મનોરંજન

પ્રિયંકા ચોપરાએ પહેર્યુ માં કાલી માતાજીની તસવીર વાળુ જેકેટ, ઝડપથી થઇ રહી છે સોશિયલ મીડિયા પર વાયરલ

દેશી પ્રિયંકાને કાલી માતાજીનું પ્રિન્ટ વાળું જેકેટ પહેરવું પડ્યું ભારે, લોકોએ બરોબરની સંભળાવી જુઓ તસવીરો

ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા એક ઇંટરનેશનલ ફેશન આઇકોન પણ છે. અભિનેત્રી બધી રીતના કપડાને સ્ટાઇલ આપે છે જેને દુનિયા ફોલો કરે છે. પ્રિયંકાએ તેના સ્ટાઇલથી ફેશનની એક અલગ પરિભાષા આપી છે. આ વચ્ચે પ્રિયંકાની એક તસવીર સામે આવી છે, જેમાં તેણે હિંદુ દેવી કાલીની પ્રિંટવાળી જેકેટ પહેરી છે.

પ્રિયંકાની આ તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. રેડ આઉટફિટ સાથે ફિશનેટ સ્ટોકિંગ્સ અને મલ્ટીકલર્ડ પંમ્પસ પહેરી છે. પૂરા ડ્રેસમાં તેના જેકેટે બધાનું ધ્યાન ખેંચ્યુ છે.

તસવીરની વાત કરીએ તો તેમાં નિક અને પ્રિયંકાની પીઠ જોવા મળી રહી છે. કપલે એક બીજાનો હાથ પકડ્યો છે. પ્રિયંકા રેડ કલરના ફ્લોરલ આઉટફિટમાં જોવા મળી રહી છે, જેમાં માતા કાલીની તસવીર જોવા મળી રહી છે.

તમને જણાવી દઇએ કે, એકબાજુ કેટલાક ચાહકો આ ડ્રેસ-અપની પ્રશંસા કરી રહ્યાં છે, જ્યારે ઘણા તેને માં કાલીની પ્રિન્ટ વાળો ડ્રેસ પહેરવા માટે ટ્રોલ કરી રહ્યા છે.

પ્રિયંકાને ટ્રોલ કરતા એક યૂઝર્સે કોમેન્ટ કરીને લખ્યું કે, દેવી ફેશન માટે નથી. ત્યાં જ બીજા એક અન્ય યુઝરે લખ્યું કે, ધર્મનું અપમાન ન કરો. તો બીજા એકે કહ્યું કે, ભગવાનના વસ્ત્રો તમારા શરીર ઉપર ન પહેરશો, કારણ કે ભગવાન પવિત્ર અને પારિવારિક સંસ્કારમાં છે, તમે કંઈક વિચારો છો.

પ્રિયંકાના વર્કફ્રન્ટની વાત કરીએ તો. તે એમેઝોન પ્રાઇમ શો “સિંટાડેલ”માં જોવા મળવાની છે. તેમાં તે રિચર્ડ મેડન સાથે મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ઉપરાંત તે હોલિવુડ ફિલ્મ “ટેકસ્ટ ફોર યુ”માં કામ કરી રહી છે.