પ્રિયંકા ચોપડાએ સલવાર શૂટની અંદર કરાવ્યું એવું હોટ ફોટોશૂટ કે જોઈને જ ચાહકોના પરસેવા છૂટી ગયા, જુઓ શાનદાર તસવીરો

બોલીવુડની દેશી ગર્લ પ્રિયંકા ચોપડા તેની  લાઈફ સ્ટાઇલને લઈને હંમેશા ચર્ચામાં રહેતી હોય છે. ખાસ કરીને તેના લુક અને તેના પતિ નિક જોનાસ સાથેના રોમાન્સના કારણે ચર્ચામાં રહે છે. પ્રિયંકા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહેતી હોય છે, તે અવાર નવાર પોતાની ગ્લેમરસ તસવીરો પણ શેર કરતી રહે છે.

હાલમાં જ પ્રિયંકા ચોપડા તેના લેટેસ્ટ ફોટોશૂટના કારણે ચર્ચામાં આવી છે. પ્રિયંકા ચોપડાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર લાલ ફ્લોરલ સલવાર સૂટ પહેરીને ખૂબ જ સ્ટાઇલિશ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફ્લોરલ સૂટની બોર્ડર પર સુંદર મેટલ વર્ક છે.

આ લેટેસ્ટ લુકમાં પ્રિયંકાએ એનિમલ પ્રિન્ટની સ્લિંગ બેગ લીધી છે. આ સાથે તેણે કાળા સનગ્લાસ પણ પહેર્યા છે. તો આ સાથે પ્રિયંકાએ તેના ગળામાં સ્ટાઇલિશ નેકલેસ પણ પહેર્યો છે. જે તેના લુકમાં ચાર ચાંદ લગાવી રહ્યો છે.

આ તસવીરો શેર કરતા પ્રિયંકાએ કેપ્શન લખ્યું- લિલી સિંહને પરફેક્ટ હોસ્ટ અને મિત્ર શું બનાવે છે? તે સાથી પંજાબી છે. આ વર્ષની દિવાળીની ઉજવણીનો કેવો અદ્ભુત અંત! આવી અદ્ભુત સાંજ માટે લિલીનો આભાર.

પ્રિયંકાએ આ લુક પ્રખ્યાત યુટ્યુબર લિલી સિંહની દિવાળી પાર્ટી માટે  પહેર્યો હતો. આ લુકમાં તેની ઘણી પ્રશંસા થઈ રહી છે. પ્રિયંકા ચોપરાની આ પોસ્ટ પર ઘણા ચાહકોની પ્રતિક્રિયા મળી રહી છે. આ સાથે અનેક સેલિબ્રિટીઓ પણ તેના વખાણ કરતા જોવા મળ્યા હતા.

પ્રિયંકા ચોપડા તેના દેશી લુકના કારણે હંમેશા ચર્ચામાં રહે છે, સોશિયલ મીડિયામાં પણ તેની તસવીરો પોસ્ટ થવાની સાથે જ વાયરલ થઇ જાય છે. અને તેના ચાહકો પણ તેની તસવીરોને ખુબ જ પસંદ કરતા હોય છે.

પ્રિયંકાના દિવાળી લૂકને ચાહકોએ પણ ખૂબ પસંદ કર્યો. પરંપરાગત લહેંગા ચોલીમાં, પ્રિયંકા દિવાળીની ઉજવણીની તસવીરોમાં ખૂબસૂરત લાગી રહી હતી. પ્રિયંકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે હવે ‘સિટાડેલ’ અને ‘ટેક્સ્ટ ફોર યુ’માં જોવા મળશે. અભિનેત્રી પાસે ફરહાન અખ્તરની ફિલ્મ ‘જી લે ઝરા’ પણ છે.

Niraj Patel