આલિયા-રણબીરની દીકરી રાહાએ એરપોર્ટ પર પેપરાજી સાથે જે કર્યુ તે જોઇ ફિદા થયા લોકો, કહ્યુ- કમાલ છે, આટલી નાની બાળકીને બધુ ખબર છે…
રણબીર અને આલિયા તેમની દીકરી સાથે ન્યૂ યર સેલિબ્રેટ કરવા બહાર ગયા છે. ગત રાત્રે એટલે કે શુક્રવારે એરપોર્ટ પરથી કપલ અને તેમની દીકરીની સુંદર ઝલક સામે આવી, જેમાં રાહા આલિયા પાસે જોવા મળી. આલિયા તેની પ્રિય પુત્રીને ખોળામાં લઈને એરપોર્ટ પર પહોંચી હતી, જે તેની માતાની છાતીએ વળગેલી જોવા મળી હતી. જેવી રાહા કપૂર કેમેરાની સામે આવી કે તેણે પેપરાજીને જોઈને બાય કહ્યું અને ફ્લાઈંગ કિસ પણ આપી.
દીકરી રાહાને આ બધું કરતી જોઈને આલિયા પણ હસવા લાગી અને પપ્પા રણબીર પણ હસી પડ્યા. લોકો હવે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો જોઇ અલગ અલગ રિએક્શન આપી રહ્યા છે. રાહાને મીડિયા સાથે આટલી કંફર્ટેબલ જોઇ ઘણા લોકોએ તેની પ્રશંસા કરી. જ્યારે કેટલાકને અનુષ્કા અને વિરાટનો નિયમ યાદ આવ્યો જેમાં તેઓએ પેપરાજીને તેમના બાળકોના ફોટા ન લેવાની અપીલ કરી હતી. એક યુઝરે લખ્યું છે- તેમને જોઈને મને અનુષ્કા-વિરાટ યાદ આવે છે જેઓ પોતાના બાળકોને બોમ્બની જેમ છુપાવે છે.
જ્યારે એકે લખ્યું- મને ન તો ઘણી સેલિબ્રિટી પસંદ છે અને ન તો કોઈ સ્ટાર કિડ, પરંતુ જ્યારે પણ હું રાહાને જોઉં છું ત્યારે મારા ચહેરા પર સ્મિત આવી જાય છે, તે ખૂબ જ ક્યૂટ છે. ઘણા લોકોએ લખ્યું છે – આને કિડ કહેવાય છે, નો ઈગો, નો શો ઓફ, માત્ર પ્રેમ. તે પહેલેથી જ જાણે છે કે તે ક્વીન છે. એકે કહ્યું – તે રાજ કપૂરનો વારસો જાળવવા જઈ રહી છે, તે ખૂબ જ નેચરલ બાળક છે, ખૂબ જ સુંદર છે.
ઘણા લોકોએ કહ્યું- અદ્ભુત વાત છે, આટલી નાની છોકરી બધું જ જાણે છે.રાહાનો જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં જોવા મળી રહ્યુ છે કે આલિયા અને રણબીર તેમજ તેની દીકરી રાહાને જોઇ પેપ્સે તેમને પોતાના કેમેરામાં કેદ કરવાનું શરૂ કર્યુ. કેમેરાને જોઈને રાહાએ એટલી સુંદર રીતે બાય કહ્યું કે બધા તેના કોન્ફિડન્સના વખાણ કરવા લાગ્યા.
જ્યારે પેપરાજીએ તેને પાછળથી રાહા-રાહા બોલાવી, તો તેણે પાછળ જોયું અને પાછી ફરી પેપ્સને બાય કહેવા લાગી. આટલું જ નહીં રાહાએ બધાને ફ્લાઈંગ કિસ પણ આપી. રાહાની આ ક્યુટનેસ હરકતો જોઈને આલિયા ભટ્ટ અને રણબીર કપૂર પણ હસવા લાગ્યા. રાહાનો આ ક્યૂટ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સ અને નેટિઝન્સ બાળકના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.
લુકની વાત કરીએ તો રણબીર બ્લુ શર્ટ અને ડેનિમ જીન્સમાં જ્યારે આલિયા વ્હાઇટ જેકેટ, ટેન્ક ટોપ અને ડેનિમ જેકેટમાં કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. જણાવી દઇએ કે, રણબીર કપૂર અને આલિયા ભટ્ટે એપ્રિલ 2022માં લગ્ન કર્યાં હતાં અને લગ્નના 7 મહિના પછી તેઓએ તેમના જીવનમાં એક સુંદર પુત્રી રાહાનું સ્વાગત કર્યુ. બે વર્ષની રાહાને આજે કોઈ ઓળખની જરૂર નથી. તે મોસ્ટ ફેવરિટ સ્ટાર કિડ્સમાં સામેલ થઈ ગઈ છે.
View this post on Instagram