કર્મના સ્વામી, ન્યાયાધીશ શનિદેવે શુક્રવાર, 27 ડિસેમ્બર 2024 થી માર્ગી થયા બાદ પહેલી વાર પોતાની ચાલ બદલી છે. જ્યોતિષીઓના મતે, શનિની બદલાયેલી ચાલ 3 રાશિના લોકોને માલામાલ કરી શકે છે. આ રાશિના લોકોના જીવનમાં ખુશીઓ વધશે. ત્યારે ચાલો જાણીએ આ 3 ભાગ્યશાળી રાશિઓ કઈ છે અને આ રાશિના લોકોના જીવનમાં કેવા સકારાત્મક પરિવર્તન આવશે ?
પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિનું જ્યોતિષીય મહત્વ
27 ડિસેમ્બર અને શુક્રવારે શનિ ગ્રહે પોતાની ચાલ બદલી છે. 139 દિવસ સુધી વક્રી રહ્યા બાદ, શનિદેવ 15મી નવેમ્બરના રોજ માર્ગી થયા. 7મી ડિસેમ્બરે રાત્રે 10.42 કલાકે કર્મફળના દાતા શનિદેવ શતભિષા છોડીને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ્યા છે. પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિનું સંક્રમણ વૈદિક જ્યોતિષ શાસ્ત્રના દૃષ્ટિકોણથી અત્યંત મહત્વપૂર્ણ છે કારણ કે આ નક્ષત્ર શનિની પ્રકૃતિ અને અસરોને ઊંડાણપૂર્વક દર્શાવે છે. આ નક્ષત્ર એકાગ્રતા, વિચાર અને પરિવર્તનકારી ઉર્જાનું પ્રતીક હોય છે. આ નક્ષત્રમાં હવે શનિનો પ્રવેશ થયો છે તેથી લોકો પોતાના કર્મ અને તેના પરિણામ સાથે જ દીર્ઘકાલીન યોજનાઓ પર વિચાર કરીને કામ કરશે.
પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં શનિના ગોચરની અસર
માર્ગી થયા પછી શનિએ પહેલી વખત પોતાની ચાલ બદલી છે. શનીનું નક્ષત્ર પરિવર્તન 3 રાશીના લોકોના ભાગ્યને બુલંદ કરશે. પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં શનિનું ગોચર ત્રણ રાશિના લોકો માટે સકારાત્મક અસર લાવનાર સાબિત થશે. આ રાશીઓના જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે. તેઓ કાર્યક્ષેત્રમાં ઉન્નતિ કરશે. તો ચાલો તમને જણાવીએ આ ત્રણ રાશિ કઈ છે અને તેમને શનિ કેવું ફળ આપશે ?
મેષ રાશિ
શનિદેવનું નક્ષત્ર પરિવર્તન મેષ રાશિના લોકોને વિશેષ લાભ આપી શકે છે. મહેનતનું ફળ મળશે, લાંબા સમયથી અટકેલા કામ પૂરા થઈ શકે છે. નોકરીમાં પ્રમોશન સાથે નવી જવાબદારીઓ મળી શકે છે. નવા રોકાણ અને ભાગીદારી કરવા માટે અનુકૂળ સમય. ધાતુ સંબંધિત વેપારમાં નફો વધશે. મેષ રાશિના લોકો આધ્યાત્મિકતા અને માનસિક શાંતિ પર ધ્યાન આપશે. જીવનમાં અનુસાશન વધશે. આત્મવિશ્વાસમાં વધારો થશે.
કન્યા રાશિ
કન્યા રાશિને પણ શનિનું ગોચર અનુકૂળ પરિણામ આપશે. પારિવારિક જીવનમાં આનંદ વધશે. ઘરમાં શાંતિ અને ખુશહાલીનું વાતાવરણ રહેશે. ભૂમિ, વાહન અને સંપત્તિ ખરીદવાના યોગ બની શકે છે. પારિવારિક વિવાદો સમાપ્ત થશે અને સંબંધોમાં મીઠાશ આવશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે બીમારીઓથી રાહત મળી શકે છે. માનસિક ચિંતા ઓછી થશે. લગ્ન ઈચ્છુક લોકોને પ્રસ્તાવ મળી શકે છે.
મકર રાશિ
શનિનું આ ગોચર મકર રાશિના ધન અને વાણીને સૌથી વધુ અસર કરશે. આર્થિક સમૃદ્ધિ અને આત્મવિશ્વાસ સારો રહેશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. જુના રોકાણથી લાભ થશે. આર્થિક સમસ્યાઓનું સમાધાન મળશે. વેપારનો વિસ્તાર થશે. વિદ્યાર્થીઓ માટે સમય સારો. કારકિર્દી માટે ઉત્તમ તક મળશે. વાણીથી અન્ય પ્રભાવિત કરવામાં સફળતા મળશે. જો કે આ સમય દરમિયાન બિનજરૂરી ખર્ચ પર કંટ્રોલ કરવો.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)