પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થની થઇ રોકા સેરેમની, ખૂબસુરતીમાં પ્રિયંકાને ટક્કર આપે છે થવાવાળી ભાભી- જુઓ તસવીરો

ભાઇની રોકા સેરેમની માટે પ્રિયંકા ચોપરા પતિ અને દીકરી સાથે આવી હતી ભારત ? સામે આવી એક્ટ્રેસના ભાઇ સિદ્ધાર્થની રોકા સેરેમનીની તસવીરો

પ્રિયંકા ચોપરાના ભાઇ સિદ્ધાર્થ ચોપરાની થઇ ગઇ રોકા સેરેમની, ખૂબસુરતીમાં પ્રિયંકાને ટક્કર આપે છે થવાવાળી ભાભી- જુઓ તસવીરો

પ્રિયંકા ચોપરા લાંબા સમયથી ભારત આવેલી છે. હાલમાં તે તેની પુત્રી માલતી મેરી ચોપરા જોનાસ અને પતિ નિક જોનાસ સાથે મુંબઈમાં છે. ત્યારે હવે તેના ભારત આવવાનું કારણ સામે આવ્યું છે. તે અહીં તેના પરિવાર સાથે તેના ભાઈ માટે આવી છે જે જીવનની નવી પારી શરૂ કરવા જઈ રહ્યો છે. પ્રિયંકાના ભાઈ સિદ્ધાર્થ ચોપરાની તેની ગર્લફ્રેન્ડ નીલમ ઉપાધ્યાય સાથે રોકા સેરેમની થઇ. પ્રિયંકા તેના ભાઈની રોકા સેરેમનીમાં હાજરી આપવા માટે ભારત આવી હતી.

2 એપ્રિલના રોજ તેણે રોકા સેરેમનીની તસવીરો શેર કરી ભાઈ અને થવાવાળી ભાભીને અભિનંદન આપ્યા. ત્યાં સિદ્ધાર્થ ચોપરાએ સોશિયલ મીડિયા પર રોકા સેરેમનીની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેની થવાવાળી પત્ની સાથે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપતો જોવા મળી રહ્યો છે. તસવીરોમાં સિદ્ધાર્થ ચોપરા હળવા ગુલાબી કુર્તા પાયજામામાં જ્યારે નીલમ પર્પલ સૂટમાં જોવા મળી રહી છે.

પ્રિયંકાના લુકની વાત કરીએ તો આ દરમિયાન તે સાડીમાં જોવા મળી હતી અને પતિ નિક પણ એથનિક સ્ટાઈલમાં જોવા મળ્યો હતો. જણાવી દઈએ કે, સિદ્ધાર્થ અને નીલમના રિલેશનશિપમાં હોવાની અફવાઓ ઘણા સમયથી સામે આવી રહી હતી, અને હવે રોકા સેરેમની બાદ બંનેના સંબંધોની પુષ્ટિ થઈ ગઈ છે. બંને ટૂંક સમયમાં જ લગ્નના બંધનમાં બંધાના જઇ રહ્યા છે. જો કે લગ્નની તારીખ હજુ જાહેર કરવામાં આવી નથી.

નીલમ ઉપાધ્યાયની વાત કરીએ તો તે પણ નણંદ પ્રિયંકા ચોપરાની જેમ એક્ટિંગની દુનિયા સાથે સંબંધ ધરાવે છે. 30 વર્ષિય નીલમ સાઉથ અભિનેત્રી છે. તેણે ઘણી તમિલ અને તેલુગુ ફિલ્મોમાં કામ કર્યું છે. નીલમ ઉપાધ્યાયે 2012માં તેલુગુ ફિલ્મ મિસ્ટર 7થી અભિનયની શરૂઆત કરી હતી. સિદ્ધાર્થ ચોપરાની વાત કરીએ તો તે એક પ્રોડ્યુસર છે.

ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરાનો આખો પરિવાર લાઈમલાઈટથી દૂર રહેવાનું પસંદ કરે છે. પરંતુ એક્ટ્રેસના ભાઈ સિદ્ધાર્થ વિશે ફેન્સ સારી રીતે જાણે છે. થોડા સમય પહેલા સિદ્ધાર્થ મનારા ચોપરાની બર્થડે પાર્ટીમાં પણ જોવા મળ્યો હતો. રોકા સેરેમની બાદ સિદ્ધાર્થ ચોપરાની લવ લાઈફ ફરી એકવાર ચર્ચામાં આવી છે. વાસ્તવમાં, નીલમ પહેલા પણ સિદ્ધાર્થનો બે વાર રોકા થઇ ચૂક્યો છે. વર્ષ 2019માં સિદ્ધાર્થે અભિનેત્રી ઈશિતા કુમાર સાથે સગાઈ કરી હતી. બંનેના લગ્ન પણ નક્કી થઇ ગયા હતા.

સિદ્ધાર્થ અને ઈશિતા એપ્રિલ 2019માં લગ્ન કરવાના હતા પણ પછી અચાનક સમાચાર આવ્યા કે તેમની સગાઈ તૂટી ગઈ છે. આ ઉપરાંત એવું કહેવાય છે કે ઈશિતા પહેલા 2014માં સિદ્ધાર્થ તેની ગર્લફ્રેન્ડ કનિકા માથુર સાથે લગ્નની તૈયાર કરી રહ્યો હતો. પરંતુ, કેટલાક કારણોસર બંનેના સંબંધો તૂટી ગયા. બંને 2015માં લગ્ન કરવાના હોવાનું કહેવાઇ રહ્યુ હતુ.

Shah Jina