30 વર્ષથી ઓછી ઉંમરમાં બે ભાઇઓની 22 કલાકની અંદર મોત, બીમાર પિતાને હજી સુધી કરવામાં નથી આવી જાણ

કોરોનાથી બે નૌજવાન ભાઇઓની મોત, સંક્રમિત પિતા પણ….જાણો વિગત

કોરોનાની બીજી લહેરે દેશમાં કેટલાક પરિવારોને વેર વિખેર કરી નાખ્યા છે. કેટલાક પરિવારમાં મોભીએ જીવ ગુમાવ્યા છો તો કેટલાક પરિવારોએ તેમના દીકરાઓને આ કોરોનાના કાળમાં ગુમાવ્યા છે. આવો જ એક કિસ્સો પુણેથી સામે આવ્યો છે. મેરઠના બે ભાઇઓની એક દિવસના ગેપમાં મોત થઇ ગઇ.

પુણેમાં કોરોના અને નિમોનિયાથી પીડિત બે યુવા ભાઇઓએ 22 કલાકના અંતરમાં દમ તોડી દીધો. તેના પિતા પણ કોરોનાથી સંક્રમિત હોવાને કારણે હોસ્પિટલમાં દાખલ છે. તેમના બે દીકરાઓની મોતની જાણ હજી તેમને કરવામાં આવી નથી.

શુક્રવારે સવારે 21 મેના રોજ નાના ભાઇની તબિયત ખરાબ થઇ ગઇ અને ડોક્ટરોની કોશિશો બાદ પણ તેઓ તેને બચાવી શકયા નહિ. શનિવારે મોટા ભાઇ આદિત્યએ પણ દમ તોડી દીધો. આમ પરિવારના બે દીકરાઓની મોત થતા પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.

મહારાષ્ટ્રના પુણેથી સટે આકુર્ડીમાં રહેનાર આ પરિવાર પર જે વીતી, તે જાણીને આસપાસના લોકો શોકમાં છે. મોટા ભાઇ આદિત્ય વિજય જાધવની ઉંમર 28 વર્ષ હતી અને તે એક બિલ્ડિંગ કંસ્ટ્રક્શન કંપનીમાં કામ કરતો હતો.

નાનો ભાઇ અપૂર્વ વિજય જાધવ 25 વર્ષનો હતો. તે પૂણે નગર નિગમમાં કોન્ટ્રાક્ટર સાથે કાર્યરત હતો. મોટા ભાઇના લગ્ન થઇ ગયા હતા અને લગ્નને લગભગ 1 વર્ષ થયુ હતુ. ત્યાં જ નાના ભાઇના લગ્ન થયા ન હતા. તેમના 65 વર્ષિય પિતા વિજય જાધવ રિટાયર્ડ સરકારી કર્મચારી છે.

Shah Jina