ઢોલીવુડ મનોરંજન

અમદાવાદમાં ખલૈયાઓ સાથે ગરબા રમતી જોવા મળી પ્રિયંકા ચોપરા, ટ્રેડિશનલ લૂકમાં દેખાઈ એકદમ જ સુંદર

ફિલ્મમેકર સોનાલી બોઝની આગામી ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’ રિલીઝ માટે તૈયાર છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરા, ફરહાન અખ્તર લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મની ટીમ હાલ ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત છે. સત્ય ઘટના પર આધારિત આ ફિલ્મના પ્રમોશન માટે અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અભિનેતા રોહિત સરાફ નવરાત્રીના પહેલા દિવસે અમદાવાદના મહેમાન બન્યા હતા. અમદાવાદ પહોંચેલી પ્રિયંકા ચોપરા પિન્ક સૂટમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી.

પ્રિયંકા ચોપરા ટ્રેડિશનલ લૂકમાં ખૂબ જ સુંદર દેખાઈ રહી હતી, સાથે જ તેને સટલ મેકઅપ પણ કર્યો હતો. અમદાવાદમાં ‘ધ સ્કાય ઇઝ પિંક’ ફિલ્મના પ્રમોશન દરમ્યાન તેના આ લૂકે લોકોના દિલ જીતી લીધા હતા.

નવરાત્રીના ઉત્સવના પહેલા જ દિવસે અમદાવાદ પહોંચેલી અભિનેત્રીએ ખેલૈયાઓ સાથે ગરબાનો આનંદ પણ માણ્યો હતો. તેને કહ્યું હતું કે તેને ગરબા રમતા આવડે છે અને કોઈ તકલીફ પડતી નથી.

અદાણી શાંતિગ્રામના ક્રિકેટ ગ્રાઉન્ડમાં યોજાયેલા આ નવરાત્રીના શંકુશ દાંડિયા ખાતે અદિતિ રાવલ પણ ઉપસ્થિત રહયા હતા અને તેઓ પણ પ્રિયંકા ચોપરા અને રોહિત સરાફ સાથે ગરબાના તાલે ઝૂમ્યા હતા.

ઇન્સ્ટાગ્રામ પર એક વાયરલ થયેલા વીડિયોમાં પ્રિયાના ચોપરા અને રોહિત સરાફ બંને દાંડીયા રમતા જોવા મળે છે. સાથે જ પ્રિયંકા ચોપરાએ ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં તસ્વીર શેર કરી છે, જેમાં એવું દેખાઈ રહ્યું છે કે તે ગુજરાતી થાળી સાથે પોઝ આપી રહી છે. સાથે જ તેને લખ્યું છે, “When in Ahmedabad” પ્રિયંકાની આ તસ્વીર જોઈને એવું લાગી રહ્યું છે કે તેને ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો હશે.

‘ધ સ્કાય ઈઝ પિંક’ ફિલ્મ વિશે જણાવતા પ્રિયંકા ચોપરાએ કહ્યું કે, ‘આ ફિલ્મ ઘણી જ રસપ્રદ છે અને આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મમાં હું 21 વર્ષના યુવાનની માતાની ભૂમિકા ભજવી રહેલ છું, જે મેં અગાઉ કોઈ ફિલ્મમાં ભજવી નથી. આ સિવાય પણ ઘણાં બધા પડકાર આ ફિલ્મમાં હતા. ફિલ્મ માટે મેં ઘણું બધું રિસર્ચ કર્યું હતું, ઉપરાંત લંડન જઈને અદિતિને મળી હતી. આ ફિલ્મમાં અલગ લવ સ્ટોરી છે.’

આ ફિલ્મ વિશે વધુ જણાવતા પ્રિયંકાએ કહ્યું કે ‘આ ફિલ્મ મારા દિલની ખૂબ જ નજીક છે. લગ્નના ચાર દિવસ અગાઉ મેં ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું હતું. જાન્યુઆરી મહિનામાં ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું હતું અને જૂનમાં લગ્ન કર્યાં હતા.’

પ્રિયંકા ચોપરા સાથે તેની ફિલ્મના પ્રમોશન માટે તેના કો-સ્ટાર્સ ફરહાન અખ્તર અને રોહિત સરાફ જોવા મળે છે. પ્રિયંકાએ રોહિત સાથે એક તસ્વીર પણ શેર કરી હતી અને સાથે જ લખ્યું હતું, “Moose & Giraffe”.

જણાવી દઈએ કે ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપરા બીજી વાર ફરહાન અખ્તર સાથે જોવા મળશે. આ પહેલા ફરહાન અખ્તર અને પ્રિયંકા ચોપરાએ ફિલ્મ ‘દિલ ધડકને દો’માં સાથે કામ કર્યું હતું. લાંભા સમય બાદ પ્રિયંકા ‘ધ સ્કાય ઈઝ પિંક’ ફિલ્મથી બોલિવૂડમાં કમબેક કરી રહી છે, આ ફિલ્મ 11 ઓક્ટોબરના રોજ રિલીઝ થવાની છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.