બ્રિટેનની મહારાણી પોતાની પાછળ છોડી ગયા કેટલી સંપત્તિ ? મિલકત વિશે જાણીને હોંશ ઉડી જશે

પોતાની પાછળ કેટલી સંપત્તિ છોડીને ગયા બ્રિટેનના મહારાણી એલિઝાબેથ દ્વિતીય, વારસામાં કોને મળશે બધી મિલકત

બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયનું ગુરુવારે અવસાન થયું. 96 વર્ષની વયે તેમણે સ્કોટલેન્ડમાં તેમના નિવાસસ્થાને અંતિમ શ્વાસ લીધા. રાણીના અવસાન બાદ તેમની પ્રોપર્ટી અંગે ચર્ચાઓ ચાલી રહી છે. હવે તેમની પાસે કેટલી સંપત્તિ હતી? તેમના નિધન બાદ કોણ તેનો હકદાર બનશે? આવકનો સ્ત્રોત શું હતો? જેવા પ્રશ્નો ઉઠી રહ્યા છે. એલિઝાબેથ દ્વિતીય 1952માં બ્રિટનની રાણી બની જ્યારે તેમના પિતા જ્યોર્જ છઠ્ઠાનું અવસાન થયું.

માત્ર 25 વર્ષની ઉંમરે બ્રિટનની રાણી એલિઝાબેથ દ્વિતીયના માથા પર તાજ પહેરાવવામાં આવ્યો હતો. તે વિશ્વની એકમાત્ર મહિલા હતી જેને વિદેશ પ્રવાસ માટે પાસપોર્ટ કે વિઝાની જરૂર ન હતી.  હાલના સમયમાં 15 સંપ્રભુ રાષ્ટ્રોની મહારાણી રહેલા એલિઝાબેથ દ્વિતીય પોતાની પાછળ અરબોની સંપત્તિ છોડી ગયા છે.

ક્વીન એલિઝાબેથ દ્વિતીયની નેટવર્થને લઈને અલગ-અલગ અહેવાલોમાં ઘણા દાવા કરવામાં આવ્યા છે. ફોર્ચ્યુન અનુસાર રાણી એલિઝાબેથ દ્વિતીયએ $500 મિલિયન (રૂ. 39,858,975,000) ની નેટવર્થ પાછળ છોડી દીધી છે. આ મિલકત પ્રિન્સ ચાર્લ્સ જ્યારે રાજા બનશે ત્યારે તેને વારસામાં મળશે.

બ્રિટનનો રાજવી પરિવાર કરદાતાઓ પાસેથી મોટી રકમ મેળવતો હતો, જે સોવરિન ગ્રાન્ટ તરીકે ઓળખાય છે. તે રાજવી પરિવારને વાર્ષિક ધોરણે આપવામાં આવે છે. વાસ્તવમાં આ અનુદાન રાજા જ્યોર્જ ત્રીજાના સમયમાં શરૂ કરવામાં આવ્યું હતું. તેમણે સંસદમાં એક કરાર પસાર કર્યો હતો. આ રીતે તેમણે પોતાના અને ભાવિ પેઢીઓ માટે ભંડોળ સુરક્ષિત કરવાનો માર્ગ મોકળો કર્યો. આ કરાર, જે મૂળ રીતે નાગરિક સૂચિ તરીકે ઓળખાય છે, તેને 2012માં સાર્વભૌમ અનુદાન દ્વારા બદલવામાં આવ્યો હતો.

વર્ષ 2021 અને 2022 માં સાર્વભૌમ અનુદાનની રકમ 86 મિલિયન પાઉન્ડથી વધુ નક્કી કરવામાં આવી હતી. આ ભંડોળ સત્તાવાર મુસાફરીના ખર્ચ, મિલકતની જાળવણી અને રાણીના ઘર – બકિંગહામ પેલેસની જાળવણી માટે ફાળવવામાં આવે છે. ફોર્બ્સ અનુસાર શાહી પરિવાર પાસે 2021 સુધીમાં લગભગ $28 બિલિયન રિયલ એસ્ટેટ હતી, જે વેચી શકાતી નથી.

બિઝનેસ ઇનસાઇડર અનુસાર, રાણીએ તેના રોકાણો, આર્ટ કલેક્શન, જ્વેલરી અને રિયલ એસ્ટેટ હોલ્ડિંગ્સમાંથી $500 મિલિયનથી વધુની વ્યક્તિગત સંપત્તિ એકઠી કરી હતી. જેમાં સેન્ડ્રિંગહામ હાઉસ અને બાલમોરલ કેસલનો સમાવેશ થાય છે. હવે જ્યારે તેમનું અવસાન થયું છે, ત્યારે તેમની અંગત સંપત્તિનો મોટાભાગનો હિસ્સો પ્રિન્સ ચાર્લ્સને સોંપવામાં આવશે.

હવે એલિઝાબેથ દ્વિતીયની વિદાય બાદ તેનો મોટો પુત્ર ચાર્લ્સ બ્રિટનનો રાજા બન્યો છે. 73 વર્ષીય ચાર્લ્સ બ્રિટન, ઓસ્ટ્રેલિયા, કેનેડા અને ન્યુઝીલેન્ડના 15 દેશોના વડા પણ બન્યા છે. શાહી પરિવારના નિયમો અનુસાર, એલિઝાબેથ દ્વિતીયની વિદાય પછી ચાર્લ્સે સત્તા સંભાળવાની હતી. નિયમો અનુસાર, એલિઝાબેથના નિધન પછી તરત જ ચાર્લ્સને નવા રાજા તરીકે જાહેર કરવામાં આવે છે. લંડનના સેન્ટ જેમ્સ પેલેસમાં વરિષ્ઠ સંસદસભ્યો, સનદી અધિકારીઓ, મેયર, ચાર્લ્સને ઔપચારિક રીતે રાજા બનાવવામાં આવશે.

Niraj Patel