કચ્છી ગાયિકા પર હોલિવુડ સ્ટાર થયા ફિદા, મહારાણી એલિઝાબેથ સામે આપ્યુ એવું ધમકેદાર પરફોર્મન્સ કે થઇ રહી છે ચારેકોર ચર્ચા

ગુજરાતના ઘણા એવા સિંગરો છે જેઓ ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. ગુજરાતની કોકિલકંઠી કહેવાતી કિંજલ દવે વિદેશોમાં પણ એટલી જ પ્રખ્યાત છે, જેટલી ગુજરાતમાં છે. આ ઉપરાંત કીર્તિદાન ગઢવી અને કચ્છી કોયલ તરીકે જાણિતા ગીતાબેન રબારી પણ વિદેશોમાં કાર્યક્રમ કરતા રહે છે અને પોતાના સુમધુર અવાજથી લોકોને ઝૂમાવતા રહે છે. ત્યારે હાલ એક એવી કચ્છી ગાયિકા સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે, જેનું નામ પ્રીતિ વરસાણી છે.

પ્રીતિ વરસાણીએ મહારાણી એલિઝાબેથની ઉપસ્થ્તિમાં ઢોલીડાના સૂર છેડ્યા હતા. પ્રીતિનું આ પરફોર્મન્સ અને ટ્રેડિશનલ ડ્રેસ જોઇ હોલિવુડ સુપરસ્ટાર ટોમ ક્રુઝ ઘણા પ્રભાવિત થયા હતા. તેમણે પ્રીતિને કહ્યુ હતુ- “Beautiful performance and wow your outfit looks amazing and vibrant”. આ રીતે ટોમ ક્રુઝે પ્રીતિ વરસાણી પર પ્રેમ અને સ્નેહની લાગણી દર્શાવી હતી.

ગુજરાતી પહેરવેશ અને પાઘડી અંગે હોલિવુડ કલાકાર ડેનબરી બ્રિજરટન અને એલન ટીચમાર્શે માહિતી પણ મેળવી હતી અને પ્રશંસનીય પ્રતિભાવ પણ આપ્યો હતો.બ્રિટનની ગાદી સંભાળે લંડનના રાજવી પરિવારના મહારાણી એલિઝાબેથને 70 વર્ષ થઇ રહ્યા છે અને આ અવસર પર બ્રિટન શાહી ખાનદાન પ્લેટિનમ જ્યુબલી વર્ષ મનાવી રહ્યુ છે. ત્યારે ચાર દિવસના રંગારંગ કાર્યક્રમો થઇ રહ્યા છે.

જેમાં ગુજરાત માટે સારા સમાચાર એ છે કે, મૂળ કચ્છ નારાણપર હાલે લંડનની સિંગર પ્રીતિ વરસાણીએ લંડન પેલેસ પ્રિમાઇસીસ એરિયામાં વિન્ડસર કેસલ ખાતે શાહી પરિવારના ખાસ મહેમાનો અને કુટુંબીજનો અને બ્રિટનની મહારાણીની ઉપસ્થિતિમાં ગુજરાતી ગીત ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી સે સાથે ગુજરાતી ગરબો રજૂ કર્યો હતો.

દુનિયાભરના ખ્યાતનામ કલાકારો વચ્ચે બોલિવુડના મૂળ ઇન્ડિયન હાલ લંડનની ગાયિકા કચ્છની પ્રીતિ વરસાણીની પસંદગી થઇ હતી. જણાવી દઇએ કે, છેલ્લા કેટલાક વર્ષોથી લંડનમાં ગુજરાતી કલ્ચર અને સંસ્કૃતિને લઇને યુવાઓમાં ઉદાસીનતા દેખાઇ રહી હતી અને તેવામાં પ્રીતિ મ્યુઝિક પ્રોડ્યુસર પર્લ પટેલ અને કથક અદાકારા મીરા સલાટે વર્ષ 2016માં લંડન ખાતે રંગીલો ગુજરાતના ટાઇટલ હેઠળ ગુજરાતમાંથી 60-65 ઉમદા કલાકારોને લંડન બોલાવ્યા.

ત્યાં વસતા ગુજરાતીઓને પોતાની સંસ્કૃતિના દર્શન કરાવ્યા હતા. 4 દિવસ ચાલેલા આ કાર્યક્રમમાં રવિવારના રોજ દેશ અને દુનિયાની અનેક ચેનલોએ આ કાર્યક્રમનું લાઇવ સ્ટ્રીમીંગ પણ કર્યુ હતુ. પ્રીતિ વરસાણીએ ઢોલીડા ઢોલ રે વગાડ ગરબાના સૂર છેડ્યા હતા. તેમની સાથે 50 ખેલૈયા ઝૂમી ઊઠયા હતા.

5000 લોકોની ભારે ભીડના ઉત્સાહપૂર્ણ સ્વાગત વચ્ચે, 96 વર્ષની મહારાણી એલિઝાબેથે પોતાનું પ્લેટિનમ જુબલી સમારોહ એન્જોય કર્યુ હતુ. સેલિબ્રેશનમાં હાજરી આપનારા કલાકારોમાં ડેમ હેલેન મિરેન, ટોમ ક્રૂઝ અને કેથરીન જેનકિન્સ અને તેમાંથી એક ગુજરાતી લોક ગાયિકા પ્રીતિ વરસાણી હતી. રોયલ વિન્ડસર કેસલ ખાતેના પરફોર્મન્સમાં પ્રીતિ અને તેના જૂથના ગરબા પણ સામેલ હતા.

 

View this post on Instagram

 

A post shared by Pritee Varsani (@priteevarsani)

પ્રીતિ અને તેની આખી ટીમ, ઘાઘરા ચોલી પહેરીને દરેકના આકર્ષણનો વિષય બની હતી. પ્રીતિ વરસાણીએ વિન્ડસર કેસલ ખાતે રાણી એલિઝાબેથની હાજરીમાં તેના 50 કલાકારો સાથે “ઢોલિડા ઢોલ રે વગાડ” ગીત રજૂ કર્યું હતું.

Shah Jina