પિંક સાડી પહેરી છવાઇ ગઇ અંબાણી પરિવારની થવાવાળી નાની વહુ રાધિકા મર્ચેંટ, એટલા લાખનું બેગ લઇને મારી એન્ટ્રી કે આવી જાય ફ્લેટ

રાજકુમારી જેવી દેખાય છે મુકેશ અંબાણીની નાની વહુ, 48 લાખનું બેગ લઈને નીકળી પડી, ચકાચોંધ થઇ જશે તમારી આંખો

મુકેશ અંબાણી અને નીતા અંબાણીની થવાવાળી નાની વહુ રાધિકા મર્ચેંટ એક બિઝનેસ વુમન હોવાની સાથે સાથે ફેશનિસ્ટા પણ છે, જેને એ સારી રીતે ખબર છે કે લોકોને ઇમ્પ્રેસ કેવી રીતે કરવા છે. રાધિકા એનકોર હેલ્થકેરના સીઇઓ અને વાઇસ ચેરમેન વીરેન મર્ચેંટ અને શૈલા મર્ચેંટની નાની દીકરી છે. રાધિકા આ દિવસોમાં તેના નવા લુકને લઇને ચર્ચામાં છે.

રાધિકા હાલમાં જ 2 માર્ચે ડિઝાઇનર જોડી અબુ જાની-સંદીપ ખોસલાની પાર્ટીમાં પહોંચી હતી અને આ દરમિયાન તેના લુકે બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ. આ ઇવેન્ટમાં રાધિકા પિંક સાડી પહેરી પહોંચી હતી, જેમાં રફલ ડિટેઇલિંગ સાથે એક સુંદર બોર્ડર પણ હતી. આ સાડી સાથે તેણે સીક્વીન-એમ્બેલિશ્ડ બ્લાઉઝ કેરી કર્યુ હતુ.

જેમાં ફ્રંટ અને સ્લીવ્સ પર એલિગેંટ ટૈસલ ડિટેલિંગ હતી. રાધિકા આ લુકમાં ઘણી જ સુંદર લાગી રહી હતી. આ લુક સાથે તેણે શાનદાર ડાયમંડ નેકલેસ અને મેચિંગ ઇયરિંગ્સ કેરી કર્યા હતા અને વાળને મિડ-પાર્ટેડ સ્લીક પોનીટેલમાં બાંધ્યા હતા. આ સાથે તેણે એકદમ નોર્મલ મેકઅપ પણ કર્યો હતો,

જેમાં હાઇલાઇટ ગાલ, ચમકદાર બ્રાઉન ટોન્ડ લિપ્સ, સ્મોકી આંખો અને સ્મૂધ ચીકબોન્સ હતા. અંબાણી વહુએ આ પાર્ટીમાં એક વસ્તુથી બધાનું ધ્યાન ખેંચ્યુ હતુ અને એ હતુ મિની પર્સ, રીપોર્ટ અનુસાર, રાધિકાએ લગ્ઝરી બ્રાંડ હર્મીસના એક બબલગમ પિંક કેલી મિની પર્સ કેરી કર્યુ હતુ. આ નાનકડા બેગની કિંમત લાખોમાં છે,

આ કિંમતથી તમે લક્ઝરી કાર કે ફ્લેટ પણ ખરીદી શકો છે. રાધિકાના આ પિંક હેંડબેગની કિંમત 58600 અમેરિકી ડોલર એટલે કે લગભગ 48 લાખ રૂપિયા છે. જણાવી દઇએ કે, રાધિકા મર્ચેંટે 19 જાન્યુઆરીના રોજ અનંત અંબાણી સાથે સગાઇ કરી હતી.

અનંત અને રાધિકાની નવી શરૂઆતને યાદગાર બનાવવા એંટીલિયામાં એક ભવ્ય સેરેમની પણ યોજાઇ હતી. સગાઇની રસ્મો વર્ષો જૂની ગુજરાતી પરંપરાઓ ગોળધાણા અને ચુનરી વિધિ સાથે શરૂ થઇ હતી, જે બાદ રિંગ એક્સચેન્જ થઇ હતી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina