છોકરાએ મોલની અંદર જ ઘૂંટણીએ પડીને તેની છોકરીને કર્યું પ્રપોઝ, આવી સરપ્રાઈઝ જોઈને છોકરીના પણ ઉડ્યા હોશ, પણ પછી થયું એવું કે… જુઓ વીડિયો

મોલની અંદર છોકરીની પાછળ ચાલીને છોકરાએ ખભા પર મુક્યો હાથ, છોકરીના પાછળ ફરતા જ ઘૂંટણીએ પડીને કર્યું પ્રપોઝ, વાયરલ થયો વીડિયો, જુઓ

Proposal For Girlfriend Inside Shopping Mall : ઘણા લોકો પોતાના ગમતા વ્યક્તિને પ્રપોઝ કરવા માટે અવનવા અખતરા કરતા હોય છે. તમે ઘણા લોકોને મેદાનમાં કે કોઈ જાહેર જગ્યામાં પ્રપોઝ કરતા જોયા હશે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે સામેનું વ્યક્તિ તે વ્યક્તિનું પ્રપોઝલ ઠુકરાવી પણ દેતું હોય છે. ત્યારે આવા પ્રપોઝ કરવાના ઘણા બધા વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે અને લોકો આ વીડિયોને જોઈને ખુબ જ મજા પણ લેતા હોય છે. ત્યારે હાલ પણ એક એવો જ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

મોલમાં કર્યું પ્રપોઝ :

લગ્ન માટે જીવનસાથીને પ્રપોઝ કરવું ખૂબ જ ખાસ છે! દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પ્રેમને વ્યક્ત કરવાની રીત અલગ હોવી જોઈએ. એક વ્યક્તિએ ભીડવાળા મોલમાં તેની ગર્લફ્રેન્ડને લગ્ન માટે પ્રપોઝ કર્યું ત્યારે તેની ગર્લફ્રેન્ડ અને અન્ય લોકો પણ ચોંકી ગયા હતા. કારણ કે તેને આવા સરપ્રાઈઝની બિલકુલ અપેક્ષા નહોતી. તેની ગર્લફ્રેન્ડને પ્રપોઝ કરવા માટે તે વ્યક્તિ તે જ મોલમાં પહોંચ્યો જ્યાં યુવતી તેના મિત્રો સાથે ફરતી હતી.

છોકરી રહી ગઈ હેરાન :

વીડિયોમાં જોઈ શકાય છે કે વ્યક્તિ પાછળથી જઈને યુવતીના ખભા પર હાથ મૂકે છે. છોકરી ફરતાંની સાથે જ તે ઘૂંટણિયે પડી જાય છે. આ જોઈને તેની બહેનપણીઓ પણ ખુશ થઇ જાય છે. પછી તે એક બાજુ જઈને ઊભી રહે છે. યુવતી તેના પ્રેમીને જોઈને ચોંકી ગઈ હતી. તેની ખુશીનો કોઈ પાર ન હતો. આ પછી, તે વ્યક્તિ ઘૂંટણિયે પડી ગયો અને તેને લગ્ન માટે પ્રપોઝ કર્યું અને વીંટી પહેરાવી. મહિલાએ પ્રેમથી હા કહી, પછી તેના મંગેતરને ગળે લગાવ્યો.

 

View this post on Instagram

 

A post shared by 💕 Priyanshi💕 (@pari_sachdeva_)

અન્ય લોકોએ આપી પ્રતિક્રિયા :

મોલમાં હાજર લોકો આ સુંદર દ્રશ્ય જોઈને રહી ગયા. આ ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર (@pari_sachdeva_) નામના એકાઉન્ટ દ્વારા પોસ્ટ કરવામાં આવી છે. 17 ઓગસ્ટના રોજ શેર કરાયેલા વીડિયોને 84 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. ખાસ વાત એ છે કે વીડિયોના બેકગ્રાઉન્ડમાં ઉભેલો વ્યક્તિ રેકોર્ડિંગમાં વ્યસ્ત છે. લોકોને તેને જોઈને આનંદ થયો. એકે લખ્યું- પાછળ ઊભેલો માણસ ભાઈબંધીનો અહેસાસ આપી રહ્યો છે. બીજાએ કહ્યું – હું શા માટે રાહ જોઉં છું કે બધા તાળી પાડે.

Niraj Patel