રાઘવ ચઢ્ઢાએ શેર કરી પરિણીતી સાથેની સગાઈની અનસીન તસવીરો, કેપશનમાં એવું લખ્યું કે લોકોના દિલ જીતી લીધા… જુઓ
Raghav Chadha Special Note : બૉલીવુડના સેલેબ્સ હંમેશા તેમની પ્રોફેશનલ અને પર્સનલ લાઇફને લઈને ચર્ચામાં રહેતા હોય છે. ત્યારે બૉલીવુડ અભિનેત્રી પરિણીતી ચોપરા પણ છેલ્લા ઘણા સમયથી સાંસદ રાઘવ ચઢ્ઢાના સંબંધોને લઈને ચર્ચામાં છે. આ બંનેના અફેરની ચર્ચાઓ છેલ્લા ઘણા સમયથી ચાલતી હતી, પરંતુ થોડા દિવસ પહેલા જ તેમને આ ચર્ચાઓને સગાઈના બંધનમાં બંધાઈને પૂર્ણ કરી દીધી.
સગાઈ બાદ આ કપલ હવે પોત પોતાના કામોમાં પણ લાગી ગયું છે. પરિણીતી બાદ હવે રાઘવે સોશિયલ મીડિયા પર એક નોટ શેર કરીને પ્રેમ વ્યક્ત કર્યો છે. તેણે સગાઈની ઘણી અનસીન તસવીરો પણ શેર કરી છે. રાઘવે જણાવ્યું કે પરિણીતીએ જ્યારથી તેના જીવનમાં પ્રવેશ કર્યો ત્યારથી તેણે ખુશી અને હાસ્ય ઉમેર્યું છે.
રાઘાવે જણાવ્યું કે સગાઈ સમારોહમાં તેના નજીકના મિત્રોએ ખૂબ એન્જોય કર્યું. રાઘવે લખ્યું, ‘અને એક અદ્ભુત દિવસે, આ સુંદર છોકરીએ મારા જીવનમાં પ્રવેશ કર્યો, તેના સ્મિત, હાસ્ય અને ચમકથી, પ્રેમ અને સમર્થનનું વચન આપ્યું. કોઈ આશ્ચર્ય નથી કે અમારી સગાઈ આટલો આનંદદાયક પ્રસંગ હતો. આનંદ, હાસ્ય અને આનંદના આંસુ સાથે નૃત્ય અમારા નજીકના અને પ્રિયજનોને નજીક લાવ્યા. ખાસ કરીને પંજાબી રીત.”
તસવીરોમાં પરિણીતી અને રાઘવ ઉજવણીના મૂડમાં છે. તેની આસપાસ પરિવારના અન્ય સભ્યો અને મિત્રો જોઈ શકાય છે. એક ફોટોમાં પરિણીતી ભાવુક છે અને રાઘવ તેના આંસુ લૂછી રહ્યો છે. એક ફોટોમાં પ્રિયંકા ચોપરા રાઘવના કપાળ પર તિલક લગાવી રહી છે. ત્યારે રાઘવ દ્વારા શેર કરવામાં આવેલી આ તસવીરો હવે ખુબ જ વાયરલ થઇ રહી છે.
રાઘવે પરિણીતી માટે સ્પેશિયલ પોસ્ટ શેર કરતાની સાથે જ અભિનેત્રીએ તેના પર પ્રતિક્રિયા આપી હતી. પરિણીતીને રાઘવની પોસ્ટ પસંદ આવી. તે જ સમયે, રાઘવની સાસુએ હાર્ટ ઇમોજી પોસ્ટ કર્યું. ફેન્સ પણ કોમેન્ટ કરીને રાઘવના વખાણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું “કંઈ પણ કહો, જોડી શાનદાર છે.”
View this post on Instagram
પરિણીતીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી અને જણાવ્યું કે કેવી રીતે તેણે બ્રેકફાસ્ટ મીટિંગ પછી જ નક્કી કર્યું કે તે રાઘવ સાથે લગ્ન કરશે. તેનાથી મને જીવનમાં શાંતિ મળશે. જણાવી દઈએ કે રાઘવ ચઢ્ઢા અને પરિણીતી ચોપરાએ 13 મેના રોજ દિલ્હીના કપૂરથલામાં સગાઈ કરી હતી. સગાઈ પહેલા બંને ઘણી વખત ડિનર ડેટ પર જોવા મળ્યા હતા.