અનુષ્કા, કરિનાની જેમ આ પણ પ્રેગ્નેટ? ખૂબ વાયરલ થઇ રહી છે આ તસવીરો
બોલિવુડની દેશી ગર્લ અને અભિનેત્રી પ્રિયંકા ચોપડા આ સમયે તેના પુસ્તકને લઇને ખૂબ ચર્ચામાં છે. તેણે તેના પુસ્તક “અનફિનિશ્ડ”માં ઘણી વાતોનો ચોંકાવનારો ખુલાસો કર્યો છે.
આ વચ્ચે પ્રિયંકાની પ્રેગ્નેંસીને લઇને ખબરો આવી રહી છે. તેની તસવીર ખૂબ વાયરલ થઇ રહી છે. જેને જોઇને મીડિયા રિપોર્ટ્સમાં ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે પ્રિયંકા પ્રેગ્નેટ હોઇ શકે છે.
હાલમાં જ પ્રિયંકા લંડનમાં જોવા મળી હતી જે બાદ ક્યાસ લગાવવામાં આવી રહ્યો છે કે, પ્રિયંકા ચોપડા પ્રેગ્નેટ છે અને તે જલ્દી જ માતા બનાવાની છે. ચાહકો પ્રિયંકાની આ તસવીર જોઇને અંદાજો લગાવી રહ્યા છે કે, જલ્દી જ કપલ ગુડ ન્યુઝ આપશે. પ્રિયંકાની જે હાલમાં તસવીરો વાયરલ થઇ રહી છે તેમાં તેનું વજન વધેલુ જોવા મળી રહ્યુ છે. જે બાદ તેના પ્રેગ્નેેટ હોવાની ચર્ચાએ જોર પક્ડયુ છે.
પ્રિયંકા આ તસવીરોમાં કૈઝયુઅલ લુકમાં જોવા મળી રહી છે. એવામાં કેટલાક યુઝર્સનું કહેવું છે કે, તેના કપડાને કારણે તેેની સાઇઝ વધારે જોવા મળી રહી છે.
તમને જણાવી દઇએ કે, મુંબઇ બી-ટાઉનની અભિનેત્રીઓ હાલમાં જ માતા બની છે. અનુષ્કા શર્મા, કરીના કપૂર, અનીતા હસનંદાનીએ હાલમાં જ બાળકને જન્મ આપ્યો છે.
પ્રિયંકા હાલ લંડનમાં છેે. જયાં તે તેના વેબ શો ‘સિટાડેલ’નું શુટિંગ કરી રહી છે. અમેઝોન સ્પાઇ સિરીઝમાં પ્રિયંકાના અપોઝિટ ગેમ ઓફ થ્રોન્સ સ્ટાર રિચર્ડ મૈડન જોવા મળશે. શોનું નિર્માણ એવેન્જર્સ: ઇન્ફિનિટી વોર અને એંડગેમના નિર્દેશકો, જો અને એંથોની રૂસો દ્વારા કરવામાં આવ્યુ છે.