5 વર્ષ પહેલા લવ મેરેજ કરનારી યુવતિની પતિએ કરી હત્યા, પછી પત્રમાં લખ્યુ- “કોઇ પતિ પત્નીનો અવૈદ્ય સંબંધ બર્દાશ્ત ન કરી શકે”

માં-બાપની ઈજ્જત કાઢીને ભાગીને લગ્ન કરનારા આ વાંચજો…5 વર્ષ પછી પતિએ પત્નીની કરી નાખી આવી હાલત, વાંચીને ધ્રુજી જશો

ગુજરાત સહિત આખા દેશમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, અવૈદ્ય સંબંધ અને અંગત અદાવત જેવા કારણો હોય છે. ત્યારે બિહારના પૂર્ણિયામાંથી એક મહિલાની નિર્મમ રીતે હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યુ છે. મહિલાની લાશ ભાડાના મકાનમાંથી મળી આવી હતી. મૃતકનું નામ કલ્યાણી છે. આ ઘટના સહેરના ખજાંચી ગાટ પોલિસ સ્ટેશન વિસ્તારના પ્રભાત કોલોનીની છે.

ઘટનાની જાણ થતા જ પોલિસ કાફલો દોડી ગયો હતો અને તપાસમાં જોતરાઇ હતી. પોલિસને ઘટનાસ્થળથી એક નોટ પણ મળી આવી હતી. જેમાં લખ્યુ હતુ કે પતિના રહેતા બીજા સાથે સંબંધ બાંધવાનો આ જ અંજામ હોય છે. નીચે નામ નીરજ લખેલુ હતુ. જણાવી દઇએ કે, નીરજ મૃતક કલ્યાણીનો પતિ છે. પોલિસને આશંકા છે કે પતિએ વજનદાર રોટલી બનાવવાની તવીથી માથા પર વાર કરી પત્નીની હત્યા કરી હતી. મૃતકનો મોબાઇલ પણ તેના પતિ પાસે હતો.

કલ્યાણીની લાશ ઓગસ્ટ મહિનામાં પ્રભાત કોલોનીમાં બંધ રૂમમાં મળી હતી. પાસે જ લોખંડની તવી પડેલી હતી. જે બાદ અનુમાન લગાવાઇ રહ્યુ હતુ કે તવાથી મારી તેની હત્યા કરવામાં આવી અને પછી પત્ર લખવામાં આવ્યો. કલ્યાણીની માસિયાઇ બહેન વિષ્ણુ પ્રિયાએ પોલિસ સ્ટેશનમાં હત્યાનો કેસ દાખલ કરાવ્યો હતો. તેણે કહ્યુ હતુ કે મૃતક તેની માસીની છોકરી હતી. તેણે તેના નિવેદનમાં કહ્યુ કે, કલ્યાણી કુમારીની હત્યા તેના પતિ નીરજ મહેતા,

નીરજના મિત્ર ગૌતમ કુમાર અને અન્ય લોકોએ પ્રભાત કોલોની સ્થિત રૂમમાં કરી હતી. નીરજ કલ્યાણીને ધમકી પણ આપતો રહેતો હતો. હત્યા બાદથી નીરજ ફરાર હતો. ફરિયાદીએ જણાવ્યુ કે, મૃતકે લવ મેરેજ કર્યા હતા. બંનેને એક 4 વર્ષની દીકરી પણ છે. કેટલાક દિવસોથી બંને વચ્ચે ખટપટ ચાલી રહી હતી અને નીરજને શક હતો કે પત્ની કોઇ બીજા પુરુષ સાથે સંપર્કમાં હતી.

Shah Jina