ફિલ્મી દુનિયા

અસમમાં પુર: પ્રિયંકા ચોપરા આવી મદદ માટે આગળ, પતિ નિક જૉનસ સાથે મળીને કર્યું દાન

જ્યા એક તરફ કોરોના વાયરસની મહામારી છે તો બીજી તરફ અસમમાં ભારે વરસાદને લીધે પૂરની સ્થિતિ સર્જાવાથી તબાહી મચી ગઈ છે અને લોકોનું જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે.આ વર્ષે ચોથી વાર અસમના અલગ અલગ જિલ્લાઓમાં પૂરની મહામારીએ ખૌફ સર્જ્યો છે અને ત્યાંના લોકો લગાતાર પૂરની સમસ્યાથી પીડાઈ રહ્યા છે.

Image Source

લોકો પોતાનો સામાન અને પાલતુ પ્રાણીને સ્થાયી શેલ્ટરો પર લઇ જવા માટે મજબુર બની ગયા છે. ભારત પહેલાથી જ કોરોના વાયરસની ઝપેટમાં છે જ, એવામાં હવે બિહાર પછી અસમમાં ભારે પૂર્ણ લીધે ભયાનક સ્થિતિ સર્જાઈ છે.

Image Source

એવામાં બૉલીવુડ અભિનેત્રી અને અને અસમ ટુરિઝમ્સની બ્રાન્ડ એમ્બેસેડર પ્રિયંકા ચોપરાએ રાજ્યની હકિકત પર ચિંતા વ્યક્ત કરી છે અને એકવાર ફરીથી પૂર પીડિત લોકોની મદદ માટે આગળ આવી છે. આ યોગદાનમાં પતિ નિક જૉનસે પણ તેનો સાથે આપ્યો છે.

Image Source

આ વાતની જાણકારી પ્રિયંકાએ પોતાના ટ્વીટર એકાઉન્ટ પર ટ્વીટ કરીને આપી છે, અને સાથે સાથે લોકોને પણ પોતાની સંભવ મદદ કરવા માટેની અપીલ પણ કરી છે.

Image Source

પ્રિયંકાએ પોતાના ટ્વીટમાં કહ્યું કે,”આપણે બધા મહામારીથી પીડાઈ રહ્યા છીએ, અસમમાં પૂર આવવાને લીધે બધું તબાહ થઇ ગયું છે. લાખો લોકોનું જીવન સંકટમાં છે. લોકોનું જીવન, જમીન અને સંપત્તિ બધું નષ્ટ થઇ રહ્યું છે. ઝડપથી વધી રહેલા પાણીના સ્તરે દુનિયાના શ્રેષ્ઠ વન્યજીવન અભ્યારણ્યોમાના એક કાઝીરંગા નેશનલ પાર્કને પણ ડુબાડી દીધું છે”.

“તે બધા લોકોને આપણી મદદની જરૂર છે, હું અમુક ભરોસાપાત્ર સંગઠનોના ડેટા તમને જણાવી રહી છું જે અસમમાં પ્રભાવિત લોકોની મદદ કરી રહ્યા છે. નિક અને મેં તેમાં યોગદાન આપ્યું છે. તમને પણ અપીલ છે કે તમારાથી સંભવ મદદ કરો જેથી તેઓ પણ જરૂરિયાતમંદ લોકોને જરૂરી વસ્તુઓ પહોંચાડતા રહે. અસમ માટે પ્રાર્થના કરો. તેઓને આપણા સમર્થનની જરૂર છે”.

જણાવી દઈએ કે પ્રિયંકા અસમની ટુરિઝમ્સ બ્રાન્ડ એમ્બેસેડર રહી છે. વર્ષ 2016 માં તેને આ જવાબદારી આપવામાં આવી હતી જેના પછીથી તે રાજ્યના ઘણા કેમપેનનો હિસ્સો પણ રહી હતી.

Image Source

વર્કફ્રન્ટની વાત કરીએ તો પ્રિયંકા છેલ્લી વાર ફરહાન અખ્તર સાથેની ફિલ્મ ‘ધ સ્કાઈ ઇઝ પિન્ક’ માં જોવા મળી હતી. હાલ પ્રિયંકા નેટફ્લિક્સ ના ‘દ વ્હાઇટ ટાઇગર્સ’ની સાથે ડિજિટલ ડેબ્યુ કરવા માટે તૈયાર છે જેમાં તેની સાથે રાજકુમાર રાવ પણ જોવા મળશે.

Image Source

આ સિવાય તે ‘વી કેન બી હીરોઝ’ માં જોવા મળશે. પ્રિયંકા મીંડી કેલિંગની સાથે ‘વેડિંગ કૉમેડી’ અને માં આનંદ શીલાની બાયોપિકમાં પણ કામ કરી રહી છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.