ખુશી ખુશી પિકનિક માટે ગયો હતો પરિવાર, માતા અને દીકરાનો મળ્યો અલગ અલગ જગ્યાએથી મૃતદેહ અને પતિ…

પિકનિક મનાવવા માટે ઘરેથી નીકળ્યો હતો હસતો-રમતો પરિવાર, પછી જે થયું એ બહુ જ ખરાબ છે..

પુણેના સાસવડમાં મંગળવારે સવારે એક મહિલાની લાશ મળી હતી. ત્યારે પોલિસને એ વાતનો અંદાજ ન હતો કે આ મામલો પેચીદો હોઇ શકે છે. બુધવારે આ મહિલાના 8 વર્ષના બાળકની પણ હત્યાની વાત સામે આવી છે. મહિલાનું નામ આલિયા શેખ જણાવવામાં આવી રહ્યુ છે. જયારે તેના દીકરાનું નામ અયાન શેખ છે.

ઘટનાની વિગત તપાસીએ તો, આ પરિવાર પુણેના ઘાનોરી વિસ્તારમાં રહે છે. મૃતક મહિલાના પતિનું નામ આબિદ શેખ છે અને તે એક કંપનીમાં મેનેજરના રૂપમાં કામ કરે છે. 4 દિવસ પહેલા આબિદ શેખે એક ગાડી ભાડા પર લીધી હતી અને તે પરિવાર સાથે પિકનિક મનાવવા માટે પુણે શહેરની બહાર ગયો હતો, પરંતુ બુધવારના રોજ અચાનક સાસવડ ગામમાં આલિયાની ધારદાર હથિયારથી કપાયેલી લાશ મળી અને આ ઘટનાથી સનસની ફેલાઇ ગઇ.

એકબાજુ સાસવડ પોલિસ આ મામલાની તપાસ કરી રહી હતી તો બીજીબાજુ સાંજના સમયે કાત્રજ સુરંગ પાસે એક 8-10 વર્ષના બાળકની લાશની જાણકારી સામે આવી. તપાસમાં ખ્યાલ આવ્યો કે અયાન આલિયાનો દીકરો છે, જેની લાશ બુધવારના રોજ મળી આવી હતી.

આબિદ શેખ દ્વારા ભાડા પર લેવામાં આવેલી ગાડી પુણે સાતારા રોડ પર એક સિનેમાઘર સામે લાવારિસ હાલતમાં પડેલી મળી. પિકનિક માટે ઘરેથી નીકળ્યા બાદમાં ખરેખર શુ થયુ ? માતા અને દીકરાની હત્યા કેવી રીતે થઇ ? આ ઉપરાંત આબિદ શેખ કયા છે ? પોલિસ આ તમામ બાબતોની તપાસમાં લાગી ગઇ છે.

Shah Jina