત રાખવા માટે મહામૃત્યુંજય મંત્ર સાંભળતી હતી.

તે રોજ મેડિટેશન કરતી હતી, જેનો ઉલ્લેખ તેણે પોતાની સુસાઈડ નોટમાં પણ કર્યો છે. રાહુલ ઉપરાંત વૈશાલીએ સુસાઈડ નોટમાં રોહિતના નામનો પણ ઉલ્લેખ કર્યો છે. રોહિત રાહુલની પત્ની દિશાનો ભાઈ છે. વૈશાલીએ વધુમાં જણાવ્યું કે વૈશાલીએ 7 દિવસ પહેલા તેના મંગેતર મિતેશ સાથે ફોટો સ્ટોરી અપલોડ કરી હતી.

મિતેષને રાહુલે સોશિયલ મીડિયા પર મેસેજ કર્યો હતો કે તેની સાથે લગ્ન ન કરો અને વૈશાલીનું પાત્ર સજ્જ છે. જેના કારણે મિતેશ પણ પરેશાન થઈ ગયો હતો.મિતેશ અને વૈશાલીના 20 ઓક્ટોબરે કોર્ટ મેરેજ થવાના હતા, પરંતુ મિતેશ લગ્નની તારીખ લંબાવવાનું વિચારી રહ્યો હતો,

જેના કારણે વૈશાલી વધુ પરેશાન થઈ રહી હતી. આ તમામ કારણોસર તેણે આત્મહત્યા કરી લીધી. વૈશાલીની માતાએ વધુમાં કહ્યું કે મીડિયાને માત્ર એક વિનંતી છે કે સત્ય બહાર લાવે અને મારી પુત્રીને ન્યાય મળે. રાહુલ અને દિશા વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ કેસ નોંધવો જોઈએ, કલમ 306થી કંઈ થશે નહીં.

હાલમાં રાહુલ દેશ-વિદેશ છોડીને બહાર ન જઈ શકે તે માટે રાહુલ નવલાણી વિરુદ્ધ લુકઆઉટ નોટિસ જારી કરવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલે રાહુલની પત્ની દિશા પણ તેને સાથ આપી રહી હોવાનું સામે આવ્યુ છે. પતિ-પત્ની મળીને ઘણા સમયથી વૈશાલીને માનસિક ત્રાસ આપતા હતા. વૈશાલીના મૃત્યુ બાદથી રાહુલ અને તેનો આખો પરિવાર ફરાર હોવાનું કહેવાય છે. હવે જોઈએ કે વૈશાલીના મોતનો મામલો આગળ શું વળાંક લે છે.

Shah Jina