ખબર

લગ્નમાં સાચવજો: જો બે સેકન્ડ પણ જો મોડું થયું હોત તો જીવતો સળી જતો વરરાજા, વરઘોડામાં બન્યું એવું કે… જુઓ વીડિયો

હાલ લગ્નની સીઝન ચાલી રહી છે, અને છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લગ્નો અટકી ગયા હતા અને જે લોકો પોતાના લગ્ન ધામધૂમથી કરવા માંગતા હતા એ લોકો હાલમાં લગ્ન કરી રહ્યા છે. સોશિયલ મીડિયામાં પણ લગ્નની જમાવટના ઘણા વીડિયો વાયરલ થતા જોવા મળે છે, તો ઘણા લગ્નની અંદર કેટલીક દુર્ઘટના પણ ઘટતી હોય છે. આવી જ એક દુર્ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલો આ વીડિયો ગુજરાતના પંચમહાલમાં આવેલા શહેરનો હોવાનું મીડિયા રિપોર્ટ અનુસાર કહેવામાં આવી રહ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે ધામધૂમથી વરઘોડો નીકળ્યો હતો ત્યારે જ બગીમાં આગ લાગી જાય છે. આ દુર્ઘટનામાં વરરાજાનો જીવ બચી જાય છે પરંતુ એક વ્યક્તિ દાઝી જાય છે. જેવી જ બગીમાં આગ લાગે છે કે તરત ચીસાચીસ અને અફરાતફરી સર્જાઈ જાય છે.

મીડિયા રિપોર્ટ અનુસાર શહેરમાં આવેલા જોગેશ્વરી મહાદેવ મંદિર પાસે રહેવા વાળા શૈલેષ ભાઈ શાહના દીકરા તેજસના લગ્ન શહેરના જ બીજા વિસ્તારમાં રહેવા વાળી એક યુવતી સાથે થઇ રહ્યા હતા. જેના કારણે વરરાજાના ઘરેથી જ ધૂમધામથી જાન જોડી અને વરઘોડો કાઢીને નીકળ્યા હતા.

પરંતુ લગ્નનો માહોલ તે સમયે દુર્ઘટનામાં બદલાઈ ગયો જયારે તેજસની બગીમાં જ આગ લાગી ગઈ. વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે બગીમાં આગ લાગવાની સાથે જ લોકો બૂમાં બૂમ કરવા લાગે જાય છે. સારી વાત એ રહી કે સમય રહેતા જ વરરાજાને બગીમાંથી નીચે ઉતારી લેવામાં આવ્યો.

વીડિયોમાં જોઈ શકાય છે કે જોત જોતામાં જ આખી બગી બળીને રાખ થઇ જાય છે. બગીમાં આગ લાગવા બાદ તેના ઉપર કાબુ મેળવવો પણ મુશ્કેલ થઇ જાય છે. વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે “વરઘોડા દરમિયાન બગીમાં આગ લાગી ગઈ. વરરાજા બચી ગયા પરંતુ એક વ્યક્તિ દાઝી ગયો. ફટાકડાનો તણખો બગીના જનરેટર ઉપર પડ્યો અને આગ ફેલાઈ ગઈ.”