બોલીવુડની સાથે સાથે હોલીવુડમાં પણ પોતાનો સિક્કો જમાવી દેનારી દેશી ગર્લ પ્રિયંકા ચોપડા સોશિયલ મીડિયા ઉપર ખુબ જ છવાયેલી રહેતી હોય છે. તેના પતિ નિક જોનાસ સાથેની રોમાન્ટિક તસવીરો પણ તે અવાર નવાર પોસ્ટ કરે છે જેને ચાહકો પણ ખુબ જ પસંદ કરે છે. પરંતુ આ દરમિયાન જ તેને ચાહકોને ખુશ ખબરી પણ સંભળાવી છે.
પ્રિયંકા આ દિવસોમાં પોતાના પતિ નિક સાથે ક્વોલિટી ટાઈમ પસાર કરી રહી છે. અને સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે. હાલમાં જ તેને ઇન્સ્ટાગ્રામ ઉપર એક જાહેરાત કરતો વીડિયો શેર કર્યો છે. જેમાં નિક પણ નજર આવી રહ્યો છે. વીડિયોમાં પ્રિયંકાએ જણાવ્યું છે કે તે જલ્દી જ થવા વાળા 93 ઓસ્કર એવોર્ડમાં નોમિનેશનની જાહેરાત કરવાની છે.
આ વીડિયોની અંદર પ્રિયંકા ખુબ જ ખુશ નજર આવી રહી છે. વીડિયોની અંદર તે જણાવી રહી છે કે અમે ઓસ્કર નામાંકનની જાહેરાત કરવાના છીએ. મને જણાવ્યા વગર જ અમે ઓસ્કર નામાંકનની જાહેરાત કરી રહ્યા છે. ત્યારે જ પ્રિયંકાની પાછળ ઉભેલો નિક કહેછે કે તમે પહેલા જ બધું જણાવી ચુક્યા છો. ત્યારબાદ પ્રિયંકા બોલે છે કે અમે ઓસ્કર નોમિનેશનની જાહેરાત કરવાના છીએ અમને લાઈવ જુઓ.
આ વીડિયોની અંદર કેપશનમાં પ્રિયંકાએ એકેડમીને ટેગ કરતા લખ્યું છે કે, શું કોઈ ચાન્સ છે કે હું ઓસ્કર નિમિનેશનનું એનાઉસમેન્ટ એકલા કરું ? ત્યારબાદ તેને લખ્યું છે કે, “મઝાક કરી રહી છું.”
View this post on Instagram
દુનિયાના સૌથી માતા એવોર્ડનું સોમવારના રોજ બે ભાગમાં ઓસ્કર નોમિનેશનનું લાઈવ પ્રેજેન્ટેશન થવાનું છે. જેમાં 23 અલગ અલગ કેટેગરીમાં નોમિનેશન થશે. જણાવી દઈએ કે આ નિમિનેશનનું પ્રસારણ Oscars.com, Oscars.org અને એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ ફેસબુક, ટ્વીટર અને યુટ્યુબ ઉપર ગ્લોબલ લાઈવ સ્ટ્રીમ થવાનું છે.