લગ્નના વરઘોડામાં તડકાથી બચવા માટે સુરતી લાલાઓએ અપનાવ્યો અનોખો જુગાડ, સોશિયલ મીડિયામાં વીડિયો થયો વાયરલ, જુઓ

દેશભરમાં હાલ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે અને ઘણા લોકો લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, સામાન્ય માણસ સાથે સેલેબ્સ પણ લગ્નના બંધનમાં બંધાઈ રહ્યા છે, ત્યારે સોશિયલ મીડિયામાં પણ લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, એક તરફ જ્યાં દેશભરમાં લગ્નની સીઝન પૂર બહારમાં ચાલી રહી છે, ત્યાં ઉનાળો પણ પૂર બહારમાં ખીલ્યો છે, એવી સખત ગરમી પડી રહી છે કે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે.

ત્યારે એવામાં જો લગ્નનો વરઘોડો ભર બપોરે યોજવાનો હોય તો શું હાલત થાય તેની કલ્પના તમે કરી શકો છો. પરંતુ કહેવાય છે ને કે ગુજરાતીઓ પાસે દરેક સમસ્યાનું સમાધાન ચોક્કસ હોય છે તેમ વરઘોડામાં પણ તડકાથી બચવા માટે પણ ગુજરાતીઓએ એક અનોખો ઉપાય શોધી કાઢ્યો છે, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

આ વાયરલ વીડિયો સુરતથી સામે આવ્યો છે, જ્યાં વરઘોડામાં તડકાથી બચવા માટે જાનૈયાઓ માથા ઉપર આખો મંડપ લઈને ચાલતા જોવા મળી રહ્યા છે. જેમાં જેમ જાનૈયાઓ આગળ ચાલે છે તેમ તેમ તેમની સાથે મંડપ પણ ચાલતો જોવા મળી રહ્યો છે. આ મંડપને લઈને કેટલાક લોકો ચાલે છે અને તેની નીચે જાનૈયાઓ આરામથી ફરી રહ્યા છે.

ત્યારે હવે સોશિયલ મીડિયામાં આ વીડિયો લોકોમાં આકર્ષણ અને ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. કોઈ વરઘોડામાં આવો જુગાડ ઘણા લોકો પહેલીવાર જોયો હોવાનું કહી રહ્યા છે. જયારે સુરતના રસ્તા ઉપરથી આ વરઘોડો નીકળે છે ત્યારે લોકો પણ તેને એક ક્ષણ માટે જોઈને ચોંકી જાય છે, તેમના માટે પણ આ ઘટના નવાઈ ભરેલી હોય તેમ દેખાઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે વરઘોડો સુરતના રસ્તા ઉપરથી નીકળી રહ્યો છે, અને ધોમધખતો તડકો પણ પડી રહ્યો છે, ત્યારે માંડવો લઈને ચાલતા આ વરઘોડાની અંદર આવી કાળઝાળ ગરમીમાં રાહત મળતા જ લોકો મોજથી ડાન્સ પણ કરી રહ્યા છે. માંડવાને ચાર બાજુ પોલથી બાંધવામાં આવ્યો છે અને પોલની નીચે ટાયર લગાવવામાં આવ્યા છે. વરરાજા પણ આ માંડવા નીચે જ ઘોડા ઉપર જોવા મળે છે. વીડિયોને જોઈને ઘણા લોકોને આ નવતર પ્રયોગ ખુબ જ પસંદ આવ્યો અને કારગર હોય તેમ પણ જણાવી રહ્યા છે.

Niraj Patel