“ના રડશો બાબા” દાદાના આંસુઓ લૂછતી 5 વર્ષની રાહુલ ભટ્ટની દીકરી ગુંજનની આ તસવીર તમને હલબલાવી દેશે

“દાદા, પપ્પા તો સુઈ રહ્યા છે ને ?” એવું સાંભળીને જ દાદાની આંખોમાંથી વહી રહ્યા છે આંસુઓનો ધોધ, કાશ્મીરમાં હિન્દૂ પંડિતની હત્યા બાદ પરિવારનું દર્દ આંખોમાં આંસુઓ લાવી દેશે

આ આંસુઓની પીડા કોણ સમજશે ? આ તસવીર જોઈને તમારું દિલ ફાટી જશે. પુત્રની યાદમાં પિતાના આંસુ રોકાતા નથી.  જે પિતાએ આંગળી પકડીને ચાલતા શીખવ્યું એ જ પિતાને દીકરાની અર્થી ઊંચકવાનો ભાર. વિચારીને કોઈ પણ બાપની આંખો ભરાઈ આવશે. પણ એ છોકરીનું શું જે હમણાં જ દુનિયાને બરાબર સમજવાનું શીખી ગઈ છે. તેના માટે જીવન અને મૃત્યુનું રહસ્ય સમજની બહાર છે. દાદાની આંખમાંથી વહેતા આંસુ લૂછતી રાહુલની દીકરીની આ તસવીર તમને ભાવુક કરી દેશે.

મૃતક રાહુલની 5 વર્ષની પુત્રી ગુંજન હજુ તેના પિતાને શોધી રહી છે. રાહુલ આવ્યો જરૂર પરંતુ ચાલીને નહિ, ચાર ખભા પર. પુત્રના મૃત્યુના સમાચારે પિતાને એવી રીતે ભાંગી નાખ્યા કે તેમની આંખોમાંથી આંસુઓનો ધોધ વહી રહ્યો છે. હવે તો આંસુઓએ પણ આખોનો સાથ છોડી દીધો છે. સૂકી આંખો સાથે, તે તેના પુત્રના હત્યારાઓના મૃત્યુ માટે પ્રાર્થના કરી રહ્યા છે. પૌત્રીને બંને હાથે પકડીને પોતાની જાતને મજબુત બનાવવાનો પ્રયાસ કરી આંખો લૂછી. પૌત્રી રડતી હોય છે અને દાદાને પૂછે છે કે “પિતાજી ક્યાં ગયા છે?” બીતાજી ભટ્ટ હવે આ સવાલનો શું જવાબ આપશે?

ગુંજન તેના દાદાને પૂછતી હશે કે પપ્પા સૂઈ રહ્યા છે ને? પરંતુ એ બાળકીને શું ખબર કે જે પપ્પાના ખોળામાં રમીને તે મોટી થઇ છે તે તેને હવે ક્યારેય ખોળામાં નહિ ઊંચકી શકે, ક્યારેય તેને કપાળ ઉપર ચુંબન નહિ કરી શકે. કદાચ આ વિચારીને રાહુલના પપ્પા પોતાની પૌત્રીને ખોળામાં લઇને રડી રહ્યા છે.. કારણ કે એ નાનકડી જીંદગીને શું કહેવું, હવે તેના પિતા તેને કાયમ માટે છોડીને ચાલ્યા ગયા છે. બંદૂક ચલાવનારા માણસો જાણશે નહીં કે મૃત્યુની પીડા શું છે. તે માત્ર લોહી સાથે કેવી રીતે રમવું તે જાણે છે.

આખરે રાહુલે કોઈનું શું ખોટું કર્યું ? પત્ની મીનાક્ષીએ જણાવ્યું કે જ્યારે રાહુલ રસ્તામાં જતો ત્યારે બધા લોકો તેને સલામ કરતા હતા. તો પછી રાહુલને કોની નજર લાગી ? કાશ્મીરી પંડિત રાહુલના નિધનથી સમગ્ર જમ્મુ-કાશ્મીર શોકમાં છે. જમ્મુમાં લોકોએ ઉગ્ર વિરોધ કર્યો. 35 વર્ષીય રાહુલ મહેસૂલ વિભાગમાં ક્લાર્ક તરીકે ફરજ બજાવતા હતા. પતિની યાદમાં વારંવાર બેભાન થઈ જતી મીનાક્ષીએ કહ્યું કે મારે મારા પતિના હત્યારાઓને ખેંચીને મારી નાખવા સિવાય કંઈ જોઈતું નથી.

મીનાક્ષીએ કહ્યું, આતંકવાદીઓ અમારી પાસેથી સરકારની જીદનો બદલો લઈ રહ્યા છે. રાહુલના હત્યારાઓને બે દિવસમાં મારી નાખો. તેમણે કહ્યું કે સેનાએ કહ્યું છે કે અમે બે દિવસમાં આતંકીઓને ખેંચીને મારી નાખીશું. પરંતુ આ લોકો આ આતંકવાદીઓને કેમ અગાઉથી મારી નાખતા નથી, સુરક્ષા કેમ નથી રાખતા. હવે મારા પતિની હત્યા થઈ ગઈ છે, હવે અમે આતંકવાદીઓને મારીશું.

Niraj Patel