પરિણીતિ ચોપરાના લગ્નની ખબરો વચ્ચે પતિ અને દીકરી માલતી મેરી સાથે ઇન્ડિયા પહોંચી પ્રિયંકા ચોપરા ! પહેલીવાર દીકરી પહોંચી તેના મોસાળ

ફેન્સ થઇ રહ્યા છે ખુશખુશાલ…દીકરી માલતીને લઇને પહેલીવાર ઇન્ડિયા આવી પ્રિયંકા ચોપરા, પગની પાયલ અને સુંદર કપડાએ જીતી લીધુ દિલ, જુઓ બધાય PHOTOS

બોલિવુડ અભિનેત્રી પરિણીતી ચોપરાના આપ સાંસદ રાધવ ચઢ્ઢાના લગ્નના સમાચાર વચ્ચે ગ્લોબલ આઈકન અને પરિણીતીની કઝિન પ્રિયંકા ચોપરા તેના પતિ નિક જોનાસ અને પુત્રી માલતી મેરી સાથે શુક્રવારના રોજ ભારત આવી પહોંચી હતી. માતા બન્યા બાદ પ્રિયંકા પહેલીવાર તેની પુત્રીને લઇને ભારત આવી છે. ત્રણેયને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઇ રહી હતી. પ્રિયંકા, નિક અને તેમની પુત્રી માલતીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

આ વિડિયો પર લોકોના ખૂબ જ રિએક્શન પણ આવી રહ્યા છે. એરપોર્ટ પર પેપરાજીને પોઝ આપતી વખતે પ્રિયંકા પિંક ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન તે દીકરી માલતીને ખોળામાં લીધેલી જોવા મળી હતી. મમ્મીના ખોળામાં બેઠેલી માલતી ગ્રે રંગના ફ્રોકમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી, જેના પરથી નજર હટાવી લોકોની મુશ્કેલ બની રહી હતી. જ્યારે નિક બ્લૂ ડેનિમ જીન્સ સાથે ડાર્ક ગ્રે હૂડીમાં જોવા મળ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા થોડા દિવસો પહેલા ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે પોતાના નિવેદનોને કારણે હેડલાઈન્સમાં આવી હતી. તેણે એક પોડકાસ્ટમાં ખુલાસો કર્યો હતો કે તે ફિલ્મ ઉદ્યોગમાં ખૂણામાં ધકેલાઇ ગઇ હતી અને તેને કારણે તેણે બોલિવૂડ છોડીને હોલીવુડમાં જવું પડ્યું હતું. પ્રિયંકાના ભારત પહોંચવાને લઇને એવું કહેવામાં આવી રહ્યું હતુ કે તે નીતા અંબાણીના કલ્ચરલ સેંટરના ભવ્ય ઉદ્ઘાટન માટે મુંબઈ આવી છે અને તે ગઇકાલે રાત્રે ઇવેન્ટમાં ખૂબ જ ગ્લેમરસ અવતારમાં પતિ નિક સાથે પહોંચી પણ હતી.

પ્રિયંકાના મુંબઈ પહોંચતાની સાથે જ લોકોએ વિવિધ અટકળો શરૂ કરી દીધી. સોશિયલ મીડિયા પર એવી વાતો ચાલી રહી છે કે પરિણીતી ચોપરાના લગ્ન નક્કી થઈ ગયા છે અને આ કારણથી પ્રિયંકા આખા પરિવાર સાથે મુંબઈ પહોંચી ગઈ છે. હવે આ સમાચારોમાં કેટલું સત્ય છે તે ટૂંક સમયમાં જ સ્પષ્ટ થશે. પ્રિયંકાની દીકરીની વાત કરીએ તો તે માત્ર એક વર્ષની છે, તેનો જન્મ 15 જાન્યુઆરી 2022ના રોજ થયો હતો.

પ્રિયંકા અને નિકની પુત્રી માલતીનો જન્મ સરોગસી દ્વારા થયો હતો.માલતી જે ફ્રોક પહેરી ભારત આવી હતી, તેની ડિઝાઇન એટલી ક્યૂટ હતી, કે તેના પર સારી લાગી રહી હતી. માલતી ફઝ-ફ્રી ફ્રોકમાં ખૂબ જ આરામદાયક અનુભવી રહી હતી. ત્યાં તેના એક પગ પર કાળા મોતીની પાયલે બધાનું ધ્યાન ખેંચ્યું.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina