બોલીવુડ ફરી થયું શરમથી લાલ, આ દિગ્ગજ CEO પર ગંદુ કામ કરવાનો લાગ્યો આરોપ અને પછી…

મુંબઇ પોલિસે પ્રોડક્શન કંપની “ઉલ્લૂ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ”ના CEO વિભુ અગ્રવાલ વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. વિભુ પર એક મહિલાએ યૌન શોષણનો સનસનીખેજ આરોપ લગાવ્યો છે. પોલિસે આઇપીસી ધારા 354 અંતર્ગત કેસ દાખલ કરી લીધો છે. ન્યુઝ એજન્સી ANI અનુસાર, કંપનીની કંટ્રી હેડ અંજલિ રૈના વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે.

4 ઓગસ્ટ 2021ના રોજ બંને કથિત આરોપી વિરૂદ્ધ અંબોલી સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે મુંબઇ પોલિસનું કહેવુ છે કે, પોલિસે ફિલ્મ નિર્માણ કંપની ઉલ્લૂના CEO અને કંપનીની કંટ્રી હેડ અંજલિ રૈના વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. ઉલ્લૂ ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડના નામથી વિભુની ફિલ્મ પ્રોડક્શન કંપની છે.

આ કંપની ગંદા કંટેંટ બનાવવા માટે જાણિતી છે. વર્ષ 2013માં વિભુ અગ્રવાલે બોલિવુડ ફિલ્મ “બાત બન ગઇ” પ્રોડ્યુસ કરી હતી. વર્ષ 2018માં તેમણે ઉલ્લૂ એપ લોન્ચ કરી હતી. આ એપ પર હિંદી-અંગ્રેજી અને અનેક ભાષાઓમાં બોલ્ડ કંટેંટ ઉપલબ્ધ કરવામાં આવે છે. કંપની આવા કંટેંટ બનાવવાને લઇને પહેલા પણ ચર્ચામાં આવી હતી. વિભુએ એક ઇન્ટરવ્યુમાં કહ્યુ હતુ કે, ULLU પ્લેટફોર્મને લઇને બધા વચ્ચે ખોટી અવધારણા બેઠેલી છે. આ માટે અમે ફેમિલી બેસ્ડ પ્લેટફોર્મમાં તબદીલ કરવાનું જોખમ ઉઠાવવું પડશે.

Shah Jina