પોતાના પાછળ કરોડોની પ્રોપર્ટી મૂકીને ગયા પુનીત રાજકુમાર, આલીશાન ઘર અને કારોનો કાફલો છે સામેલ

જે મહાન અભિનેતાની મૃત્યુના સમાચાર સાંભળતા જ 3 ફેન્સ મરી ગયા એ અભિનેતાનું આલીશાન ઘરની તસવીરો જોઈને ચોંકી જશો..લાઇફ હોય તો આવી

કન્નડ સિનેમાના ચર્ચિત અભિનેતા પુનીત રાજકુમારનું 29 ઓક્ટોબર 2021ના રોજ હાર્ટ એટેકને કારણે નિધન થઇ ગયુ. અભિનેતાએ બેંગલુરુની વિક્રમ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. તેમના મૃત્યુથી માત્ર તેમના પરિવારને જ નહીં પરંતુ તેમના ચાહકો અને સમગ્ર ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ આઘાત લાગ્યો છે. અભિનેતા પુનીત રાજકુુમારે ફિલ્મ ‘અપ્પુ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી, ત્યારબાદ તેમણે ક્યારેય પાછળ વળીને જોયું નથી.

ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કર્યા પછી તેમણે ઘણી હિટ ફિલ્મો આપી, જેના કારણે તેના ચાહકોએ તેમને ‘પાવરહાઉસ’ નામ આપ્યું. અભિનેતાએ માત્ર અભિનયની દુનિયામાં જ નહીં પરંતુ સેવાભાવી કાર્ય, ડાન્સ અને એન્કરિંગની દુનિયામાં પણ ઘણી ખ્યાતિ મેળવી હતી. અભિનેતા જ્યારે માત્ર છ મહિનાના હતા ત્યારે ફિલ્મ ‘પ્રેમદા કનિકે’માં ઓન-સ્ક્રીન જોવા મળ્યા હતા. જો કે, મોટાભાગના લોકો તેમને માત્ર તેમની શાનદાર એક્ટિંગ માટે જ ઓળખે છે,

ઘણા ઓછા લોકો જાણે છે કે, તેમને લક્ઝરી લાઈફસ્ટાઈલ જીવવાનો પણ શોખ હતો. અભિનેતાની જીવનશૈલીનો અંદાજ તેના બેંગ્લોરમાં આવેલા આલીશાન ઘર પરથી લગાવી શકાય છે. તેમના નિધન પછી, ઘણા લોકો તેમના વિશે બધું જાણવા માંગે છે. મીડિયા રીપોર્ટ્સ અનુસાર, તમે અભિનેતાની જીવનશૈલી કેવી હતી તેનો અંદાજ બેંગ્લોરમાં તેના આલીશાન ઘરને જોઈને મેળવી શકો છો.

લિવિંગ રૂમ હોય કે માસ્ટર બેડરૂમ, તેમના ઘરનો દરેક ખૂણો ઘણું બધું કહી જાય છે. આ ઘરમાં પુનીત રાજકુમાર ઉપરાંત તેમનો ભાઈ રાઘવેન્દ્ર પણ રહે છે. સદાશિવનગર બેંગ્લોરના પોશ વિસ્તારમાં બનેલું છે. બંને ભાઈઓએ તેમના પિતા ડૉ.રાજકુમારના જૂના મકાનનું નવીનીકરણ કરાવ્યું. આ દરમિયાન એક્ટરે એન્ટ્રીથી લઈને ઈન્ટિરિયર સુધી દરેકનો દેખાવ બદલી નાખ્યો હતો.

પુનીતના ઘરના ગેટની અંદર જતાની સાથે જ એક મોટો બગીચો પણ છે, જે ખૂબ જ સુંદર પણ છે. જ્યાં પુનીત અવારનવાર વર્કઆઉટ કરતા હતા. તમે તેમના ઇન્સ્ટાગ્રામ પર આવા ઘણા વીડિયો જોઈ શકો છો. પુનીત તેમની પત્ની અશ્વિની અને પુત્રીઓ સાથે 2017માં અહીં શિફ્ટ થયા હતા તેમણે ઘરના દરેક ખૂણામાં કોમ્બિનેશન અને કોન્ટ્રાસ્ટ કલરનું ધ્યાન રાખ્યું. જેથી ઘરને ક્લાસી લુક આપી શકાય.

અન્ય તમામ સુંદર અને અનોખા શો પીસને યોગ્ય જગ્યાએ શણગારવામાં આવ્યા હતા. કિચનથી લઈને માસ્ટર બેડ રૂમ સુધી, બાળકોના રૂમથી લઈને ડાઈનિંગ એરિયા સુધી દરેકની તસવીરો જોશો તો સમજાશે કે પુનીતે આ ઘરને સ્ટાઇલિશ પેલેસ બનાવવા માટે ખર્ચની સાથે સાથે ઘણું મન પણ લગાવ્યું હતું.

દિગ્ગજ અભિનેતા ડૉ. રાજકુમારના પાંચ બાળકોમાં સૌથી નાના પુનીતનું શુક્રવારે હાર્ટ એટેકના હુમલાથી અવસાન થયું હતું. તેઓ 46 વર્ષના હતા. અભિનેતાના પાર્થિવ દેહની અંતિમયાત્રા સવારે 5.30 વાગ્યે કાંતિરાવ સ્ટેડિયમથી શરૂ થઈ હતી. તેમનો પાર્થિવ દેહ શુક્રવારે સાંજથી સ્ટેડિયમમાં રાખવામાં આવ્યો હતો જ્યાં હજારો ચાહકો અને શુભેચ્છકોએ તેમને અંતિમ વિદાય આપી હતી. તેમની છેલ્લી યાત્રા લગભગ 13 કિલોમીટરનું અંતર કાપીને છેલ્લા સ્થાને સ્ટુડિયો પહોંચી હતી. તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

Shah Jina