મુકેશ અંબાણી-નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણી અને બિઝનેસમેન વીરેન મર્ચન્ટ-શૈલા મર્ચન્ટની દીકરી રાધિકા આ વર્ષે જુલાઈમાં લગ્નના બંધનમાં બંધાશે. આ પહેલા કપલ માટે ગુજરાતના જામનગરમાં ત્રણ દિવસીય પ્રિ-વેડિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું. 1 માર્ચથી શરૂ થયેલ આ ભવ્ય સેલિબ્રેશન 3 માર્ચે સમાપ્ત થયુ.
આ સેલિબ્રેશનમાં બોલિવૂડના મોટા સ્ટાર્સ સહિત દેશ-વિદેશની અનેક મોટી હસ્તીઓ સામેલ થઈ હતી. અનંત અને રાધિકાની લગ્ન પહેલાની સેરેમનીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર હજુ પણ છવાયેલા છે. આ ઉપરાંત પણ રોજ નવી નવી તસવીરો સામે આવી છે. ત્યારે હાલમાં રાધિકાની કેટલીક તસવીરો સામે આવી છે, જે ધૂમ મચાવી રહી છે.
પ્રી વેડિંગ સેલિબ્રેશનના છેલ્લા દિવસે અનંત-રાધિકાની હસ્તાક્ષર સેરેમની યોજાઇ હતી, આ દરમિયાન મહેમાનો માટે ઇન્ડિયન હેરિટેજ ડ્રેસ કોડ હતો. આ સેરેમની માટે દુલ્હન રાધિકાએ મશહૂર ફેશન ડિઝાઇનર તરુણ તહિલિયાનીનો ડિઝાઇન કરેલો પેસ્ટલ લહેંગો પહેર્યો હતો, જેને ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો હતો. લહેંગાનો કલર ગોલ્ડન અને બ્લશ પિંક રાખવામાં આવ્યો હતો.
આ સાથે રાધિકાએ એક નહિ પણ બે દુપટ્ટા કેરી કર્યા હતા. રાધિકાનો આ લહેંગો સિલ્ક અને ઓર્ગેંજા મિકસ્ડ કપડાથી બનાવવામાં આવ્યો હતો. આના પર ડાયમંડ જ્વેલરી કેરી કરેલી હતી. ત્યાં બંને હાથમાં હથફૂલ પણ પહેર્યા હતા. આ દરમિયાન રાધિકાની એન્ટ્રી ખૂબ જ ખાસ હતી. રાધિકાએ અનંત માટે ‘દેખા તેનુ પહેલી પહેલી બાર વે’ પર ડાંસ કર્યો હતો.
આ સેરેમનીનો એક વીડિયો પણ કરણ જોહરે પોસ્ટ કર્યો છે, જેમાં અનંત અને રાધિકા ઈમોશનલ થતા જોઈ શકાય છે. આ સિવાય મુકેશ અંબાણી પણ રાધિકાને આવતા જોઈને ભાવુક થઇ જાય છે, આ સમયે નીતા અંબાણી તેમને સપોર્ટ કરે છે. વીડિયોમાં મુકેશ અંબાણી પોતાના આંસુ લૂછતા પણ જોવા મળે છે. જ્યારે દુલ્હન બનેલી રાધિકા ભાવુક અને ઉત્સાહિત થઇ અનંત પાસે પહોંચે છે.
ભલે અનંત અને રાધિકાની શાનદાર પ્રિ-વેડિંગ સેરેમની ખત્મ થઇ ગઇ હોય પણ તેનો ક્રેઝ હજુ પણ સોશિયલ મીડિયા પર ચાલુ છે. પ્રી વેડિંગની તસવીરો અને વીડિયો હજી પણ સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહ્યાં છે. લગ્ન પહેલાની સેરેમનીની કેટલીક અદ્રશ્ય ઝલક પણ દરરોજ સામે આવી રહી છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતનું જામનગર અંબાણી પરિવાર માટે ખૂબ જ ખાસ છે. મુકેશ અંબાણીના માતા કોકિલાબેનનો જન્મ જામનગરમાં થયો હતો. ધીરુભાઈ અંબાણીએ પોતાના બિઝનેસની શરૂઆત જામનગરથી જ કરી હતી. બાદમાં મુકેશ અંબાણીએ પણ જામનગરથી જ બિઝનેસ સંભાળ્યો હતો.નીતા અંબાણીએ એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમના ત્રણ બાળકો ઈશા, આકાશ અને અનંતનું બાળપણ જામનગરમાં જ વીત્યું છે.
તે પોતાના બાળકોને પરિવારના મૂળ સાથે જોડાયેલા રાખવા માંગે છે. અનંત અંબાણીની વાત કરીએ તો, તે ઘણી રિલાયન્સ કંપનીઓના બોર્ડમાં ડિરેક્ટર છે. તે રિલાયન્સની ન્યૂ એનર્જી લિમિટેડ, ન્યૂ સોલર એનર્જી લિમિટેડ અને રિટેલ વેન્ચર્સ લિમિટેડના ડિરેક્ટર છે. તેની મંગેતર રાધિકા એનકોર હેલ્થકેરના બોર્ડની ડિરેક્ટર છે.
View this post on Instagram