ઈશા અંબાણીના ઘરની બહાર સ્પોટ થઇ અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ, ટ્રેડિશનલ લુકમાં તસવીરો થઇ ગઈ વાયરલ.. જુઓ

ઈશા અંબાણીના ઘરની બહાર સ્પોટ થઇ અંબાણી પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ, સુંદર લુકમાં તસવીરો વાયરલ

દેશના સૌથી ધનાઢ્ય પરિવારમાંથી એક એવો અંબાણી પરિવાર સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતો હોય છે. અંબાણી પરિવાર દરેક વાર તહેવાર અને પ્રસંગો પણ ખુબ જ ધામધૂમથી ઉજવતો હોય છે. ત્યારે થોડા સમય પહેલા જ અંબાણી પરિવારના નાના દીકરા અંનત અંબાણીની સગાઈ રાધિકા મર્ચન્ટ સાથે થઇ હતી.

સગાઈ બાદ અંબાણી પરિવારની થવા વાળી વહુ રાધિકા મર્ચન્ટ ખુબ જ ચર્ચામાં છે અને હાલમાં જ તે મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના ઘરે યોજાયેલી વેલકમ બેશ પાર્ટીમાં પહોચી હતી. જ્યાં તેની તસવીરોના કારણે તે લાઇમ લાઇટમાં છવાઈ ગઈ. રાધિકા ઈશાન ઘરે ટ્રેડિશનલ લુકમાં જોવા મળી હતી.

ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલના જોડિયા બાળકો માટે ખાસ વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. અંબાણી પરિવારની લાડલી એવી ઈશા અંબાણી અને તેના પતિ આનંદ પીરામલના ટ્વિન્સ માટે ખાસ વેલકમ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સમગ્ર પરિવાર એકજૂટ જોવા મળ્યો હતો. અંબાણી પરિવારની લેટેસ્ટ તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. બીજી તરફ પરિવારની નાની વહુ રાધિકા મર્ચન્ટ ખૂબ જ સુંદર લુકમાં જોવા મળી હતી. રાધિકાની આ તસવીરો થોડી જ મિનિટોમાં વાયરલ થઈ ગઈ છે.

આ દરમિયાન રાધિકા પણ ફોટોગ્રાફરને પોઝ આપતી જોવા મળી હતી. રાધિકા લહેંગામાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. મુકેશ અને નીતા અંબાણી બ્લુ કલરના આઉટફિટમાં જોવા મળ્યા હતા. તેમના મોટા પુત્ર આકાશ અંબાણીએ સફેદ પેન્ટ સાથે પેસ્ટલ ટોન્ડ કુર્તા અને મેચિંગ જેકેટ પહેર્યું હતું, જ્યારે તેમની પત્ની શ્લોકા અંબાણી તેમના પુત્ર પૃથ્વી સાથે મસ્ટર્ડ યલો કપડાંમાં જોવામળી હતી.

અનંત અંબાણીની મંગેતર રાધિકા મર્ચન્ટ લીલા રંગના લહેંગામાં સુંદર લાગી રહી હતી. રાધિકા અંબાણી પરિવારના દરેક ફંક્શનમાં ખૂબ જ સુંદર લુકમાં જોવા મળે છે. જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પુત્રી ઈશા અંબાણીએ 11 નવેમ્બર 2022ના રોજ જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો, જેમના નામ કૃષ્ણા અને આદિયા છે. અંબાણી પરિવાર દરેક ફંકશનમાં સાથે જોવા મળે છે.

Niraj Patel