ગણપતિ ઉપર પણ છવાયો પુષ્પાનો અંદાજ, પંડાલમાં જોવા મળી અલ્લુ અર્જુનના “ઝુકેગા નહિ” સ્ટાઇલમાં બાપ્પાની પ્રતિમા, જુઓ વીડિયો

આજથી ગણેશોત્સવ શરૂ થઇ ગયો છે, અને ઠેર ઠેર ગણપતિના પંડાલ પણ શણગારાઈ ગયા છે. જેમાં બાપ્પાની ભવ્ય પ્રતિમાઓ અને અલગ અલગ અંદાજની પ્રતિમાઓ જોવા મળી રહી છે. છેલ્લા બે વર્ષમાં કોરોનાના કારણે ગણેશોત્સવની મોટી ઉજવણી જોવા મળી નહોતી પરંતુ આ વર્ષે કોરોના પ્રકોપ ઓછો થવાના કારણે હવે ઠેર ઠેર ધામધૂમથી ગણેશોત્સવ ઉજવાઈ રહ્યો છે.

ત્યારે હાલમાં સામે આવેલા એક વીડિયોમાં ગણપતિ બાપ્પા ઉપર પણ પુષ્પાનો ખુમાર જોવા મળ્યો હતો. સ્ટાઇલિશ સ્ટાર અલ્લુ અર્જુનનો ક્રેઝ પુષ્પાઃ ધ રાઇઝની રિલીઝથી જ દર્શકોને ક્રેઝી બનાવી રહ્યો છે. આ ફિલ્મમાં તેની વાત કરવાની સ્ટાઈલથી લઈને તેની ડાન્સિંગ સ્ટાઈલ સુધી, ચાહકોએ ઘણી કોપી કરી જે દરેક જગ્યાએ ટ્રેન્ડ થવા લાગી. પુષ્પા ધ રાઇઝ માટે ચાહકોનો ક્રેઝ ખતમ થતો નથી. આવી સ્થિતિમાં ગણેશ ચતુર્થીના તહેવારની વચ્ચે પણ બાપ્પાની મૂર્તિઓ પર પુષ્પાની સ્ટાઈલ દેખાવા લાગી છે.

સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો અને વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યા છે જેમાં ગણપતિ બાપ્પા પુષ્પા સ્ટાઈલમાં જોવા મળ્યા હતા. જેણે પણ આ તસવીરો જોઈ તે દંગ રહી ગયા. તમને અલ્લુ અર્જુનનો એ ડાયલોગ યાદ હશે જેમાં તેણે દાઢી નીચે હાથ ફેરવતા હતું કે, “ઝુકેગા નહિ”. ગણેશજીની આ મૂર્તિ બિલકુલ એવી જ રીતે જોવા મળી હતી.

એવું કહી શકાય કે અલ્લુ અર્જુનના ક્રેઝ અને સ્ટારડમનું આ જીવતું જાગતું ઉદાહરણ છે જે ફિલ્મની રિલીઝના આટલા લાંબા સમય પછી પણ ખતમ થાય તેમ લાગતું નથી. આ વર્ષે પુષ્પા રાજની શૈલીમાં મૂર્તિઓ તૈયાર કરવામાં આવી રહી છે. ક્યાંક આવી મૂર્તિઓ જોવા મળી છે, જ્યાં ગણપતિ પુષ્પા શાહી શૈલીમાં બેઠેલા જોવા મળ્યા હતા.

અગાઉ, લોકોએ આરઆરઆરના દક્ષિણ સ્ટાર રામ ચરણની ભૂમિકા પર આધારિત ભગવાન ગણેશની મૂર્તિઓ બનાવી હતી. અલુરી સીતા રામ રાજુની ભૂમિકા ભજવનાર રામ ચરણના દેખાવની નકલ કરીને, શિલ્પકારોએ તેમની જેમ તેમની મૂર્તિઓ બનાવી.

Niraj Patel