આ જાણિતી અભિનેત્રીનુ થયુ નિધન, પ્રિંયંકા ચોપરાએ શેર કરી ઇમોશનલ પોસ્ટ

દુઃખદ સમાચાર: મોટી સેલિબ્રિટીનું નાની ઉંમરે નિધન થતા જ પ્રિયંકા ચોપરા થઇ દુઃખી દુઃખી, ભાવુક થઇ ગયા ચાહકો

પોતાના કામના કારણે હોલિવૂડ સ્ક્રીન પર પ્રભુત્વ જમાવનાર એની હેચેનું 53 વર્ષની વયે અવસાન થયું છે. એક અઠવાડિયાથી તે સતત મોત અને જીવન વચ્ચેની લડાઈ લડી રહી હતી. તેના જવાથી ઇન્ડસ્ટ્રીએ એક સ્ટાર ગુમાવી છે. આ સમાચારથી તેના ચાહકો ખૂબ જ ભાવુક છે. ગયા અઠવાડિયે કાર અકસ્માત બાદ તેને લાઇફ સપોર્ટ પર મૂકવામાં આવી હતી. તેનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું, તે કોમામાં હતી. 5 ઓગસ્ટે એની હેચે કાર અકસ્માતનો ભોગ બની હતી.

તેના એક પ્રતિનિધિએ પણ નિવેદન આપીને તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપ્યું હતું અને જણાવ્યું હતું કે એની લાઈફ સપોર્ટ સિસ્ટમ પર છે. તેને ટૂંક સમયમાં લાઇફ સપોર્ટ સિસ્ટમમાંથી દૂર કરવામાં આવશે. તે સમયે તેણે અભિનેત્રીની ગેરહાજરી અંગે માહિતી આપી હતી. તેના અવયવોનું દાન કરવામાં આવ્યું હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું. તેના નિધન પર તેમના પરિવારજનો અને મિત્રોએ તેને યાદ કરી હતી અને શ્રદ્ધાંજલિ આપી હતી.

5 ઓગસ્ટના રોજ કાર અકસ્માત બાદ તે બ્રેઈન ડેડ થઈ હતી. મગજની ઈજા એટલી ભયંકર હતી કે મગજમાં ઓક્સિજનનો પુરવઠો બંધ થઈ ગયો હતો. તે છેલ્લા એક સપ્તાહથી કોમામાં હતી. તમને જણાવી દઈએ કે એની હેચે પ્રિયંકા ચોપરા સાથે ‘ક્વાંટિકો’માં જોવા મળી હતી. પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટા પર એક પોસ્ટ શેર કરી હતી અને લખ્યું હતું કે, “તમારી સાથે કામ કરવું સન્માનની વાત છે. મારા હ્રદયમાં તમારું હંમેશા ખાસ સ્થાન રહેશે.”

રીપોર્ટ્સ અનુસાર, 5 ઓગસ્ટે એની હેચેની કાર વેસ્ટ લોસ એન્જલસમાં એક ઘરમાં ઘૂસી ગઈ હતી. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના કેટલાક ભાગો ઘરની દિવાલોમાં દટાયા હતા. મળતી માહિતી મુજબ, પોલીસે નિવેદનમાં કહ્યું કે તે ડ્રિંક એન્ડ ડ્રાઇવ કેસની પણ તપાસ કરી રહ્યા છે. LAPDના પ્રવક્તા જેફ લીના જણાવ્યા અનુસાર, એનીના લોહીમાં માદક દ્રવ્યો મળી આવ્યા હતા. આ ઘટના સાથે જોડાયેલા તમામ પુરાવા એકત્ર કરવામાં આવી રહ્યા છે.

Shah Jina