અજગરના ઈંડાને પકડવા જતો હતો આ ભાઈ, ત્યારે જ અજગરે કર્યું એવું કે જોઈને કોઈના પણ રૂંવાડા ઉભા થઇ જશે… જુઓ વીડિયો

મા તે મા ! પોતાના સંતાનો પર કોઈ જોખમ આવવા ના દે.. જેનું ઉત્કુષ્ઠ ઉદાહરણ આ વીડિયોમાં જોવા મળ્યું, જુઓ માદા અજગરે કેવી રીતે કરી તેના ઈંડાની રક્ષા, વીડિયો વાયરલ

Python guarded its egg : દરેક માતા પોતાના સંતાનો પર આવતી મુસિબતો સામે હંમેશા ઢાલ બનીને ઉભી રહે છે. એ માતા ભલે માણસની હોય કે કોઈ મૂંગા પ્રાણીની કે પક્ષીની. સોશિયલ મીડિયા પર તમે આવા ઘણા વીડિયોને વાયરલ થતા પણ જોયા હશે, જેમાં માતા પોતાના બાળક, બચ્ચા અને ઈંડાની રક્ષા કરવા માટે કંઈપણ કરવા તૈયાર થઇ જતી હોય છે.

ત્યારે હાલ એવો જ એક માદા અજગરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. એક ઝૂ કીપર જય બ્રેવર એક સક્રિય ઇન્સ્ટાગ્રામ યુઝર્સ છે જે તેના અસામાન્ય વીડિયો માટે જાણીતો છે. ઇન્સ્ટા પર તેમના દ્વારા શેર કરવામાં આવેલી ક્લિપ વિવિધ સરિસૃપ, ખાસ કરીને અજગર સાથેની તેમની નજીકની ક્રિયાપ્રતિક્રિયા દર્શાવે છે.

ત્યારે હાલમાં તેમને એક માદા અજરનો વીડિયો શેર કર્યો છે, જે તેના ઈંડા અડકવા પર હુમલો કરતી જોવા મળે છે. વીડિયો પોસ્ટ કરતાં તેમણે લખ્યું, “આ સુંદર અજગર ઘણાં ઈંડાં મૂક્યાં છે! ઇંડાનું રક્ષણ કરતી વખતે અજગર હુમલો કરે છે, પરંતુ તે એક ગણતરીપૂર્વકનું જોખમ છે જે હું લેવા તૈયાર છું જેથી ઇંડાને બચવાની વધુ સારી તક મળે.”

 

View this post on Instagram

 

A post shared by Jay Brewer (@jayprehistoricpets)

વીડિયોની શરૂઆતમાં તેને માદા અજગર અને તેના ઈંડાની સામે ઉભો બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ તે ઇંડાને સ્પર્શ કરવાનો પ્રયાસ કરે છે, ત્યારે તે તેના પર ત્રાટકે છે અને તેને કરડવાની કોશિશ કરે છે. ત્યારે આ વીડિયો હવે સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો પણ તેના પર અલગ અલગ પ્રતિક્રિયાઓ આપતા જોવા મળી રહ્યા છે.

Niraj Patel