ખબર ફિલ્મી દુનિયા

પ્રિયંકા ચોપડાએ લંડનના રસ્તાઓ ઉપર કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, તસવીરો સોશિયલ મીડિયામાં થઇ રહી છે વાયરલ

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા બોલીવુડથી લઈને છેક હોલીવુડ સુધી પોતાની નામના બનાવી ચુકી છે. પ્રિયંકાનો ચાહક વર્ગ પણ દુનિયાભરમાં ફેલાયેલો છે. ત્યારે તેની તસવીરો પણ પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જતી હોય છે.

હાલમાં જ પ્રિયંકા ચોપડાએ પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર કેટલીક તસવીરો શેર કરી છે.આ ફોટોશૂટ તેને Elle મેગેજીન માટે હાલમાં જ કરાવ્યું છે. જેની તસવીરો પણ ઇન્ટરનેટ ઉપર ધમાલ મચાવી રહી છે.

પ્રિયંકાએ આ મેગેજીન માટે જે ફોટોશૂટ કરાવ્યું છે તેની ઘણી તસવીરો તેને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ કરી છે. આ તસ્વીરોમાં પ્રિયંકાનો હોટ અંદાજ જોઈ શકાય છે.

આ ફોટોશૂટની કેટલીક તસ્વીરોમાં તે લંડનના રસ્તાઓ ઉપર નજર આવી રહી છે. જ્યાં તે હાલમાં રહે છે. ઇલે મેગેઝીમાં પ્રિયંકા ચોપડા પોતાના એ હેયરકેયર બ્રેન્ડ ઉપર વાત કરતી જોવા મળી રહી છે જેના માટે તે છેલ્લા 18 મહિનાથી મહેનત કરી રહી છે.

પ્રિયંકાએ જણાવ્યું કે તેના આ હેયરકેયર બ્રાન્ડની બોટલ 100% પ્લાસ્ટિકના કચરામાંથી બની છે. આ મેગેઝીનમાં તેના મિસ વર્લ્ડથી લઈને સ્ટાર બનવા સુધીની સફર બતાવવામાં આવી છે.

હાલમાં પ્રિયંકા પોતાના પુસ્તક “અનફિનિશડ” ને વાચકો સુધી પહોંચાડવાની તૈયારીમાં  લાગી ગઈ છે. થોડા સમય પહેલા જ તે પોતાના આ પુસ્તકની કેટલીક કોપીઓ ઉપર સહી કરતી પણ નજર આવી હતી.

પ્રિયંકા ચોપડા  આજે દુનિયાભરમાં પોતાની એક અલગ ઓળખ  બનાવી ચુકી છે. જોકે તેને પોતાના બાળપણમાં ઘણુંબધું સહન પણ કર્યું છે. જેની કેટલીક વાતો તેને શેર પણ કરી હતી.

પ્રિયંકાએ જણાવ્યું હતું કે તે જ્યારે 13 વર્ષની હતી અને પોતાની આંટી સાથે અભ્યાસ કરવા અમેરિકા ચાલી ગઈ હતી. જ્યાં ત્રણ વર્ષ પછી તે પરત ફરી હતી. પ્રિયંકાએ એ પણ જણવ્યું હતું કે તેને શા કારણે સ્કૂલ છોડીને ભારત શા કારણ આવી ગઈ?

પ્રિયંકાએ જણાવ્યું હતું કે તને ભારતીય હોવાના કારણે હેરાન કરવામાં આવતી હતી અને શ્યામ રંગના કારણે ત્યાંની છોકરીઓ તેનો મઝાક પણ ઉડાવતી હતી.

ર્પિયનકને કહેવામાં આવતું હતું કે બ્રાઉની તું તારા દેશમાં પાછી ચાલી જા. તેને પોતાની સાથે થયેલા ગેરવર્તણૂકની પણ વાત જણાવી હતી. તેને જણાવ્યું હતું કે આ બધા કારણે જ તેને આત્મવિશ્વાસ ખોઈ બેઠી અને ભારત આવવાનો નિર્ણય કરી લીધો.